Home /News /business /બ્રોકરેજ કંપનીઓના રડારમાં છે આ શેર્સઃ હીરો મોટો, M&M ફાઇનાન્સ, L&T અને એક્સિસ બેંકમાં કમાણીના ચાન્સ

બ્રોકરેજ કંપનીઓના રડારમાં છે આ શેર્સઃ હીરો મોટો, M&M ફાઇનાન્સ, L&T અને એક્સિસ બેંકમાં કમાણીના ચાન્સ

હાલમાં જોઈએ તો HERO MOTOCORP, L&T, M&M ફાઇનાન્સ, એક્સિસ બેંકના શેરો સ્ટોક બ્રોકરેજ હાઉસની નજરમાં છે.

Stock and Investment: HERO MOTOCORP ના પરિણામો મિશ્ર હતા. હીરો મોટોનો નફો 10% ઘટીને રૂ.794 કરોડ થયો છે. જ્યારે તેની આવકના આંકડા અંદાજ કરતાં સારા છે. અહીં જાણો બ્રોકરેજ ફર્મ શું સલાહ આપી રહી છે.

    Best Stocks for Investment: CNBC આવાઝના રિપોર્ટ મુજબ, તમને રોકાણ અંગેની માહિતી આપવામાં આવી રહી છે. જેથી તમે સાચી જગ્યાએ રોકાણ કરીને સારા રૂપિયા કમાઈ શકો છો. આ સાથે અમે અહીં બ્રોકરેજ ફર્મએ આપેલી માહિતી વિષે પણ જણાવીશું કે આજના સમયે કયા શેરનું વેચાણ અને ખરીદી કરવી જોઈએ. હાલમાં જોઈએ તો HERO MOTOCORP, L&T, M&M ફાઇનાન્સ, એક્સિસ બેંકના શેરો સ્ટોક બ્રોકરેજ હાઉસની નજરમાં છે. હીરો મોટોનો પ્રોફિટ 10% ઘટીને 794 કરોડ રહ્યો છે. તેમજ તેની કુલ રેવન્યુ આંક સારો રહ્યો છે.

    JEFFERIES ની હીરો મોટો પર સલાહ


    - આ શેરની ખરીદી માટેનો સમય છે.

    - શેરની કિંમત રૂ.3000 સુધી પહોંચી શકે એમ છે.

    - કંપનીનું Q2 EBITDA વાર્ષિક 3% ઘટ્યું છે. પરંતુ અરિણામ અનુમાન મુજબ જ રહ્યું છે.

    આ પણ વાંચો:આ શેરમાં માત્ર 4 મહિનામાં પૈસા બમણા, શું છે આ તીવ્ર ઉછાળા પાછળનું કારણ, જાણો હવે રોકાણ કરવું કે નહિ

    NOMURA ની L&T પર સલાહ


    નોમુરાએ L&T ની ખરીદી માટે વાત કરી છે. તેમણે શેર માટેનો ટાર્ગેટ પ્રાઈઝ રૂ.2425 રાખેલો છે. તેમનું મધ્ય પૂર્વનું કૈપેક્સ મજબૂત બની રહ્યું છે. કંપનીના  મુખ્ય પ્રોજેક્ટ, મેન્યુફૅક્ચરિંગની તરફની મજબૂતી નજર આવી રહી છે. કંપનીની 9.5% ની EBITDA માર્જિન ચુનોતીપૂર્ણ નજર આવી રહી છે.

    NOMURA ની M&M ફાઇનાન્સ


    ન્યૂમોરાએ આ શેર માટે ન્યુટ્રલ રેટિંગ્સ આપેલું છે. શેરનો ટાર્ગેટ પ્રાઈઝ રૂ.210 નક્કી કર્યો છે. એમનું માનવું છે કે ઓપેકસમાં વધારાની સંભાવનાને લીધે આ શેર માટે 9% થી 4% સુધીનો ઘટાડાનું અનુમાન કરેલું છે. તેમજ તેના માર્જિનમા પણ ઘટાડો દેખાય શકે છે.

    આ પણ વાંચો: રોકાણ માટે થઈ જાઓ તૈયાર, આ તારીખે ખુલશે NBFC કંપનીનો IPO

    NOMURA ની એક્સિસ બેન્ક પર સલાહ


    નોમુરાએ એક્સિસ બેન્કના શેરોની ખરીદી માટે કહ્યું છે. અનુમાન મુજબ તેનું સ્તર રૂ.1020 આવી શકે છે તેમજ મેનેજમેન્ટ તરફથી 3.8% NIM પર સ્થિર છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Investment, Investment news, Investment રોકાણ, Share market, Stock Investment

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन