Home /News /business /ગૌતમ અદાણીની આ કંપનીના શેરએ રોકાણકારોને કર્યા માલામાલ, શું તમે કર્યું છે રોકાણ?

ગૌતમ અદાણીની આ કંપનીના શેરએ રોકાણકારોને કર્યા માલામાલ, શું તમે કર્યું છે રોકાણ?

પ્રતિકાત્મક તસવીર

BSE પર કંપનીનો શેર 3.75 ટકા વધીને 1,870.85 રૂપિયા પર બંધ થયો હતો. આ સાથે કંપનીનું માર્કેટ કેપ 2 લાખ કરોડને પાર કરી ગયું છે.

દેશના બીજા સૌથી મોટા સમૃદ્ધ ગૌતમ અદાણીની કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના શેર સોમવારે ઓલટાઇમ હાઇ પર પહોંચ્યા હતા. BSE પર કંપનીનો શેર 3.75 ટકા વધીને 1,870.85 રૂપિયા પર બંધ થયો હતો. આ સાથે કંપનીનું માર્કેટ કેપ 2 લાખ કરોડને પાર કરી ગયું છે. અદાણી ટ્રાન્સમિશન હવે અદાણી ગ્રુપની સૌથી મૂલ્યવાન કંપની છે. આ કંપનીના શેર્સ ખરીદનાર રોકાણકારો માલામાલ થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, 13 સપ્ટેમ્બરના રોજ એકતરફ શેરબજારમાં કડાકો નોંધાયો હતો. ત્યાં બીજી તરફ અદાણી ટ્રાન્સમિશનના શેરમાં લગભગ 4 ટકાનો વધારો જોવા મળ્યો. આ સાથે ગૌતમ અદાણીની કંપની અદાણી ટ્રાન્સમિશન રેકોર્ડ લેવલે પહોંચી ગઈ છે. અદાણી ટ્રાન્સમિશનનું માર્કેટ કેપ 205,757.97 કરોડ રૂપિયા છે અને તે દેશની 22મી સૌથી મૂલ્યવાન કંપની છે.

સપ્ટેમ્બરમાં કેટલી તેજી?

સપ્ટેમ્બર મહિનામાં કંપનીના શેર 19 ટકા વધ્યા હતા. 27 જુલાઈ બાદ કંપનીએ રોકાણકારોના નાણાં બમણા કર્યા છે. 13 સપ્ટેમ્બરના રોજ અદાણી ટ્રાન્સમિશનના શેર 3.88 ટકા વધ્યા હતા અને કંપનીના શેરમાં રૂ. 70નો ઉછાળો જોવા મળ્યો હતો. આ દિવસે શેર વધીને રૂ.1873.30 પર બંધ થયા હતા. આ કંપનીના શેર વધુ વધી શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

જુલાઈથી અત્યાર સુધીમાં કેટલું વળતર મળ્યું?

આ સમયગાળામાં કંપનીના શેરમાં 19 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગત 31 ઓગસ્ટના રોજ આ શેર રૂ.1580ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાલુ મહિને શેરની કિંમત રૂ.1875.70 થવા પામી છે. એટલે કે, 19 ટકાનો વધારો થયો છે. છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં 12 ટકાનો વધારો થયો છે.

આ ઉપરાંત 27 જુલાઈ બાદ અદાણી ટ્રાન્સમિશનના શેરથી રોકાણકારોનું રોકાણ બેગણું થઈ ગયું છે. 27 જુલાઈના રોજ આ શેરનો ભાવ રૂ.902.75 હતો. ત્યારથી અત્યાર સુધીમાં કિંમત બેગણી કરતા વધી જવા પામી છે.

આ પણ વાંચોShare Market: આ શેરમાં આગામી એક વર્ષ માટે જોરદાર તેજીનું અનુમાન, જાણો - શું કહે છે નિષ્ણાતો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અદાણી ટ્રાન્સમિશન દેશમાં સૌથી આકર્ષક ઇન્ટિગ્રેટેડ પાવર ટ્રાન્સમિશન અને વિતરણ કંપની તરીકે ઉપસી આવી છે. તેનું લક્ષ્ય 2022 સુધીમાં 20,000 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઈન સ્થાપિત કરવાનું છે. તાજેતરના સમયમાં અદાણી ગ્રુપના શેરમાં વધારો થવાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ પણ વધી છે.
Published by:kiran mehta
First published:

Tags: Adani Group, Gautam Adani, Stock market, Stock market Tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन