Indian Stock Market : છેલ્લા 30 વર્ષમાં 11 વખત એવું બન્યું છે કે વર્ષના પ્રથમ છ મહિના બજાર નકારાત્મક રહ્યું હોય. પરંતુ 11માંથી માત્ર 2 વખત બજાર બીજા છ મહિનામાં રિકવર કરવામાં સફળ રહ્યું
Indian Stock Market : છેલ્લા અઠવાડીએ સ્થાનિક બજારોમાં વિવિધ કારણોસર ઉછાળો નોંધાયો હતો. વિદેશી રોકાણકારોના વેચાણની ગતિ પર બ્રેક અને કોમોડિટીના ભાવમાં મક્કમતા તેના મુખ્ય કારણો હતા. શુક્રવારે સેન્સેક્સ 54482 (303 પોઇન્ટનો વધારો) અને નિફટી 16221 (88 પોઇન્ટનો વધારો) પર બંધ રહ્યું.
ઇકવીટી માસ્ટરના રિસર્ચ હેડ રાહુલ શાહ જણાવે છે કે, છેલ્લા 30 વર્ષમાં 11 વખત એવું બન્યું છે કે વર્ષના પ્રથમ છ મહિના બજાર નકારાત્મક રહ્યું હોય. પરંતુ 11માંથી માત્ર 2 વખત બજાર બીજા છ મહિનામાં રિકવર કરવામાં સફળ રહ્યું અને વર્ષ વધુ સારા આંકડા સાથે સમાપ્ત થયું. પાછલા અઠવાડિયે જોવામાં આવેલી તેજી શુ આગળ જળવાઈ રહેશે !!! આવો જોઈએ એ મહત્વના 5 પરિબળો.
પ્રથમ 3 મહિનાના પરિણામો
નાણાકીય વર્ષ 2022 - 2023 માટે કંપનીઓ પોતાના ત્રિ-માસિક પરિણામો જાહેર કરશે. ACC, HCL ટેક્નોલોજી, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, માઇન્ડ ટ્રી, ફેડરલ બેંક અને HDFC બેંક પણ આવતા સપ્તાહે તેમના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. આ સમયે પાછળ અઠવાડિયે બજાર બંધ થયા પછી TCS ના પરિણામો આવ્યા અને અને તેનો ચોખ્ખો નફો 5.2 ટકા વધીને રૂ.9478 કરોડ થયો. બોકરેજ અનુસાર કંપની તેનો લક્ષ્યાંક ચુકી ગઈ છે.
ડોલર ઈન્ડેક્સ
ડોલર ઈન્ડેક્સ 107.78 પર પહોંચ્યો છે, જે પહેલા 105.85 એ હતો. રૂપિયાના મુકાબલે ડૉલર 79.25ના સ્તરે પહોંચી ગયો છે. જો તેમાં તેજી આવશે તો બજારની સ્થિતિ બગડશે. તેથી રોકાણકારોની નજર ડોલર ઈન્ડેક્સ પર રહેશે.
યુએસ ફુગાવાના આંકડા
યુએસ ફુગાવાનો ડેટા પણ આવતા અઠવાડિયે આવી શકે છે, જે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની ઝલક આપી શકે છે. IIFL ના અનુજ ગુપ્તા કહે છે કે, જો ત્યાંથી કોઈ નકારાત્મક સમાચાર આવે છે તો અહીં માર્કેટમાં વેચાણ વધી શકે છે.
ફેડરલ અનામત ભાષણ
યુએસ સેન્ટ્રલ બેન્કનું સત્તાવાર ભાષણ આવતા અઠવાડીએ આવી શકે છે. જેમાં તેઓ વજજદર અંગેની તેમની સ્થિતિ વિષે જણાવશે. જો તેમાં વ્યાજદર ઘટાડવા અંગે કોઈ સંકેત મળે છે તો ડોલરના નબળા પાડવાની ધારણા હેઠળ સ્થાનિક બજારમાં ખરીદી વધી શકે છે.
યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન રશિયન ક્રૂડ પર પ્રથિબંધોની ભલામણ કરવા માટે આવતા અઠવાડીએ ઈન્ડો પેસિફિક ક્ષેત્રની મુલાકાત લેશે. બજાર પર તેની કોઈ પણ હકારાત્મક કે નકારાત્મક અસર આવી શકે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર