Home /News /business /Stock Market: 1.3 ટકાના ઘટાડા સાથે બંધ થયો સેન્સેક્સ; હવે ચોથા ત્રિમાસિકના પરિણામો પર રહેશે બજારની નજર

Stock Market: 1.3 ટકાના ઘટાડા સાથે બંધ થયો સેન્સેક્સ; હવે ચોથા ત્રિમાસિકના પરિણામો પર રહેશે બજારની નજર

ભારતીય શેર બજાર

Stock market forecast: નાણાં પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2022માં તેમના પ્રદર્શનની સમીક્ષા કરવા અને ચાલુ નાણાકીય વર્ષ માટે એજન્ડા નક્કી કરવા માટે 23 એપ્રિલે નવી દિલ્હીમાં જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓને મળશે.

નવી દિલ્હી: ફુગાવા અંગે વધી (rising inflation ) રહેલી અનિશ્ચિતતા અને અમેરિકન ડોલરના સેન્ટિમેન્ટને (US dollar weighed sentiment) કારણે સ્થાનિક ઇક્વિટી માર્કેટે આ સપ્તાહમાં બજારને લાલ નિશાન પર બંધ (market closed with red sign) કર્યુ હતું. એકંદરે રોકાણકારો માટે આ સપ્તાહ થોડું ઉતાર ચઢાવ ભર્યુ રહ્યું હતું. 13 એપ્રિલે બેંચમાર્ક બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) 1108.25 પોઇન્ટ અથવા 1.9 ટકાના ઘટાડા સાથે 58338.93 પર બંધ રહ્યો હતો. 8 એપ્રિલ, 2022 ના રોજ આ ઇન્ડેક્સ 59447.18 પર હતો. આ જ દરમિયાન એનએસઈના 50 શેર ઈન્ડેક્સ નિફ્ટી 1.7 ટકા ઘટીને 17,475.65 ના સ્તર પર બંધ થયા છે. જાહેર રજાઓને કારણે 14 એપ્રિલ અને 15 એપ્રિલના રોજ સ્ટોક એક્સચેન્જ બંધ રહ્યા હતા.

આ શેર્સમાં જોવા મળી તેજી


6.02 ટકાના ઘટાડા સાથે હિંદાલ્કો ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટી ઇન્ડેક્સમાં ટોપ લુઝર રહ્યો હતો. ટાટા મોટર્સ (4.65 ટકા), વિપ્રો (4.19 ટકા), કોલ ઇન્ડિયા (4.09 ટકા) અને બજાજ ફિનસર્વ (3.93 ટકા) વધ્યા હતા. એપોલો હોસ્પિટલ્સ, ઓએનજીસી, સન ફાર્માસ્યુટિકલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એનટીપીસી અને યુપીએલ લિમિટેડ 1 ટકાથી 3 ટકા વચ્ચે વધ્યા હતા.

ટીસીએસ અને ઇન્ફોસિસ


આ દરમિયાન આઇટી કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને ઇન્ફોસિસે 31 માર્ચે પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેમના નાણાકીય પરિણામો જાહેર કર્યા હતા. આ સપ્તાહ દરમિયાન ટીસીએસના શેરમાં 0.64 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઇન્ફોસિસનો શેર 3.50 ટકાથી વધુ તૂટ્યો હતો.

બજાર નિષ્ણાતોનો અભિપ્રાય


માર્કેટ અંગે જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "આવકની સિઝનની શરૂઆત, ફુગાવાના ડેટા જાહેર થવા અને ઇસીબી પોલિસી મીટિંગે આ અઠવાડિયે બજારને વધારે વેગ આપ્યો હતો. હાયપરઇન્ફ્લેશન અને ઊંચા નીતિગત દરમાં વધારાના જોખમે વૈશ્વિક બજારને તેના આંગળી પર રાખ્યું છે. જેથી ઉપજમાં વધારા સાથે ઇક્વિટીની કામગીરીને અસર થાઈ છે."

માર્ચમાં ભારતનો સીપીઆઈ ફુગાવો જે 6.95 ટકા હતો તે ક્વાર્ટર 1 FY23માં ઊંચો રહે તેવી શક્યતા છે. પરંતુ કોમોડિટીના ભાવમાં પલટો અને સપ્લાયમાં સુધારણાની આશા હોવાથી તે ઘટી પણ શકે છે.

સેક્ટોરિયલ ઇન્ડેક્સિસ


અર્નિંગ સિઝન શરૂ થવાની સાથે જ આગામી દિવસોમાં સેક્ટર સ્પેસિફિક મોમેન્ટમથી સ્થાનિક બજારમાં પણ તેજી આવે તેવી શક્યતા છે. બીએસઇના સેક્ટરલ ઇન્ડાઇસિસમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી ઇન્ડેક્સ સૌથી વધુ 3.10 ટકા પાછળ ધકેલાયો હતો. ટીઈકે, મેટલ, રિયલ્ટી અને કેપિટલ ગુડ્ઝમાં પણ 1.9 ટકાથી 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીએસઈ પાવર અને ઓઈલ એન્ડ ગેસમાં અનુક્રમે 5.2 ટકા અને 0.70 ટકાનો વધારો થયો છે.

આગામી સપ્તાહમાં માર્ચ મહિનાના હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) ડેટા પર બજાર પાર્ટીસીપેન્ટ્સ ઝીરો થઈ જશે. જે આગામી 18 એપ્રિલના રોજ જાહેર થનાર છે. ભારતમાં વાર્ષિક જથ્થાબંધ ભાવ ફુગાવાનો દર ફેબ્રુઆરી 2022માં અચાનક વધીને 13.11 ટકા થયો હતો. જે એક મહિના અગાઉ 12.96 ટકાની ચાર મહિનાની નીચી સપાટીએ હતો.

આ પણ વાંચો: શેર બજાર એટલે શું? રોકાણની શરૂઆત કેવી રીતે કરવી?

ચોથા ત્રિમાસિકના પરિણામો પર નજર


આ દરમિયાન ક્વાર્ટર 4ની આગામી બેચ અને વર્ષ 2022ના પરિણામો નજીકના ગાળાના વલણો નક્કી કરશે. કેટલીક અગ્રણી કંપનીઓ કે જેઓ તેમની કમાણીની જાહેરાત કરવાની છે તેમાં માઇન્ડટ્રી, એસીસી, લાર્સન એન્ડ ટુબ્રો ઇન્ફોટેક, એન્જલ વન, ટાટા એલક્સી, સાયન્ટ, એચસીએલ ટેક્નોલોજીસ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની, એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસ, નેસ્લે, રાલ્લીસ ઇન્ડિયા, ટાટા કમ્યુનિકેશન્સ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજે ટુ-વ્હીલર લોન

બીજી તરફ, જાહેર ક્ષેત્રની બેન્કો (Public Sector Banks)ના શેર રડાર પર રહેશે. કારણ કે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2022માં તેમના પ્રદર્શનની સમીક્ષા કરવા અને ચાલુ નાણાકીય વર્ષ માટે એજન્ડા નક્કી કરવા માટે 23 એપ્રિલે નવી દિલ્હીમાં જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓને મળશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: BSE, NSE, Share market, નિફ્ટી, સેન્સેક્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन