Home /News /business /બજાર નિષ્ણાતોએ આ Penny Stock ખરીદવાની આપી સલાહ, જાણો ટાર્ગેટ અને સ્ટૉપલૉસ

બજાર નિષ્ણાતોએ આ Penny Stock ખરીદવાની આપી સલાહ, જાણો ટાર્ગેટ અને સ્ટૉપલૉસ

મલ્ટીબેગર સ્ટોક

Multibagger Penny stock for 2022 : વિકાસ ઇકોટેક શેર અંગે IIFL Securities ના અનુજ ગુપ્તાનું કહેવું છે કે, ટેક્નિકલી આ શેરમાં બુલ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ શેર પોતાનું કન્સોલિડેશન સ્તર તોડીને બહાર આવી ગયો છે.

    મુંબઇ. Multibagger Penny stock for 2022: ભારતીય શેર બજારમાં ઘટાડા સાથે રિટેલ રોકાણકારો એવા હોટ પિક્સ (Hot pics)ની શોધમાં છે, જે મોટું રિટર્ન આપી શકે. આવા રોકાણકારો માટે બજાર નિષ્ણાતોએ વિકાસ ઇકોટેક (Vikas Ecotech) શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે. શેર બજાર વિશેષજ્ઞોનું કહેવું છે કે આ શેર 2022ના વર્ષનો સંભવિત મલ્ટીબેગર સ્ટૉક (Multibagger stock) હોઈ શકે છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આ સ્ટૉક પોતાના બ્રેકઆઉટ સ્તરથી નજીક નજરે પડી રહ્યો છે. શોર્ટ ટર્મમાં આ શેર 11.60 રૂપિયાના સ્તર પર નજરે પડી શકે છે.

    અનુજ ગુપ્તાની સલાહ

    વિકાસ ઇકોટેક શેર અંગે IIFL Securities ના અનુજ ગુપ્તાનું કહેવું છે કે, ટેક્નિકલી આ શેરમાં બુલ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ શેર પોતાનું કન્સોલિડેશન સ્તર તોડીને બહાર આવી ગયો છે. શેરની ચાર્ટ પેટર્ન ખૂબ બુલિશ છે. વર્તમાનમાં આ શેર પોતાના કન્સોલિડેશન ઝોનથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે. નજીકના ભવિષ્યમાં આ શેરમાં 10 રૂપિયા અને ત્યારબાદ 12 રૂપિયાનું સ્તર જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: રૂ.9.75થી રૂ.209.85: આ મલ્ટીબેગર પેની સ્ટોકે 3 મહિનામાં કર્યા માલામાલ, આપ્યું 2000% વળતર

    મનોજ ડાલમિયાની સલાહ

    Proficient Equities Limited ના મનોજ ડાલમિયાનું કહેવું છે કે, Vikas Ecotech બ્રેકઆઉટ નજીક છે. અહીં એક ટ્રાયેંગલ પેટર્ન બની છે. 7.30 રૂપિયા ઉપર શેરમાં વધી એક મૂવ નજરે પડી શકે છે. જ્યારે 4.40 રૂપિયા પર સપોર્ટ નજરે પડી રહ્યો છે. આ શેર માટે ટાર્ગેટ 11.60 રૂપિયા છે. વર્તમાન સ્તરે આ શેર 4.40 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી શકાય. રોકાણકારોએ આ શેરમાં બન્યા રહેવું જોઈએ. આ શેર 2022ના વર્ષનો મલ્ટીબેગર શેર બની શકે છે.

    આ પણ વાંચો: સતત બીજા અઠવાડિયે શેર બજારમાં ઘટાડો: તમામ ઇન્ડેક્સમાં કેટલો કડાકો બોલ્યો? કયા શેર ઘટાડામાં પણ વધ્યા?

    કંપની વિશે

    વિકાસ ઇકોટેકની માર્કેટ કેપ 561 કરોડ રૂપિયા છે. કંપનીનો 52 વીક હાઈ 6.90 રૂપિયા છે. જ્યારે 52 વીક લો 1.04 રૂપિયા છે. શેરનું વર્તમાન ટ્રેડ વોલ્યૂમ 18,64,515 છે. શુક્રવારે આ શેર ₹4.90 રૂપિયા પર બંધ રહ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં આ શેર આશરે 11 ટકા તૂટ્યો છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી આ શેરમાં લોઅર સર્કિટ લાગતી રહી છે.

    (ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે. અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ 18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે ભલામણ કરવામાં આવતી નથી. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger stocks, Penny stocks, Stock market, Stock tips

    विज्ञापन
    विज्ञापन