Home /News /business /Stock Market : 200 દિવસની મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડિંગ કરી રહ્યા આ હાઈ ક્વોલીટી સ્ટોક્સ, શું તમે ખરીદશો?
Stock Market : 200 દિવસની મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડિંગ કરી રહ્યા આ હાઈ ક્વોલીટી સ્ટોક્સ, શું તમે ખરીદશો?
સ્ટોક માર્કેટ (Stock Market) નિષ્ણાતો માને છે કે, રોકાણકારો હવે એચડીએફસી બેન્ક (HDFC Bank) અને એચડીએફસી લી (HDFC ltd) જેવા હાઈ ક્વોલીટી શેર ખરીદી કરી શકે છે.
સ્ટોક માર્કેટ (Stock Market) નિષ્ણાતો માને છે કે, રોકાણકારો હવે એચડીએફસી બેન્ક (HDFC Bank) અને એચડીએફસી લી (HDFC ltd) જેવા હાઈ ક્વોલીટી શેર ખરીદી કરી શકે છે.
નવી દિલ્હી . રશિયા-યુક્રેન (Russia Ukraine War) ની કટોકટી, વધતી જતી મોંઘવારી અને વ્યાજ દર સહિતના અનેક પરિબળોને કારણે ભારત સહિત વિશ્વભરના શેરબજાર (Indian Stock Market) માં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સપ્તાહમાં માર્કેટમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ (Sensex) ના ઘણા હાઈ ક્વોલીટી શેરો તેમની 200 દિવસની મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. બજાર નિષ્ણાતો માને છે કે, રોકાણકારો હવે તેમાં ખરીદી કરી શકે છે. આવો જાણીએ તે શેર વિશે, જેને તમે હવે ખરીદી શકો છો.
HDFC બેંક
ખાનગી ક્ષેત્રની દિગ્ગજ એચડીએફસી બેંકે (HSFC Bank Share) છેલ્લા 2-3 દાયકામાં રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. સેન્સેક્સમાં તેનું પ્રદર્શન ટોચ પર રહ્યું છે. જો કે, છેલ્લા કેટલાક મહિનામાં તેના સ્ટોકનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું છે. HDFC બેંકની 200 દિવસની મૂવિંગ એવરેજ રૂ. 1509 છે. આ સ્ટોક હાલમાં રૂ. 1317 પર ટ્રેડ થઈ રહ્યો છે. HDFC બેંકનો સ્ટોક તેની 52 સપ્તાહના ઉચ્ચ સ્તર રૂ. 1700થી નીચે છે.
ઘણી જગ્યાએ એવી ચર્ચા છે કે, હાઉસિંગ લોન કંપની HDFC લિમિટેડના વિલીનીકરણના પ્રસ્તાવને કારણે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ નિષ્ણાતો આ વાતને ફગાવી રહ્યા છે. તેમનું માનવું છે કે, એચડીએફસી બેન્કમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું જંગી રોકાણ છે, પરંતુ વ્યાજદર વધવાને કારણે તેઓ આ શેરનું વેચાણ કરી રહ્યા છે, જેની અસર આ શેર પર પડી રહી છે. મોટાભાગના બ્રોકરેજ હાઉસે HDFC બેંકના શેર ખરીદ્યા છે. કેટલાકે આ સ્ટોકનો ટાર્ગેટ રૂ.2000 થી ઉપર રાખ્યો છે.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ પણ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનના સ્ટોકને જોરદાર માર માર્યો છે. HDFCમાં તેમનો મોટો હિસ્સો હતો અને હવે તે ભારતીય બજારોમાંથી બહાર નીકળી રહ્યા છે. આ સ્ટૉકની 200 દિવસની મૂવિંગ એવરેજ 2609 છે, જ્યારે હાલમાં તે 2157 રૂપિયામાં ઉપલબ્ધ છે. છેલ્લા 2 મહિનામાં HDFCના શેરમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર