Home /News /business /માર્કેટમાં 20-30% કરેક્શન માટે રહો તૈયાર, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કરો રોકાણ
માર્કેટમાં 20-30% કરેક્શન માટે રહો તૈયાર, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કરો રોકાણ
માર્કેટમાં 20-30% કરેક્શન માટે રહો તૈયાર, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કરો રોકાણ
Stock Market Expert Advice: મોતિલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિસના કો-ફાઉન્ડર અને માર્કેટના ખેરખાં ગણવામાં આવતા રામદેવ અગ્રવાલે તાજેતરના માર્કેટ અંગે ખૂબ જ મોટી વાત કરતાં કહ્યું કે ભારતીય રોકાણકારોએ ફોરેન રોકાણકારોની વેચવાલીથી ગભરાવવાની જરુર નથી, પરંતુ માર્કેટમાં આગામી સમયમાં 20-30 ટકાના કરેક્શન માટે તૈયાર રહેવું જોઈએ. આગામી સમયમાં ઓટો અને બેંકિંગ કંનપીઓ સારું પરિણામ આપશે.
બજારમાં ફરી એકવાર મંદી જોવા મળી રહી છે. ટોપ પર પહોંચવાની આશા હતી, પરંતુ હાલમાં 17 હજાર પર ટકી રહેવું તે એક પડકાર છે. ગ્લોબલ માર્કેટમાં પણ ખરાબ સંકેત જોવા મળી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિમાં બજારમાં જો કોઈ યોગ્ય રાહ દર્શાવી શકે છે, તો તે નિષ્ણાંત રામદેવ અગ્રવાલ છે. માર્કેટ ગુરુ સીરિઝમાં CNBC અવાજમાં મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસના કો-ફાઉન્ડર રામદેવ અગ્રવાલે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.
રોકાણકારોએ માત્ર કમાણી કરવાની છે
હાલમાં સમગ્ર વિશ્વના બજાર અને ભારતીય બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વના બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે, તેમ છતાં તમારે બજારમાં ટકીને રહેવું પડશે. રોકાણકારો શેરમાર્કેટમાંથી માત્ર કમાણી કરવા ઈચ્છે છે. લાંબાગાળામાં સારી કમાણી કરવા માટે IT શેરોને પોર્ટફોલિયોમાં રાખવા જોઈએ. તેમણે જણાવ્યું કે, IT સેક્ટરમાં પણ સારો ગ્રોથ જોવાની સંભાવના જોવા મળી રહી છે. અમેરિકી બજારોમાં ઉતાર-ચઢાવને કારણે ભારતીય IT કંપનીઓના શેર પર અસર અસર થશે.
એક ગ્લોબલ માર્કેટમાં ખરાબ સંકેત જોવા મળી રહ્યા છે. FIIs જવાની ક્રમ જળવાઈ રહ્યો છે, જેના કારણે ભારતીય બજાર પર શું અસર થશે? આ સવાલના જવાબમાં રામદેવ અગ્રવાલે જણાવ્યું હતું કે, રોકાણકારોએ FIIsના વેચાણથી ગભરાવું ન જોઈએ અને તેમણે ગ્રોથ સેક્ટરમાં પણ રોકાણ કરતા રહેવું જોઈએ. જો તમે માર્કેટ સાથે જોડાયેલા છો અને આ અંગે જાણકારી છે, તો તમારે 20-30% કરેક્શન માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ.
બેંકની ક્રેડિટ ડિમાન્ડ ખૂબ જ મજબૂત
તેમણે બેન્કિંગ શેર પર બહોળો દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રે બેન્ક સારું પ્રદર્શન કરી શકે છે. બેન્કની ક્રેડિટ ડિમાન્ડ ખૂબ જ મજબૂત થઈ છે. બેન્કના હાથમાં વધુ કાયદાકીય શક્તિ આવી ગઈ છે.
તેમણે કોઈપણ શેર અંગે વિશેષ વાત કરી નહતી. તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અનેક તક આવશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ PLI સ્કીમના કારણે આ ક્ષેત્રનો વિકાસ થશે. જેમાં વિદેશી કરતા ઘરેલુ ડિમાન્ડવાળા ક્ષેત્રે વધુ તક પ્રાપ્ત થશે. PLI સ્કીમથી ઉત્પાદન ક્ષેત્રે વિકાસ થશે.
રામદેવ અગ્રવાલે જણાવ્યું હતું કે, હિંદીમાં દેશના સૌથી મોટા અવાજમાં CNBC અવાજ છે. આ ચેનલથી લોકોને અનેક જાણકારી પ્રાપ્ત થાય છે. આજથી શરૂ થનાર કંપનીઓના ક્વાર્ટરના પરિણામ વિશે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ઓટો કંપનીઓ સારું રિટર્ન આપી શકે છે. તેમણે જણાવ્યું કે, કોમોડિટી સાથે જોડાયેલ કંપનીઓના પરિણામ પર પ્રેશર જોવા મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર