Home /News /business /

Hero MotoCorp Stock: હીરો મોટોકોર્પના ક્વાર્ટર 4ના રિઝલ્ટ બાદ રોકાણકારોએ શું કરવું?

Hero MotoCorp Stock: હીરો મોટોકોર્પના ક્વાર્ટર 4ના રિઝલ્ટ બાદ રોકાણકારોએ શું કરવું?

હીરો મોટોકોર્પ શેર

Hero MotoCorp Q4 results: હીરો મોટોકોર્પે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 21ના ​​ચોથા ક્વાર્ટરમાં રૂ. 8,690 કરોડની સરખામણીએ કામગીરીમાંથી આવક ઘટીને રૂ. 7,497 કરોડ થઈ છે.

નવી દિલ્હી: Hero MotoCorpના શેર (Hero MotoCorp Stocks) ફોકસમાં છે, કારણ કે કંપનીએ માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરનું તેનું રિઝલ્ટ જાહેર કર્યું છે. Hero MotoCorpએ જણાવ્યું હતું કે તેનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 30 ટકા ઘટીને રૂ. 621 કરોડ થયો છે. દેશની સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપનીએ નાણાંકીય વર્ષ 2020-21ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં રૂ. 885 કરોડનો નફો (Profit) નોંધાવ્યો હતો.

હીરો મોટોકોર્પે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 21ના ​​ચોથા ક્વાર્ટરમાં રૂ. 8,690 કરોડની સરખામણીએ કામગીરીમાંથી આવક ઘટીને રૂ. 7,497 કરોડ થઈ છે. ગુરુવારે આ શેર અગાઉના રૂ. 2,409.90ના બંધ સામે 3.83 ટકા વધીને રૂ. 2,502.10 પર બંધ રહ્યો હતો. કંપનીની માર્કેટ કેપ વધીને રૂ. 49,994.95 કરોડ થઈ હતી.

બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય


રિલાયન્સ સિક્યોરિટીઝને અપેક્ષા છે કે FY23Eમાં HMCLના સ્થાનિક વોલ્યુમમાં 7 ટકાનો ગ્રોથ જોવા મળશે. તેનું માનવું છે કે આગળ જતા વધુ સારું પ્રોડક્ટ મિક્સ, 2W ઉદ્યોગમાં સંભવિત વિકાસ સાથે નિયમિત ભાવ વધારો HMCLના માર્જિન વિસ્તરણને સમર્થન આપશે. વધુમાં તેણે જણાવ્યું કે, “સંભવિત ગ્રામીણ રીવાઇવલને ધ્યાનમાં રાખીને પ્રીમિયમ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને માંગને પહોંચી વળવા માટે HMCLની બજાર સ્થિતિ, E-2Wમાં પ્રવેશ અને FY24Eના 12.5x પર આકર્ષક મૂલ્યાંકન બાદ અમે રૂ. 2,900ના સુધારેલા લક્ષ્યાંક ભાવ સાથે HMCL પર અમારી બાય રેટિંગ આપીએ છીએ.”

IDBI કેપિટલનો અભિપ્રાય


IDBI કેપિટલે જણાવ્યું હતું કે, Hero MotoCorp (HMCL) Q4FY22 પરિણામો ઓછા વેચાણ અને ઓપરેટિંગ નફાને કારણે તમામ ગણતરીઓ પર અપેક્ષા કરતા ઓછા હતા. આગળ જતાં ગ્રામીણ અર્થતંત્રમાં તેજી, શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં અર્થતંત્રના તમામ ક્ષેત્રો ખોલવા થઈ અને ભારતમાં 2Wના પ્રવેશને કારણે મેનેજમેન્ટ વોલ્યુમ ગ્રોથના મોરચે હકારાત્મક વલણ તરફ રહે છે.

આ પણ વાંચો: આજે (6 મે) આ 20 શેરમાં કરો મોટી કમાણી, જાણો બજાર વિશ્લેષકોનો અભિપ્રાય

બ્રોકરેજ ફર્મે જણાવ્યું કે, "કંપની જુલાઈ 2022માં તેનું પ્રથમ EV ઉત્પાદન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે અને આગામી કેટલાક વર્ષોમાં રોકાણ અને નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારી કરી છે. બદલાતા બિઝનેસ વાતાવરણ અને કોમોડિટીના ભાવ ફુગાવાના પરિબળ માટે અમે અમારા વોલ્યુમ અને PAT અંદાજમાં FY23 અને FY24 માટે અનુક્રમે 15.8 ટકા/14.8 ટકા અને 16.9 ટકા/15.2 ટકાથી નીચો સુધારો કર્યો છે. અમે રૂ. 2,872ના સુધારેલ ટાર્ગેટ પ્રાઇસ સાથે શેરને 'બાય' રેટિંગ આપીએ છીએ."

શેર માટે બાય રેટિંગ


Systematixએ જણાવ્યું હતું કે,"Hero MotoCorp (HMCL) 4QFY22 ઓપરેટિંગ પર્ફોર્મન્સ અમારા અંદાજ કરતાં 7 ટકા ઓછું હતું, જેમાં ગ્રોસ માર્જિનમાં વિસ્તરણને સરભર કરતાં અન્ય ઊંચા ખર્ચ પણ હતા. કંપનીએ FY22માં 260 bps બજાર હિસ્સો ગુમાવ્યો હતો."

આ પણ વાંચો: 5,180 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક, જાણો તમારા શહેરમાં આજનો ભાવ 

તેણે વધુમાં ઉમેર્યું કે, "કોમોડિટી ફુગાવાના પરિબળને ધ્યાનમાં રાખીને અમે અમારા FY23/24E EBITDAમાં અનુક્રમે 10 ટકા/5 ટકાનો ઘટાડો કર્યો છે, પરંતુ માનીએ છીએ કે સ્થાનિક 2W માંગમાં સુધારો અને સફળ EV લોન્ચ નજીકના ગાળામાં રિ-રેટિંગ તરફ દોરી શકે છે. અમે રૂ. 2,750 (10x FY24E EV/EBITDA)ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય રેટિંગ આપીએ છીએ."

શેરની કિંમત


આજે 06 મેના રોજ સવારે 10:50 વાગ્યે હીરો મોટોકોર્પનો શેર 0.83 ટકા અથવા 20.80 રૂપિયા વધીને 2,522.45 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Share market, Stock market, Stock tips

આગામી સમાચાર