Home /News /business /Stock Market: તાજેતરમાં લિસ્ટ થયેલી 12 કંપનીઓના શેર ઓલ ટાઇમ લૉ પર પહોંચ્યા, પેટીએમનો શેર 60% તૂટ્યો

Stock Market: તાજેતરમાં લિસ્ટ થયેલી 12 કંપનીઓના શેર ઓલ ટાઇમ લૉ પર પહોંચ્યા, પેટીએમનો શેર 60% તૂટ્યો

સેન્સેક્સ, નિફ્ટીમાં કડાકો (પ્રતીકાત્મક તસવીર)

Paytm stock crash: ઝોમાટો, નાયકા અને પેટીએમ સહિત તાજેતરમાં લિસ્ટ થયેલી કંપનીઓના શેરમાં સોમવારે ભારે વેચવાલી જોવા મળી હતી. આ કંપનીઓના શેર ઓલ ટાઈમ લૉ સપાટી પર પહોંચી ગયા છે.

    મુંબઈ. Stock Market: તાજેતરમાં લિસ્ટ થયેલી કંપનીઓના શેર સોમવારે ભારે વેચવાલીના દબાણ હેઠળ હતા. જેના પગલે ફૂડ ડિલીવરી કંપની ઝોમાટો (Zomato), ઈ-કોમર્સ કંપની નાયકા (Nykaa) અને ફિનટેક સેક્ટરની દિગ્ગજ કંપની પેટીએમ (Paytm) સહિત તાજેતરમાં લિસ્ટ થયેલી 12 કંપનીઓના શેર ઇન્ડ્રા ડે દરમિયાન BSE પર પોતાની અત્યારસુધીની સૌથી નીચલી સપાટી પર પહોંચી ગયા હતા.

    ડેટા પેટર્ન (ઇન્ડિયા), સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સ કંપની, વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર, કારટ્રેડ સેન્ટર, ડોડલા ડેરી, ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ, નુવાકો વિસ્ટાસ કોર્પોરેશન, રેલટેલ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા અને સૂર્યોદય સ્મૉલ ફાઇનાન્સય બેંક જેવા શેર્સ સોમવારે છ ટકા સુધી તૂટી ગયા હતા. ઇન્ડ્રા ડે દરમિયાન આ શેરમાં અત્યારસુધીની સૌથી નીચલી સપાટી જોવા મળી હતી.

    ઝોમાટો શેર (Zomato Stock)

    ઝોમાટોના શેર (Zomato Stock) સોમવારે BSE પર 7.15 ટકા તૂટીને 82.40 રૂપિયા પર બંધ રહ્યો હતો. ઇન્ડ્રા ડે દરમિયાન શેર 80.65 રૂપિયા સુધી આવી ગયો હતો. આ તેની સૌથી નીચલી સપાટી છે. વર્ષ 2022ની શરૂઆતથી અત્યારસુધી ઝોમાટોનો શેર 71.70 ટકા સુધી તૂટી ચૂક્યો છે.

    પેટીએમ શેર (Paytm Stock)

    આ જ રીતે પેટીએમનો શેર સોમવારે BSE પર 4.70 ટકા સુધી ઘટીને 864 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. ઇન્ડ્રા ડે દરમિયાન આ શેર 860 રૂપિયા સુધી તૂટી ગયો હતો, જે તેનું અત્યારસુધીનું સૌથી નીચલું સ્તર છે. આ રીતે પેટીએમનો શેર પોતાની 2150 રૂપિયાની ઇશ્યૂ કિંમતથી અત્યારે 60 ટકા સુધી તૂટી ગયો છે.

    આ પણ વાંચો: Sensex મહિનામાં 4,818 પોઇન્ટ તૂટ્યો, નાના રોકાણકારોએ બદલી બજારોની સ્થિતિ

    નાયકા શેર (Nykaa Stock)

    નાયકાના શેરમાં સોમવારે 7.75 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શેર 1515.45 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. ઇન્ટ્રા ડે દરમિયાન શેર 1493.45 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો, જે તેની અત્યારસુધીની સૌથી નીચલી સપાટી છે. વર્ષ 2022ની શરૂઆતથી અત્યારસુધી નાયકાનો શેર 27.35 ટકા સુધી તૂટી ગયો છે.

    આ પણ વાંચો: LIC: ભારતના સૌથી મોટા IPO માટે પોલિસીધારકોએ આ 5 બાબતોનું અવશ્ય રાખવું જોઈએ ધ્યાન

    તાજેતરમાં લિસ્ટ થયેલી કંપનીઓના શેરમાં સોમવારે કેટલો ઘટાડો નોંધાયો?
    કંપની14 Feb બંધઘટાડો (%)ઇન્ટ્રા ડે 
    પેટીએમ8644.7860
    ઝોમાટો82.47.1580.65
    Nykaa1515.457.751493.45
    AGS ટ્રાન્ઝેક્ટ129.49.26123.65
    ડેટા પેર્ન650.18.79641.3
    ટેગા ઇન્ડસ્ટ્રીઝ492.86.94485.95
    સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ737.754.61728.7
    કેમપ્લાસ્ટ સનમાર496.68.16492
    Exxaro ટાઇલ્સ120.65.3119.5
    ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ529.42.64528.5



    સોમવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ લગભગ ત્રણ ટકા સુધી તૂટ્યો હતો. ગત સેશનમાં 1.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સોમવારે સેન્સેક્સ 1747 પોઇન્ટ તૂટીને 56,406 અને નિફ્ટી50 532 પોઈન્ટ તૂટીને 16,843 પર બંધ રહ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Paytm, Share market, Stock market, Stock tips, Zomato, સેન્સેક્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन