Home /News /business /

શેર બજારમાં ભૂકંપ: સેન્સેક્સ 850 પોઇન્ટ તૂટ્યો, રૂ. 3 લાખ કરોડનું નુકસાન

શેર બજારમાં ભૂકંપ: સેન્સેક્સ 850 પોઇન્ટ તૂટ્યો, રૂ. 3 લાખ કરોડનું નુકસાન

પ્રતિકાત્મક તસવીર

શેરનું રોકાણ 1,43,71,351.05 કરોડ રૂપિયાથી ઘટીને 1,40,57,705.04 કરોડ રૂપિયા થઇ ગયુ છે

    મુંબઇ: સ્થાનિક બજારમાં સતત બીજા દિવસે ભારે ધોવાણ જોવા મળી રહ્યું છે.  જેના કારણે રોકાણકારોએ બે દિવસમાં આસરે રૂપિયા 3 લાખ કરોડનું નુકસાન વેઠવુ પડ્યુ છે. અમેરિકન ડોલરની સરખામણીએ રૂપિયામાં સતત કમજોરી વધુ થયા બાદ વિદેશી રોકાણકારો તરફથી થયેલી વેચવાલીને જોતા ભારતીય શેર બજાર ખુબજ ધોવાઇ ગયુ છે. BSEનાં 30 શેર્સ વાળા મુખ્ય ઇન્ડેક્સ અત્યાર સુધીમાં સેન્સેક્સ 850 પોઇન્ટનો ઘટાડા સાથે 35,128નાં સ્તર પર આવી ગયો છે. તો NSEનાં 50 મુખ્ય શેરનો ઇન્ડેક્સ નિફ્ટી 250 અંકનાં ઘટાડા સાથે 10,599નાં સ્તર પર આવી ગયો છે.

    ડુબ્યા 3.13 લાખ કરોડ રૂપિયા-
    શેર બજારમાં ભારે ઘટાડાને કારણે રોકાણકારોનાં 3.13 લાખ કરોડ રૂપિયા ડુબી ગયા છે. ખરેખરમાં BSE પર લિસ્ટેડ કંપનીઓનાં શેરનું રોકાણ 1,43,71,351.05 કરોડ રૂપિયાથી ઘટીને 1,40,57,705.04 કરોડ રૂપિયા થઇ ગયુ છે.

    બજાર માટે ગુરૂવારનો દિવસ સારો સાબિત થયો નથી. ગુરૂવારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 604 પોઇન્ટ ડાઉન હતું.  604 પોઇન્ટનાં ઘટાડા સાથે જ હાલમાં માર્કેટ 35,370નાં સ્તરે છે.

    સતત નબળો પડતો રૂપિયો અને ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતોનાં કારણે ગુરૂવારે પણ  સ્થાનિક શેર માર્કેટમાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો હતો. ગરૂવારે રૂપિયાની કિંમતમાં ફરી એક વખત રેકોર્ડ સ્તરે ઘટાડો થો હતો.  ડોલરની સરખામણીએ ગુરૂવારે રૂપિયો 73.70નાં સ્તરે પહોચ્યો હતો.

    આ પણ વાંચો- US ડોલર સામે રૂપિયામાં કડાકોઃ 73.34ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો

    બુધવારની વાત કરીએ તો BSEનાં 30 શેરનાં મુખ્ય ઇનડેક્સ સેન્સેક્સ 550 અંકનાં ઘટાડા સાથે 35,976નાં સ્તરે બંધ થયા છે. તો NSEનાં 50 શેર વાળુ ઇન્ડેક્સ નિફ્ટી 150 પોઇન્ટનાં ઘટાડા સાથે 10,858નાં લેવલે બંધ થયુ હતું.

    આ પણ વાંચો-સબસિડી વગરનો ગેસ સિલેન્ડર 59 રૂપિયા અને સબસિડી વાળો 2.89 રૂપિયા મોંઘો થયો

    કોટક મ્યુચુઅલ ફંડનાં એમડી નીલેશ શાહનું કહેવું છે કે, ''કરન્સી (ઇન્ડિયન રૂપિયા), ક્રેડિટ, ઇન્ટરેસ્ટ માર્કેટથી મળેલાં ખરાબ સંકેતને કારણે માર્કેટમાં ધોવાણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત IL&FSનાં રેટિંગ ડાઉનગ્રેડ હોવાથી વધુ દબાણ બન્યું છે. જોકે, તેમનું કહેવું છે કે, રોકાણકારોએ હાલમાં ગભરાવવાની જરૂર નથી. પણ આ ઘટાડાનો લાભ લઇને સારા શેર્સમાં ઇનવેસ્ટ કરવું જોઇએ. તેનો તેમને લાભ મળશે.''
    Published by:Margi Pandya
    First published:

    Tags: Stock market

    આગામી સમાચાર