અમેરિકન બજારમાં કડાકાના કારણે દુનિયાભરનું શેરબજાર પણ ગગડી પડ્યું છે. ભારતીય શેર માર્કેટ પર પણ આ સંકેતોની અસર જોવા મળી રહી છે. ગુરૂવારે શરૂઆતના બિઝનેસમાં સેન્સેક્સ 5 મિનીટમાં જ 1000 પોઈન્ટથી વધારે તૂટ્યો. આ કડાકાના પગલે રોકાણકારોના 3 લાખ કરોડથી વધારે રૂપિયા સ્વાહા થઈ ગયા. જોકે, એક્સપર્ટનું માનવું છે કે, રોકાણકારોે હાલમાં ગભરાવવાની કોઈ જરૂરત નથી. આ કડાકાના સમયમાં મજબૂત ફંડામેન્ટલવાળી કંપનીઓમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે.
... અને ડુબી ગયા 3 લાખ કરોડ - બુધવારે શેર બજાર બંધ થયા બાદ બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના શેરની વેલ્યુ કિંમત કુલ 1,38,39,750.40 કરોડ રૂપિયા હતી. જોકે, ગુરૂવારની સવારે 5 મિનીટમાં જ આ પડીને 1,35,39,080.69 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. એવામાં રોકામકારોના 3.42 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે.
કેમ ગગડી પડ્યું બજાર - એપ્પલની પ્રોડક્ટની ડિમાન્ડ ઘટવાના સમાચારના કરણે અમેરિકામાં ટેક્નોલોજી શેરમાં કડાકો થયો. સાથે, બોન્ડ યીલ્ડમાં આવેલી તેજીના કારણે રોકાણકારોએ પોતાના પૈસા શેરબજારમાંથી નીકાળી બોન્ડ માર્કેટમાં લગાવવાનું શરૂ કરી દીધુ છે. આ બધા કારણોના કારણે જ અમેરિકાનું બજાર ધરાશાયી થઈ ગયું. ગૂરૂવારની સવારે એશિયન બજાર પર આ સંકેતોની અસર જોવા મળી. જાપાન, ચીન અને ભારતીય બજારોમાં ભારે કડાકો નોંધવામાં આવ્યો.
ટેક શેરની જોરદાર પિટાઈના કારણે અમેરિકન બજારમાં મોટો કડાકો જોવા મળ્યો. ટેક્નોલોજી સેક્ટર માટે 7 વર્ષનો સૌથી વધારે ખરાબ દિવસ રહ્યો. જ્યારે ડાઓ જોન્સમાં 8 મહિનાનો સૌથી મોટો કડાકો નોંધાયો. જોકે, બજારો પર વ્યાજદરોમાં ઉછાળાનું દબાણ છે. 10 વર્ષની બોન્ડ યીલ્ડ 7 વર્ષની નવી ઉંચાઈ પર છે. બુધવારે કારોબારી સત્રમાં ડાઓ જોંસ 832 પોઈન્ટ એટલે કે, 3.15 ટકાના કડાકાની સાથે 25,999ના સ્તર પર બંધ થયો છે. નેસ્ડેક 316 પોઈન્ટ એટલે કે, 4.1 ટકા ગગડીને 7422ના સ્તર પર બંધ થયો છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 95 પોઈન્ટ એટલે કે, 3.3 ટકાની નબળાઈ સાથે 2,785.7ના સ્તર પર બંધ થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર