Home /News /business /Infosys stock: ઇન્ફોસિસના રોકાણકારોએ મિનિટોમાં જ ગુમાવ્યા 40,000 કરોડ રૂપિયા, ચોથા ત્રિમાસિક પરિણામ બાદ શેર તૂટ્યો

Infosys stock: ઇન્ફોસિસના રોકાણકારોએ મિનિટોમાં જ ગુમાવ્યા 40,000 કરોડ રૂપિયા, ચોથા ત્રિમાસિક પરિણામ બાદ શેર તૂટ્યો

ઇન્ફોસિસના શેરમાં કડાકો

Infosys stock: દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસિસનો નેટ પ્રોફિટ (Infosys net profit) માર્ચ ત્રિમાસિકમાં 12 ટકા વધીને 5,686 કરોડ રૂપિયા રહ્યો હતો. એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિકમાં કંપનીનો નેટ પ્રોફિટ 5,076 કરોડ રૂપિયા રહ્યો હતો.

વધુ જુઓ ...
    મુંબઇ. Infosys Share Price: ઇન્ફોસિસ (Infosys stock)ના રોકાણકારો માટે સોમવારની સવાર સારી ન રહી. બજાર ખુલતાની સાથે જ Infosysનો શેર છ ટકા તૂટી ગયો હતો. જેનું કારણ કંપનીનું પરિણામ અપેક્ષા કરતા નબળું રહ્યું હોવાનું છે. શરૂઆતના ટ્રેડિંગમાં BSE પર ઇન્ફોસિસની માર્કેટ કેપ (Infosys market cap) ઘટીને 6,92,281 કરોડ રૂપિયા પર આવી ગઈ હતી. સવારે 9:30 વાગ્યે કંપનીનો શેર 6.70% એટલે કે 117.55 રૂપિયા તૂટીને 1631 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. શેરની કિંમતમાં આવેલા ઘટાડાને પગલે થોડી જ મિનિટોમાં રોકાણકારોએ 40,000 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.

    ઇન્ફોસિસનું પરિણામ


    દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસિસનો નેટ પ્રોફિટ (Infosys net profit) માર્ચ ત્રિમાસિકમાં 12 ટકા વધીને 5,686 કરોડ રૂપિયા રહ્યો હતો. એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિકમાં કંપનીનો નેટ પ્રોફિટ 5,076 કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2022ના ચોથી ત્રિમાસિક (જાન્યુઆરી-માર્ચ 2022) દરમિયાન કંપનીની આવક 23% વધીને 32,276 કરોડ રૂપિયા રહી હતી. એક વર્ષ પહેલા સમાન સમયગાળા દરમિયાન કંપનીની આવક 26,311 કરોડ રૂપિયા રહી હતી.

    આવકનો અંદાજ


    કંપનીએ કહ્યું છે કે નાણાકીય વર્ષ 2023માં કંપનીનો માર્જિન 21-23 ટકા રહી શકે છે. CNBC-TV18ના પોલમાં આ ગાઇડન્સ 22-24 ટકા કહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: સપ્તાહના પ્રથમ દિવસે સોનાની કિંમતમાં ઉછાળો

    આખા નાણાકીય વર્ષ 2022માં કંપનીનો કોન્સ્ટન્ટ રેવન્યૂ ગ્રોથ 19.7 ટકા રહ્યો છે, જ્યારે કંપનીએ પોતાના ગાઇડન્સમાં તે 19.5-20 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. આ જ રીતે નાણાકીય વર્ષ 2022માં કંપનીનું માર્જિન 23 ટકા રહ્યું હતું. જ્યારે કંપનીએ પોતાના ગાઇડન્સમાં તે 22-24 ટકા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.

    ચોથા ત્રિમાસિકમાં કંપનીને 2.3 અબજ ડૉલરનો મોટો ઓર્ડર મળ્યો છે. ઇન્ફોસિસના સીઈઓએ આ પ્રસંગે કહ્યુ છે કે કંપની સારા પ્રદર્શનની સાથે સાથે માર્કેટમાં પોતાની ભાગીદારી વધારા રાખવામાં સફળ રહી છે.

    આ પણ વાંચો: મારુતિ સુઝુકીની કાર્સ આજથી થશે મોંઘી, વાંચો અહેવાલ 

    શેર બજારમાં કડાકો (Share Market crash)


    વિશ્વભરના શેર બજારમાંથી મળેલા નબળા સંકેત વચ્ચે આજે ભારતીય શેર બજારની શરૂઆત નબળી થઈ હતી. સવારે બજાર ખુલતા જ સેન્સેક્સમાં એક હજાર પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. 10: 55 વાગ્યે સેન્સેક્સ 2.16 ટકા એટલે કે 1260થી વધુ પોઈન્ટ તૂટીને 57,077 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 1.89 ટકા એટલે કે 330 પોઇન્ટ તૂટીને 17,145 પર ટ્રેડ કરી રહ્યો હતો.

    ઇન્ફોસિસ શેર (Infosys stock)


    10:55 વાગ્યે ઇન્ફોસિસનો શેર 7.23 ટકા એટલે કે 126.40 રૂપિયા તૂટીને 1,622.15 રૂપિયાના સ્તર પર હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Infosys, Investment, Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन
    विज्ञापन