Home /News /business /

Stock Markets: શું શેરબજારમાં કડાકાએ તમારી પણ ચિંતા વધારે દીધી છે?

Stock Markets: શું શેરબજારમાં કડાકાએ તમારી પણ ચિંતા વધારે દીધી છે?

સેન્સેક્સમાં કડાકો

Stock Market crash: વર્ષ 2020ની 23 માર્ચના રોજ સેન્સેક્સ ઘટીને 27,000 અંક નીચે આવી ગયો હતો. જે બાદમાં માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી હતી. ગત વર્ષે ઓક્ટોબરમાં સેન્સેક્સ 62,000ના સ્તરને પાર કરી ગયો હતો. જેનાથી યુવા રોકાણકારોએ જાણે કે ઉત્સવ મનાવ્યો હતો.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સ્ટૉક માર્કેટ (Stock Markets)માં ઘટાડાથી મોટા રોકાણકારોને વધારે ફરક નથી પડતો. જોકે, નાના રોકાણકારોની ઊંઘ ચોક્કસ હરામ થઈ જાય છે. હકીકતમાં આજે (સોમવારે) સેન્સેક્સ (Sensex)માં ફરી 1,000થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આ વાતને લઈને 'શિવમ' ખૂબ ડરી ગયો છે. શિવમને લાગે છે કે જો બજારમાં ઘટાડો ચાલુ રહેશે તો તેને ખૂબ મોટું નુકસાન થઈ જશે. આ ફક્ત શિવમના વિચારો નથી. છેલ્લા બે વર્ષમાં શેર બજાર (Indian Share Market)માં એન્ટ્રી કરનારા લાખોની સંખ્યામાં યુવાઓ આવું વિચારે છે.

    જોકે, શિવમનો પોર્ટફોલિયો સારો છે. શિવમે મજબૂત કંપનીઓના શેર ખરીદ્યા છે. શિવમે માર્કેટમાં એ સમયે પ્રવેશ કર્યો હતો જ્યારે કોરોના મહામારી (Corona Pandemic) શરૂ થઈ હતી. વર્ષ 2020ની 23 માર્ચના રોજ સેન્સેક્સ ઘટીને 27,000 અંક નીચે આવી ગયો હતો. જે બાદમાં માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી હતી. ગત વર્ષે ઓક્ટોબરમાં સેન્સેક્સ 62,000ના સ્તરને પાર કરી ગયો હતો. જેનાથી યુવા રોકાણકારોએ જાણે કે ઉત્સવ મનાવ્યો હતો.

    શિવમ જેવા રોકાણકારો શા માટે પરેશાન?

    શિવમ જેવા રોકાણકારોની સમસ્યા એ છે કે જ્યારે શેરબજાર ઉપર જઈ રહ્યું હતું ત્યારે તેઓ મજા લઈ રહ્યા હતા. તેઓ દરરોજ સાંજે તેમનો પોર્ટફોલિયો જોઈને ગદગદીત થઈ જતા હતા. તેઓ જોતા હતા કે તેમનો પોર્ટફોલિયો ખૂબ વધી ગયો છે. જોકે, હવે બે દિવસના ઘટાડાથી તેઓ નિરાશ થઈ ગયા છે. તેમને તેમના પૈસા ડૂબ જવાનો ડર લાગવા લાગ્યો છે. યોગ્ય સલાહ ન મળે ત્યારે તેઓ પોતાના શેર ઓછી કિંમતે વેચવા લાગે છે. જેનાથી તેમની આખી રણનીતિ ખોટી સાબિત થાય છે. સમજદારી એવી હોય કે તમે ઓછા ભાવે ખરીદી કરો અને વધારે ભાવે વેચો.

    આ પણ વાંચો: Stocks Vs Mutual Funds: સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડ, બંનેમાંથી શેમાં રોકાણ કરવું વધુ લાભદાયક?

    વોરન બફેટે શું કહ્યું?

    રોકાણકારોએ એટલું સમજી લેવું જોઈએ કે બજારમાં જો તેજી આવે છે તો ઘટાડો પણ આવી શકે છે. આથી દરેક ઘટાડા પર પોતાની રણનીતિ પર પુનર્વિચાર કરવાની જરૂર નથી. જો તમે સમજી વિચારીને માર્કેટમાં પૈસા લગાવ્યા છે તો તમારે ઘટાડા પર ડરવાની કોઈ જરૂર નથી. જો તમે બે ચાર દિવસમાં નફો રડી લેવાના વિચાર સાથે પૈસા લગાવ્યા હોય તો તમને નુકસાન થઈ શકે છે. હકીકતમાં સ્ટોક માર્કેટ રોકાણકારની ઈમાનદારીની આશા રાખે છે. આ માટે જ દુનિયાના પ્રસિદ્ધ રોકાણકાર વોરન બફેટે કહ્યુ છે કે, જો બીજા લોકો લાલચ કરી રહ્યા છે તો તમારે ડરવાની જરૂરી નથી. જો બીજા ડરી રહ્યા છે તો તમારી લાલચ કરવાની જરૂર છે.

    આ પણ વાંચો: Stock Market Closing Bell: સેન્સેક્સ 1023 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 17,300 નીચે બંધ; જાણો કડાકાના કારણો

    ડરવા કે ચિંતા કરવાની જરૂર નથી!

    બફેટનો મતલબ એવો છે કે બજારમાં જ્યારે ઘટાડો હોય ત્યારે તેનો ઉપયોગ ખરીદી માટે કરી શકાય છે, ન તો વેચવા માટે. આથી શિવમ જેવા રોકાણકારોએ ડરવાની કે ચિંતા કરવની જરૂર નથી. ચઢ્યા બાદ બજારમાં ઘટાડો સ્વાભાવિક છે. આવું દશકાઓથી થતું આવે છે. સ્ટોક માર્કેટમાં ટકી રહેતા રોકાણકારો જ મોટી કમાણી કરે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BSE, Investment, NSE, Share market, સેન્સેક્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन