Home /News /business /

Stock Market: બજારમાં આ અઠવાડિયે ઘટાડાનો સીલસીલો તૂટ્યો; આવતા અઠવાડિયે કેવી રહેશે બજારની ચાલ?

Stock Market: બજારમાં આ અઠવાડિયે ઘટાડાનો સીલસીલો તૂટ્યો; આવતા અઠવાડિયે કેવી રહેશે બજારની ચાલ?

સેન્સેક્સ નિફ્ટી ઉછળ્યા

Stock Market Next Week: ગત અઠવાડિયે તમામ સેક્ટોરિયન ઇન્ડેક્સ લીલા નિશાન પર બંધ રહ્યા હતા. આ દરમિયાન નિફ્ટી મીડિયા અને ફાર્મા ઇન્ડેક્સમાં છ-છ ટકાનો વધારો નોંધાયો હતો.

  મુંબઈ: બજારે (Indian share market) ગત અઠવાડિયાના નુકસાનની લગભગ ભરપાઈ કરી દીધી છે. 11 માર્ચના રોજ પૂર્ણ થયેલા ખૂબ વોલેટાઇલ અઠવાડિયે સતત ચાર અઠવાડિયાના ઘટાડાનો ટ્રેન્ડ તૂટ્યો હતો. અઠવાડિયાની નબળી શરૂઆત પછી રશિયા અને યુક્રેન યુદ્ધ (Russia Ukraine war), પાંચમાંથી ચાર રાજ્યમાં બીજેપીની શાનદાર જીતથી બજારને મોમેન્ટમ મળ્યું હતું. જેનાથી રોકાણકારોનો વિશ્વાસ પરત ફર્યો હતો. ગત અઠવાડિયે બીએસઈ સેન્સેક્સ (Sensex) 1,216.49 પોઈન્ટ (2.23 ટકા) વધીને 55,550.3 પર બંધ થયો હતો. નિફ્ટી-50 (Nifty 50) 385.15 પોઇન્ટ (2.37 ટકા)ની તેજી સાથે 16,630.5 ના સ્તર પર બંધ રહ્યો હતો.

  આ દરમિયાન સ્મૉલ કેપ ઇન્ડેક્સ (Small cap index)માં 3.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ મિડ કેપ ઇન્ડેક્સ (Mid cap index)માં ત્રણ ટકાનો વધારો જોવા મળ્યો હતો. લાર્જ કેપની વાત કરીએ તો તેમાં 2.2 ટકાનો વધારો રહ્યો હતો. લાર્જ કંપનીમાંથી સિપ્લા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, સન ફાર્મા, એસબીઆઈ કાર્ડ્સ, ડીએલએફ, અદાણી એન્ટરપ્રાઇઝ, Zydus Lifesciences અને એશિયન પેઇન્ટ્સના શેરમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ અદાણી ટોટલ ગેસ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, બંધન બેંક, Bosch, એક્સિસ બેંક, અને Hindustan Zinc ના શેર્સમાં ઘટાડો નોંધાયો હતો.

  તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લીલા નિશાન પર બંધ


  ગત અઠવાડિયે તમામ સેક્ટોરિયન ઇન્ડેક્સ લીલા નિશાન પર બંધ રહ્યા હતા. આ દરમિયાન નિફ્ટી મીડિયા અને ફાર્મા ઇન્ડેક્સમાં છ-છ ટકાનો વધારો નોંધાયો હતો. બીજી તરફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને રિયલ ઇન્ડેક્સમાં ત્રણ-ત્રણ ટકાનો વધારો જોવામાં આવ્યો હતો.

  FII Vs DII


  વિદેશી સંસ્થાગત રોકાણકારો (Foreign institutional investors - FIIs) તરફથી 24,688.44 કરોડ રૂપિયાની ઇક્વિટીનું વેચાણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારો (Domestic institutional investors- DIIs)એ 17,729.12 કરોડ રૂપિયાની ઇક્વિટી ખરીદી હતી. માર્ચ મહિનામાં અત્યારસુધી FIIs તરફથી 43,303.05 કરોડ રૂપિયાની ઇક્વિટી વેચવામાં આવી છે, જ્યારે DIIs તરફથી 30,329.05 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી છે. ભારતીય રૂપિયો 11 માર્ચના રોજ 43 ટકા ઘટીને 76.59 પ્રતિ ડૉલરના સ્તર પર બંધ થયો હતો. ચોથી માર્ચના રોજ રૂપિયા 76.16 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.

  આ પણ વાંચો: પેટ્રોલની કિંમતમાં લીટરે 50 રૂપિયા અને ડીઝલમાં 75 રૂપિયાનો વધારો

  આવતા અઠવાડિયે કેવી રહેશે બજારની ચાલ


  1) 5paisa.com ના રુચિત જૈનનું કહેવું છે કે અઠવાડિયાના શરૂઆત નબળા વૈશ્વિક સંકેતોને પગલે નબળી થઈ હતી. જોકે, માર્કેટમાં સારી રિકવરી જોવા મળી હતી. જો આંકડા પર નજર કરીએ તો 16,800નું લેવલ નિફ્ટી માટે મહત્ત્વનું બની ગયું છે. આથી નિફ્ટીએ જો ઉપર જવું હશે તો આ વિઘ્નને તોડવું પડશે. બજારમાં તાજેતરમાં આવી રહેલા ઉતાર-ચઢાણ માટે રશિયા-યુક્રેન યુદ્ધ જવાબદાર છે. આ જ કારણે કોમોડિટીની કિંમતમાં તેજી આવી છે. રશિયા-યુક્રેન યુદ્ધ મામલે કોઈ સારા સમચાાર માર્કેટને રાહત આપી શકે છે. નિફ્ટી જ્યાં સુધી 16,800-17,000નું લેવલ ન તોડે ત્યાં સુધી રોકાણકારોને પસંદગીના શેરમાં જ રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. હાલ નિફ્ટી માટે 16,350 અને 16,200ના ઝોન તરફથી સપોર્ટ છે.

  આ પણ વાંચો: આ છ કેમિકલ શેર માટે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે આપ્યું બાય રેટિંગ

  2) Geojit Financial Services ના વિનોદ નાયરનું કહેવું છે કે આગામી અઠવાડિયે બજારનું ધ્યાન કોમોડિટીની કિંમતો અને રશિયા અને યુક્રેન વચ્ચે કુટનીતિક પ્રગતિ પર રહેશે. જો આ બંને પરિબળો બરાબર રહે છે તો ભારતના બજાર પર તેની સારી અસર પડશે. જો બંને નેગેટિવ રહેશે તો બજારમાં ફરીથી અસ્થિરતા આવી શકે છે. આ ઉપરાંત બજારની નજર આવતા અઠવાડિયે આવનારા ભારત અને યૂએસના મોંઘવારીના આંકડા અને બેંક ઑફ ઇંગ્લેન્ડ અને યૂએસ ફેડની બેઠક પર પણ રહેશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

  આગામી સમાચાર