Home /News /business /

Stock Market Closing Bell: સેન્સેક્સ 1023 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 17,300 નીચે બંધ; જાણો કડાકાના કારણો

Stock Market Closing Bell: સેન્સેક્સ 1023 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 17,300 નીચે બંધ; જાણો કડાકાના કારણો

શેરબજારમાં કડાકો

Indian Share Market down: આજના ટ્રેડિંગમાં Tata Consumer Products, HDFC Bank, HDFC Life, L&T અને Bajaj Finance નિફ્ટીના ટૉપ લૂઝર રહ્યા હતા. જ્યારે Power Grid Corp, ONGC, NTPC, Shree Cements અને Tata Steel ટૉપ ગેનર રહ્યા હતા.

  નવી દિલ્હી: અઠવાડિયાના પ્રથમ દિવસે બજાર (Stock Market close)માં વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધારે ઘટીને બંધ (Sensex Closing bell) રહ્યો છે. આજના બિઝનેસમાં મિડકેપ (Midcap), સ્મૉલકેપ (Small cap) શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. દિવસના અંતે સેન્સેક્સ 1023.63 પોઈન્ટ તૂટીને 57,621.19 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 50 આજે 302.70 પોઈન્ટ ઘટીને 17,213.60 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં 1.75% અને નિફ્ટીમાં 1.73 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

  આજે દિવસના અંતે BSE મિડકેપ ઇન્ડેક્સ 1.25 ટકા તૂટીને 24,441.84ના સ્તર પર બંધ રહ્યો હતો. જ્યારે સ્મૉલકેપ ઇન્ડેક્સ 0.75 ટકા તૂટીને 29,480.13ના સ્તર પર બંધ રહ્યો હતો.

  ટોપ લૂઝર અને ગેનર

  આજે Tata Consumer Products, HDFC Bank, HDFC Life, L&T અને Bajaj Finance નિફ્ટીના ટૉપ લૂઝર રહ્યા હતા. જ્યારે Power Grid Corp, ONGC, NTPC, Shree Cements અને Tata Steel ટૉપ ગેનર રહ્યા હતા.

  આજે પીએસયૂ બેંક, મેટર અને પવાર સેક્ટરને બાદ કરતા તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લાલ નિશાન પર બંધ રહ્યા હતા. FMCG, IT, bank, healthcare, realty, capital goods ઇન્ડેક્સ આજે 1-2 ટકા તૂટીને બંધ રહ્યા હતા.

  જિયોજિય ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ માર્કેટ સ્ટ્રેટજિસ્ટ આનંદ જેમ્સે કહ્યું કે, "ઉપરની બાજુએ વિશ્વાસ માટે નિફ્ટી 17,580નું સ્તર તોડે તે જરૂરી છે. સોદા પહેલા17,420-380નું સતર ધ્યાનમાં રાખવું જરૂરી છે."

  શેર માર્કેટમાં કડાકા પાછળના કારણો:

  1) ક્રૂડ ઓઇલ 100 ડૉલર નજીક

  વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની આવેલી રેલી થમવાનું નામ નથી લઈ રહી. આ ક્રમમાં બ્રેન્ટ આજે એશિયન બજારમાં 94 ડૉલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચ્યો હતો. છેલ્લા એક મહિનામાં તેમાં 14 ટકાનો વધારો થયો છે. આગામી અઠવાડિયામાં તે 100 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી શકે છે. ક્રૂડ ઓઇલમાં મજબૂતી ભારતીય અર્થતંત્ર માટે નેગેટિવ છે. ક્રૂડ ઓઇલનો ભાવ વધે તો તેની કન્ઝ્યુમર ડિમાન્ડ પર અસર પડે છે. સાથે જ રિઝર્વ બેંક પર મૉનિટરી પૉલિસીને વધારે સખ્ત બનાવવાનું દબાણ વધે છે.

  આ પણ વાંચો: SBI Stock: સારા પરિણામ બાદ એસબીઆઈનો શેર ઉછળ્યો, બ્રોકરેજ પાસેથી જાણો શેરની ખરીદી કરવી, હોલ્ડ કરવો કે વેચી દેવો

  2) અમેરિકામાં વ્યાજદર વધારવાની યોજના

  યૂએસ પેરોલ ડેટા (Payroll data) પરથી માલુમ પડે છે કે ગત મહિને 4,67,000 નોકરી વધી છે. જેનાથી કેન્દ્રીય બેંકોને દર વધારવામાં મદદ મળે છે. આ આંકડો એટલા માટે મહત્ત્વનો છે કે, કારણ કે આ મહિને કોરોના ખૂબ પ્રભાવી રહ્યો હતો. એવામાં ટ્રેડર્સ આ વખતે યૂએસ ફેડ દ્વારા પાંચમી વખત વ્યાજદર વધારા પર દાવ લગાવી રહ્યા છે, જેમાં માર્ચ મૉનિટરી પૉલિસી બેઠક દરમિયાન 50 બેઝિસ પોઇન્ટન્સનો વધારો થવાની સંભાવના સામેલ છે.

  3) FII તરફથી સતત વેચવાલી

  વૈશ્વિક ક્રૂડની કિંમતોમાં રેલીને પગલે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (Foreign portfolio investors) તરફથી વેચવાલીનું દબાણ બન્યું છે. 2022માં અત્યારસુધી વિદેશી રોકાણકારોએ ઘરેલૂ બજારમાં 37,000 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. અમેરિકામાં રેટ હાઇકના સંકેત અને બીજા ઇમર્જિંગ માર્કેટ્સની સરખામણીમાં ભારતીય શેર બજારનું વધારે વેલ્યૂએશન હોવાથી FII વેચવાલી માટે મજબૂર છે.

  આ પણ વાંચો: Stocks Vs Mutual Funds: સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડ, બંનેમાંથી શેમાં રોકાણ કરવું વધુ લાભદાયક?

  4) ટેક કંપનીઓની વેચવાલી

  ગત વર્ષે ઘરેલૂ બજારમાં રેલીનું મુખ્ય કારણ ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી સેક્ટરની કંપનીઓ હતી. હવે 2022માં આ સેક્ટર પોતાની ચમક ખૂબ ગુમાવી ચૂક્યું છે. હાલની સરખામણીમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ (Nifty IT index) 10 ટકાથી વધારે ઘટીને ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી રોકાણકારોની વેચવાલી સાથે જ ગ્લોબલ ટેક્નોલોજી સ્ટૉક્સમાં પણ વેચવાલીથી બેવડો માર પડી રહ્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: BSE, NSE, Share market, Stock tips, સેન્સેક્સ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन