Home /News /business /

Stock Market Closing: સેન્સેક્સમાં 209 પોઇન્ટનો ઉછાળો, 15770ની પાર જઈ બંધ Nifty

Stock Market Closing: સેન્સેક્સમાં 209 પોઇન્ટનો ઉછાળો, 15770ની પાર જઈ બંધ Nifty

શેર બજાર ક્લોઝ

એક ટ્રેડિંગ દિવસ પહેલા એટલે કે બુધવારે ભારતીય શેર બજારોમાં ઘટાડા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ 135.05 અંક એટલે કે 0.26 ટકાના ઘટાડા સાથે 52,443.71 પર બંધ રહ્યો છે

    Stock Market Closing : દેશના મુખ્ય શેર બજારોની શરૂઆત ગુરુવારે લાભ સાથે શરૂ થઈ હતી. ત્યારે, કારોબારના અંતે, બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE)નો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 209.36 અંક એટલે કે 0.40 ટકાની મજબુતી સાથે 52653.07ના સ્તરે બંધ રહ્યો. તો, નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) નો નિફ્ટી 69.10 અંક અથવા 0.44 ટકાના વધારા સાથે 15778.50 પર બંધ રહ્યો હતો.

    તમને જણાવી દઈએ કે, એક ટ્રેડિંગ દિવસ પહેલા એટલે કે બુધવારે ભારતીય શેર બજારોમાં ઘટાડા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ 135.05 અંક એટલે કે 0.26 ટકાના ઘટાડા સાથે 52,443.71 પર બંધ રહ્યો છે. તો, નિફ્ટી 37.10 અંક અથવા 0.24 ટકાના ઘટાડા સાથે 15,709.40 પર બંધ થયા છે.

    Cognizant આ વર્ષે 1 લાખ નવી ભરતી અને 30,000 ફ્રેશર્સની નિમણુક કરવામાં આવશે

    અમેરિકાની આઇટી (information technology) કન્સલ્ટિંગ કંપનીએ આ વર્ષે લગભગ 1 લાખ લોકોને ભરતી કરવાની તૈયારી કરી લીધી છે. કંપનીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, તે આ વર્ષે લગભગ 30,000 નવા ગ્રેજ્યુએટ્સને આવકારવાની તૈયારી કરી રહી છે. તો, વર્ષ 2022 માટે, ભારતમાં 45,000 ફ્રેશર્સ આપવાની યોજના છે. કંપનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એટ્રેશન રેટ (નોકરી છોડનારા લોકોની સંખ્યા) ઉચ્ચ સ્તરે છે. જૂનના ક્વાર્ટરના અંતે કંપનીમાં 3 લાખથી વધુ કર્મચારીઓ હતા.

    (લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. Facebook । Twitter । Youtube સાથે જોડાઓ.) વેબસાઈટ પરથી કોપી પેસ્ટ કરશો એટલે લિંક જાતે આવી જશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: #Sensexup, BSE, NSE, Share bazar, Share marcket

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन