સંતોષ મીણા, સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટ : બજેટના એક દિવસ પહેલાથી શેર બજાર (Indian Share Market)માં રોનક પરત ફરી છે. 16,800 અંકના સપોર્ટથી બાઉન્સ થયા બાદ નિફ્ટી50 ઇન્ડેક્સ (Nifty 50 Index) 17,600-17800ના મહત્ત્વના સપોર્ટ ઝોન નજીક ટ્રેડ કરી રહ્યો છે. જો નિફ્ટી 17,800નું લેવલ પાર કરે છે તો ફરી આગામી દિવસોમાં 18,300-18,600 તરફ શોર્ટ કવરિંગ રેલી (Short covering rally) આવતી જોઈ શકાય છે. નિફ્ટી માટે 18,000ના સ્તર પર ઇમીડિએટ હર્ડલ (Immediate hurdle) જોવા મળે છે. જ્યારે બજેટના દિવસનો 17,244નો લૉ તેના માટે મહત્ત્વનું સપોર્ટ લેવલ છે. જો નિફ્ટી તેની નીચે જાય છે તો ફરી તેમાં 17,000-16,800 સુધી ઘટાડો જોવા મળી શકે છે.
બેન્ક નિફ્ટી મજબૂત (Bank Nifty)
બેન્ક નિફ્ટીમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. તે તેની તમામ મૂવિંગ એવરેજ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. જોકે, તેના માટે 38,800-39,100 અંક પર ઇમીડિએટ રેજિસ્ટેન્સ (Immediate registance) છે. જો બેન્ક નિફ્ટી આ વિઘ્નને પાર કરી લે છે તો 40,000-41,000 સુધી શોર્ટ કવરિંગ રેલી જોવા મળી શકે છે. નીચેની બાજુએ બેંક નિફ્ટી માટે 37,500 પર પ્રથમ અને 36,500-36,000 પર મોટો સપોર્ટ છે.
શેર બજારમાં તેજી સાથે અહીં ત્રણ શેર આપવામાં આવ્યા છે. આ શેરમાં આગામી બે-ત્રણ અઠવાડિયામાં ડબલ ડિજિટમાં કમાણી થઈ શકે છે.
Aavas Financiers: Buy | LTP: Rs 3,113.90 | આવાસ ફાઇનાન્સર્સ શેરમાં 2,900 રૂપિયાના સ્ટોપલોસ સાથે 3500 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 12 ટકા અપસાઇડ જોવા મળી શકે છે.
Sun Pharma Advanced Research Company: Buy | LTP: Rs 327.95 | આ શેરમાં 303 રૂપિયાના સ્ટોપલોસ સાથે 375 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 14 ટકા અપસાઇડ જોવા મળી શકે છે.
Capri Global Capital: Buy | LTP: Rs 568.90 | કેપરી ગ્લોબલ શેરમાં 520 રૂપિયાના સ્ટોપલોસ સાથે 660 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 16 ટકા અપસાઇડ જોવા મળી શકે છે.
(ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. ઉપરનો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. શેર બજારમાં રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર