Home /News /business /Stock Market: શેરબજારમાં ધબડકો, રુપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચતા Sensex 1400 અને Nifty 300 પોઈન્ટ તૂટ્યા

Stock Market: શેરબજારમાં ધબડકો, રુપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચતા Sensex 1400 અને Nifty 300 પોઈન્ટ તૂટ્યા

સેન્સેક્સ માટે આજનો સોમવાર ખૂની સોમવાર બન્યો, રોકાણકારોના હજારો કરોડો ધોવાયા.

ડોલરની સરખામણીએ રુપિયો આજે રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે પહોંચતા શેરબજારમાં અફરાતફરી મચી છે અને આજનો સોમવાર બ્લડી મંડે સાબિત થયો છે. બીજી તરફ યુએસ ફેડના ચીફ જેરોમ પોવેલે શુક્રવારે આપેલા નિવેદનની અસર ધાર્યા મુજબ આજે તમામ વૈશ્વિક બજારો પર જોવા મળી હતી. એવી ધારણા પહેલા જ વ્યક્ત કરવામાં આવી હતી કે માર્કેટ સોમવારે તૂટશે પરંતુ આટલો મોટો કડાકો બોલશે તેવી આશા નહોતી.

વધુ જુઓ ...
  મુંબઈઃ ડોલરની સરખામણીએ રુપિયો આજે રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે પહોંચતા શેરબજારમાં અફરાતફરી મચી છે અને આજનો સોમવાર બ્લડી મંડે સાબિત થયો છે. બીજી તરફ યુએસ ફેડના ચીફ જેરોમ પોવેલે શુક્રવારે આપેલા નિવેદનની અસર ધાર્યા મુજબ આજે તમામ વૈશ્વિક બજારો પર જોવા મળી હતી. એવી ધારણા પહેલા જ વ્યક્ત કરવામાં આવી હતી કે માર્કેટ સોમવારે તૂટશે પરંતુ આટલો મોટો કડાકો બોલશે તેવી આશા નહોતી. યુએસ ફેડ ચીફ જેરોમ પોવેલે કહ્યું હતું કે જ્યાં સુધી યુએસમાં ફુગાવો તેની 9 ટકાની રેકોર્ડ ઊંચી સપાટીથી ઘટીને 2 ટકાની સહિષ્ણુતા મર્યાદા સુધી ન આવે ત્યાં સુધી વ્યાજદરમાં વધારો થતો રહેશે. જેરોમ પોવેલનું જેકસન હોલ ખાતેનું ભાષણ સૂચવે છે કે ફુગાવો યુએસ ફેડની પ્રાથમિકતા યાદીમાં પ્રથમ ક્રમે છે. યુએસ ફેડ ફુગાવાને કાબૂમાં લેવા માટે વૃદ્ધિ સાથે સમાધાન પણ કરી શકે છે.

  Stock Market Update: આ સપ્તાહમાં શેરબજારમાં કમાણી કરવી હોય તો આટલું ખાસ ધ્યાન રાખો

  આજે બજારના પ્રાથમિક કારોબારમાં 30 શેરવાળા સેન્સેક્સ પર નેસ્લે અને હિન્દૂસ્તાન યૂનિલીવરને છોડીને બાકીના તમામ શેર લાલ નિશાનમાં કામ કરી રહ્યા છે. જ્યારે સૌથી વધુ આઈટી શેરોમાં ધોવાણ જોવા મળી રહ્યું છે. સવારે 9.30 વાગ્યા સુધીમાં સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને ટીસીએસ સૌથી વધુ ઘટાડાવાળા શેર છે.

  સેક્ટોરલ ઇન્ડેક્સોની સ્થિતિ

  જો વાત સેક્ટોરલ ઇન્ડેક્સ પ્રમાણે કરીએ તો આઈટી શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી આઈટી 3.85 ટકા સુધી નીચે લપસી ગયો છે. આ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સો પણ લાલ નિશાનમાં છે. નિફ્ટી બેન્ક 1.95 ટકા, નિફ્ટી મેટ 2.24 ટકા, પીએસયુ બેન્ક 2.36 ટકા, ખાનગી બેન્ક 2 ટકા, ઓટો 1 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

  RIL AGM 2022: જાણો ક્યારે, કઈ રીતે અને ક્યાં જોઈ શકો છો લાઈવ

  યુએસ ફેડના આ વલણથી બજારના સેન્ટિમેન્ટને ખૂબ જ ઝટકો લાગ્યો છે અને શુક્રવારે પણ અમેરિકાના ત્રણેય ઇન્ડેક્સ ભારે ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે કરન્સી માર્કેટમાં ડોલરના સામે અન્ય તમામ મુખ્ય કરન્સીને ભારી ઝટકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે ભારતીય બજારો પણ ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 59 પોઇન્ટ તૂટીને 58,834 પર અને નિફ્ટી 36 અંક તૂટીને 17,559 પર પહોંચી ગયા હતા. આ ઘટાડો તેવા સમયે થયો છે જ્યારે ભારતીય બજારોમાં આ વર્ષનું સૌથી વધુ વિદેશી રોકાણ ઓગસ્ટ મહિનામાં થયું છે. શુક્રવારે પણ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય બજારમાં 49,254 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે.

  ડૉલરની સરખામણીએ રુપિયો 21 પૈસા તૂટ્યો

  ડોલરના મુકાબલે રુપિયો આજે 21 ટકા તૂટીને ખૂલ્યો છે. તેમજ તેના ખૂલ્યા બાદ રુપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને 80.12ના રેકોર્ડ બ્રેક નિચલા સ્તરે જતો દેખાયો છે. તમને જણાવી દઈએ કે ગત કારોબારી સત્રમાં શુક્રવારે ડોલરના મુકાબલે રુપિયો 79.87ના સ્તરે બંધ થયો હતો. આ પહેલા ગત મહિને ડોલની સામે રુપિયો રેકોર્ડ લો 80.0650ના સ્તરે જોવા મળ્યો હતો. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં અમેરિકન ડોલર 7 ટકા વધુ મજબૂત બન્યો છે. જેની અસર દુનિયાભરના શેરબજાર પર જોવા મળી રહી છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Nifty50, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन