Bata Indiaનો શેર 52 અઠવાડિયાની ટોંચ પર, જાણો સ્ટૉકમાં રોકાણની નીતિ

પ્રતીકાત્મક તસવીર

Stock Mantra: Bata Indiaનું માર્કેટ કેપ 22,000 કરોડ રૂપિયાથી વધારે છે. આ દેશની સૌથી મોટી ફૂટવેર (Footwear) બનાવતી અને રિટેલ વેચાણ કરતી કંપની છે.

  • Share this:
    મુંબઈ: 2021માં અત્યારસુધી બાટા ઇન્ડિયા (Bata India) અંડર પરફોર્મર રહ્યો છે. આ વર્ષે અત્યારસુધી આ સ્ટૉકમાં 11%નો વધારો જોવા મળ્યો છે. જ્યારે Nifty 50એ 18% અને S&P BSE 200 ઇન્ડેક્સે 20% વળતર આપ્યું છે. જોકે, છેલ્લા ત્રણ દિવસમાં આ શેરમાં 20%ની તેજી જોવા મળી છે. હાલ આ શેર બુલિશ (Bullish) ટેરીટરીમાં જોવા મળી રહ્યો છે. 18 ઓગસ્ટના રોજ આ શેર 1767.90 રૂપિયા પર 52 મહિનાની ટોંચ પર જોવા મળ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે આ ઉછાળો શેરને 2,000 રૂપિયા સુધી લઈ જઈ શકે છે. જે BSE પર શેરની અંતિમ ક્લિઝિંગ 1758 રૂપિયાથી 13 ટકા વધારે છે.

    Bata Indiaનું માર્કેટ કેપ 22,000 કરોડ રૂપિયાથી વધારે છે. આ દેશની સૌથી મોટી ફૂટવેર બનાવતી અને રિટેલ વેચાણ કરતી કંપની છે. આખા દેશમાં કંપનીના 1600 રિટેલ સ્ટોર છે. કંપનીના ઉત્પાદનોમાં દરરોજ પહેરવામાં આવતા, ફિટનેસ સ્નીકર, સેન્ડલ વગેરે સામેલ છે. કોરોનાની સ્થિતિમાં સુધારો આવ્યા બાદ કંપનીના વોલ્યૂમમાં ઝડપથી સુધારો જોવા મળી શકે છે.

    Sanctum Wealth Managementના આશીષ ચતુર મોહતાનું કહેવું છે કે આ શેર શૉર્ટ અને લૉંગ ટર્મ મૂવિંગ એવરેજ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ભાવની દ્રષ્ટીએ જોઈએ તો તેણે એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવી છે, જે એક bearish-to-bullish ટ્રેન્ડ રિવર્સ છે. આ પેટર્ન ડાઉનટ્રેન્ડ બાદ જોવા મળતી હોય છે. તે પૂર્ણ થયા બાદ અપટ્રેન્ડ તરફ ટ્રેન્ડ રિવર્સલનો સંકેત આપે છે.

    આશીષ ચતુર મોહતાના મંતવ્ય પ્રમાણે હાલના ભાવ પ્રમાણે શેરની ખરીદી કરી શકાય છે. જ્યારે 1,720 તરફ ટીપ મળ્યા બાદ ખરીદી કરવી યોગ્ય રહેશે. આ ખરીદી માટે 1640 રૂપિયાનો સ્ટૉપલૉસ (Stop-loss) લગાવવો જોઈએ. આગામી 4-6 મહિનામાં આ શેર 2,000 રૂપિયાનું લક્ષ્ય સરળતાથી મેળવી લેશે.

    આ પણ વાંચો: CarTradeના શેરનું 1.11%ના ઘટાડા સાથે નબળું લિસ્ટિંગ, ટ્રેડિંગ શરૂ થતાં જ શેર 6% તૂટ્યો

     Steel Strips Infrastructures:  ત્રણ મહિનામાં 1 લાખ બની ગયા 7.31 લાખ

    2021ના વર્ષમાં અનેક સ્ટૉકે રોકાણકારોને માલામાલ કર્યાં છે. આ કડીમાં Steel Strips Infrastructuresના સ્ટૉકે ત્રણ મહિનામાં રોકાણકારોને 632 ટકા વળતર આપ્યું છે. 11 મે 2021ના રોજ સ્ટીલ સ્ટ્રીપ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર 4.42 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે 18 ઓગસ્ટના રોજ આ શેરમાં અપર સર્કિટ (Upper circuit) લાગી હતી. આ દિવસે તે 4.89% વધારા સાથે 41.85 રૂપિયા પર બંધ રહ્યો હતો. આ રીતે જોઈએ તો જો કોઈએ 11 મે 2021ના રોજ Steel Strips Infrastructuresના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે રોકાણ 7.31 લાખ રૂપિયા બની જતું. જ્યારે ત્રણ મહિનામાં સેન્સેક્સનું રિટર્ન (Sensex return) ફક્ત 11.43% રહ્યું છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: