Home /News /business /

કમાણીના શેર (9 માર્ચ, 2022) : આજના 20 શેર જેમાં ટ્રેડ લઈને કરી શકો છો મોટી કમાણી

કમાણીના શેર (9 માર્ચ, 2022) : આજના 20 શેર જેમાં ટ્રેડ લઈને કરી શકો છો મોટી કમાણી

શેર બજાર ટીપ્સ

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) ATUL LTD <GREEN> : સલ્ફર બ્લેક ઉત્પાદનની ક્ષમતામાં વધારો. વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 26 હજાર ટન હશે.

    2) ISGEC HEAVY ENGINEERING <GREEN> : શ્રી સીમેન્ટ પાસેથી સીમેન્ટ વેસ્ટ હીટ રિકવરી બૉયલર માટે ઑર્ડર મળ્યો.

    3) PNB HOUSING FINANCE <GREEN> : ફંડ એકઠું કરવા માટે કંપની બોર્ડની આજે બેઠક મળશે.

    4) ZYDUS LIFE <GREEN> : કંપનીએ અમેરિકાની કંપની પાસેથી NULIBRY દવા ખરીદી. કરાર પ્રમાણે કંપનીને આ દવા માટે વૈશ્વિક અધિકાર મળશે.

    5) DR REDDYS LAB <GREEN> : શેરની કિંમતમાં તેજી જોવા મળી શકે.

    6) CHAMBAL FERTILISERS <GREEN> : પ્રમોટરોએ 7 અને 8 માર્ચના રોજ વધારાના 80 હજાર શેર ખરીદ્યા.

    7) ONGC <GREEN> : ક્રૂડ ઓઇલ 130 ડૉલરને પાર, શેરની કિંમતમાં તેજીની આશા.

    8) OIL <GREEN> : ક્રૂડ ઓઇલ 130 ડૉલરને પાર, શેરમાં તેજીની આશા.

    9) HOEC <GREEN> : ક્રૂડ ઓઇલ 130 ડૉલરને પાર, શેરમાં તેજીની આશા.

    10) GMR INFRA <GREEN> : કેન્દ્ર સરકારે 27મી માર્ચથી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાને મંજૂરી આપી.

    આ પણ વાંચો: ટીસીએસની બાયબેક ઑફર ખુલી, જાણો બાયબેક સાથે જોડાયેલી તમામ વાત

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) HINDUSTAN COPPER (GREEN) : નિકલની કિંમતમાં તેજી, શેરમાં ખરીદીની આશા.

    2) MARUTI (RED) : રશિયા-યુક્રેન યુદ્ધની અસર જોવા મળી શકે.

    3) TATA MOTORS (RED) : વૈશ્વિક સંકટને પગલે શેરની કિંમત ઘટી શકે.

    4) HERO MOTO (RED) : રશિયા-યુક્રેન યુદ્ધની અસર શેરની કિંમત પર જોવા મળી શકે.

    5) MOTHERSON SUMI (RED) : વૈશ્વિક સંકટને પગલે શેર દબાણ હેઠળ રહી શકે.

    આ પણ વાંચો: શેર બજાર બેહાલ, SIPમાં રોકાણ યથાવત રાખવું કે બહાર નીકળી જવું?

    6) GALAXY SURFACTANTS (RED) : રશિયા-યુક્રેન સંકટને પગલે શેરની કિંમત ઘટી શકે.

    7) PHOENIX MILLS (GREEN) : CLSA તરફથી ખરીદીની સલાહ. ટાર્ગેટ 1174 રૂપિયા.

    8) NAZARA TECH (RED) : CLSA તરફથી વેચવાલીની સલાહ. ટાર્ગેટ 1615 રૂપિયા.

    9) INDUSIND BANK (RED) : સ્વતંત્ર સમીક્ષામાં MFI લોન કેસમાં ત્રૂટિ મળી. પ્રૉસેસ સાથે જોડાયેલી ત્રૂટિ પણ મળી.

    10) GODREJ CONSUMER (RED) : ખર્ચ વધતા શેર તૂટી શકે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર