Home /News /business /

Zomato Stock: ઝોમાટોના સ્ટોકમાં કડાકો છતાં મળી શકે છે 130% રિટર્ન, જાણો શું કહે છે બ્રોકરેજ હાઉસ

Zomato Stock: ઝોમાટોના સ્ટોકમાં કડાકો છતાં મળી શકે છે 130% રિટર્ન, જાણો શું કહે છે બ્રોકરેજ હાઉસ

ઝોમાટોના શેરમાં કડાકો

Zomato Stock Crash: ઝોમેટોનો શેરના બે દિવસમાં 20 ટકા કડાકો બોલ્યા છતાં વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે રોકાણકારોને ઝોમેટોના સ્ટોકમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાની સલાહ આપી છે. જેફરીઝ દ્વારા શેર માટે રૂ. 100નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: પ્રી-આઈપીઓ રોકાણકારો માટે એક વર્ષનો લોક-ઇન પિરિયડ પૂરો થતાં ગત 25 જુલાઈએ ઝોમેટોના શેર (Zomato Share Price)માં 14.3 ટકાનો કડાકો બોલી ગયો હતો. આજે પણ આ શેર (Zomato share)માં 12 ટકાનું ધોવાણ જોવા મળ્યું છે. આ સપ્તાહે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ઝોમેટોના શેરમાં જોરદાર ઘટાડો (Shares of Zomato dropped) થયો છે. સ્ટોક માટે સામાન્ય સેન્ટિમેન્ટ નેગેટિવ છે. જેથી એકંદરે આ શેરમાં બે દિવસમાં 23 ટકાનું ધોવાણ થયું છે.

ઝોમેટોના શેર બાબતે બ્રોકરેજ હાઉસ જેફરીઝ આશાવાદી


ઝોમેટોનો શેરના બે દિવસમાં 20 ટકા કડાકો બોલ્યા છતાં વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે રોકાણકારોને ઝોમેટોના સ્ટોકમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાની સલાહ આપી છે. જેફરીઝ દ્વારા શેર માટે રૂ. 100નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

જેફરીનું માનવું છે કે, હાલના સ્તરેથી ઝોમેટોનો સ્ટોક રોકાણકારોને 130 ટકાથી વધુ રિટર્ન આપી શકે છે. જેફરીઝે જણાવ્યું હતું કે, ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની સંભાવના અને રોકાણકારો દ્વારા વેચવાલીની અસર ઝોમેટો પર પડી છે.

જેફરીઝના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, નબળું સેન્ટિમેન્ટ ખરીદીની તક આપે છે અને તેઓ અપેક્ષા રાખે છે કે સેગમેન્ટમાં નફાકારકતામાં સુધારો થશે, ઉદ્યોગનું માળખું ફ્રેન્ડલી બનશે અને કંપની રોકડ બચાવવા માટે તૈયાર થશે. આ સાથે બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે ક્વિક કોમર્સ કંપની બ્લિન્કિટના અધિગ્રહણથી ઝોમેટોને ફાયદો થશે.

ગત વર્ષે જેફરીઝે 170 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો હતો


ગયા વર્ષે 28 જુલાઈ, 2021ના રોજ બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જેફરીઝે 170 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો હતો. આ શેર તે સમયે 132 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. બ્રોકરેજ ડિલિવરી ગ્રોથ, કંપનીના યુનિટ ઇકોનોમિક્સ અને મજબૂત બેલેન્સશીટ અંગે આશાવાદી હતું.

આ દરમિયાન તાજેતરના રિપોર્ટમાં વિશ્લેષકોએ લખ્યું છે, ફેડના કડક થવાની અને રોકડ પ્રવાહ પર રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત કરવાની ચિંતાઓ વૈશ્વિક સ્તરે ફૂડ ટેક પર દબાણ લાવી રહી છે.

નફા બાબતે જેફરીઝનો મત


ઝોમેટો મેનેજમેન્ટે વધુ સારા યુનિટ ઇકોનોમિક્સ તરફની તેની સફરને વેગ આપ્યો છે અને હવે નજીકના ભવિષ્યમાં ફૂડ ડિલિવરી બિઝનેસમાં બ્રેક-ઇવન પર નજર રાખી રહ્યું છે. 4QFY22 માટે એડજ એબિટ્ડાનું નુકસાન 30 મિલિયન ડોલર જેટલું હતું, જેમાં ફૂડ ડિલિવરીનું નુકસાન 10 મિલિયન ડોલર હતું. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ હવે એમજીએમટી તરીકે વધુ સારું ક્વાર્ટર જોવા મળશે.

જેફરીઝનું માનવું છે કે, સૌથી ગળાકાપ કોમ્પિટિશનનો સમય પસાર થઈ ગયો છે, તેથી નફો વધશે. વિશ્લેષકોએ અહેવાલમાં જણાવ્યું છે કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે પ્રવાહિતા માટેની મુશ્કેલ સ્થિતિ સ્વિગીને પણ નફાકારકતા પર ધ્યાન કેન્દ્રિત કરવા દબાણ કરશે.

આ પણ વાંચો: અદાણી જૂથનો આ મલ્ટીબેગર શેર સતત છઠ્ઠા દિવસે 52 વીક હાઈ પર

તેઓ માને છે કે, ઝોમેટો હવે પહેલાની જેમ એકથી વધુ વ્યવસાયોમાં રોકાણ કરશે નહીં. રિપોર્ટમાં જણાવાયું છે કે, ભૂતકાળમાં ઝોમેટો બહુવિધ વ્યવસાયોમાં રોકાણ કરવાનો ઇરાદો ધરાવતી હતી. આ રોકાણોમાંથી કેટલાકને વ્યૂહાત્મક અને અન્યને નાણાકીય રોકાણ તરીકે જોવામાં આવતા હતા, પણ કંપની હવે રોકડ બચાવવાનો ઇરાદો ધરાવે છે.

છેલ્લા દિવસોમા બોલેલા કડાકા પાછળના કારણો


ઝોમેટોના શેર માર્કેટમાં લિસ્ટ થયાને એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. જેથી મોટા રોકાણકારો માટે એક વર્ષનો લોક-ઇન પિરિયડ પૂરો થઈ ગયો છે. આ સમયગાળામાં તેઓ શેર વેચી શક્યા ન હતા. પરંતુ આવનારા દિવસોમાં લગભગ 1000 કરોડ રૂપિયાના ઝોમેટોના શેર બજારમાં વેચવાના હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: આ મલ્ટીબેગર સ્મોલ કેપ સ્ટોક્સે 6 મહિનામાં આપ્યું 100 ટકાથી વધુ રિટર્ન

અહીં ઉલ્લેખનીય છે કે, ઝોમેટોનો શેર શેરબજારમાં લિસ્ટ થયા બાદ રૂ.169 પર પહોંચી ગયો હતો. ત્યારે તેની માર્કેટ કેપ રૂ.1.33 લાખ કરોડ હતી. પરંતુ હવે આ શેર 43 રૂપિયાની નજીક એટલે કે તેના ટોચના લેવલથી 75 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. આ સાથે જ માર્કેટ કેપ ઘટીને 34 હજાર કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. એટલે કે તેના માર્કેટ કેપમાં 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ઝોમેટોએ 76 રૂપિયા પ્રતિ શેરના દરે IPO જાહેર કરી હતી. અત્યારે આ શેર તે લેવલથી 43 ટકા નીચે છે.
First published:

Tags: Investment, Share market, Stock market, Stock tips, Zomato

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन