Home /News /business /

કિર્લોસ્કરે અસીમિત ભવિષ્ય તરફ માંડ્યું ડગલું, જાણો કેવી રીતે વધ્યો બિઝનેસ?

કિર્લોસ્કરે અસીમિત ભવિષ્ય તરફ માંડ્યું ડગલું, જાણો કેવી રીતે વધ્યો બિઝનેસ?

કિર્લોસ્કર (Kirloskar)

એન્જિનિયરિંગ ક્ષેત્રના આ શ્રેષ્ઠીએ, ભવિષ્ય તરફ નજર રાખીને અમાપ તકોનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એવી તકો જે નવતર ઉકેલો તૈયાર કરવાથી ઉદયમાન થાય છે.

  આજથી 130 વર્ષ પહેલાં લોકો જ્યારે ભૂતકાળ પર નજર કરી રહ્યાં ત્યારે એક વ્યક્તિએ ભવિષ્યમાં ડોકિયું કર્યું. સાઇકલ રિપેરિંગની દુકાનથી શરૂઆત કરીને ભારતના પ્રથમ લોખંડના હળના ઉત્પાદક બની તેમણે દેશની ઔદ્યોગિક ક્રાંતિમાં ગતિ લાવી દીધી. સમાજ અને પોતાની આસપાસના માહોલથી પ્રેરણા લઇને, તેમણે પ્રવર્તમાન સમસ્યાઓનું નિવારણ કર્યું, માનવજાતની પ્રગતિને આગળ ધકેલી. પેઢી દર પેઢી તેમની દૂરંદેશી આગળ વધી, જે લાંબા ગાળા માટે એવા અજોડ કાર્ય સિદ્ધાંતો સ્થાપિત કરે છે, જ્યાં પડકારો સતત તકોમાં રૂપાંતરિત થયા છે. આજે, તેમણે શીખવેલા બોધપાઠોએ Kirloskar ને એવા એન્જિનિયરિંગ ઉકેલો તૈયાર કરવા માટે પ્રવેગ આપ્યો છે જે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગો, પાવર પ્લાન્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ, રીઅલ એસ્ટેટ ક્ષેત્ર, સંશોધન અને વિકાસ, ઉડ્ડયન અને એરોનોટિક્સની કરોડરજ્જૂ રચે છે. પ્રગતિનો આ પંથ ઇનોવેશન, સહયોગ અને સર્જનથી સંચાલિત છે.

  જેમ જેમ સમય બદલાય તેમ સમાજની માનસિકતા અને જરૂરિયાતો પણ વિકસતી જાય છે તેથી, Kirloskar એ પોતાના ઉત્કર્ષ સાથે આ પરિવર્તન જોડે કદમતાલ મિલાવ્યો છે. તેઓ એવી વિચારધારાને આગળ લાવ્યા છે જે 130 વર્ષ પહેલાં Kirloskar ના મૂળભૂત મૂલ્યોમાં સ્થાપિત કરવામાં આવી હતી. એક એવી વિચારધારા જે, માણસની સાહજિક સંભાવનાઓને ગતિમાન અને ઉજાગર કરે છે. એક એવી વિચારધારા જેને પરંપરાઓનું કોઇ બંધન નથી, જે તેને ભવિષ્ય તરફ હિંમતભેર પ્રયાણ કરવા માટે સશક્ત બનાવે છે. આ છે “અમાપ” બનવાની વિચારધારા.

  એન્જિનિયરિંગ ક્ષેત્રના આ શ્રેષ્ઠીએ, ભવિષ્ય તરફ નજર રાખીને અમાપ તકોનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એવી તકો જે નવતર ઉકેલો તૈયાર કરવાથી ઉદયમાન થાય છે. આ તકો Kirloskar ને ઇનોવેટિવ વસ્તુઓ બનાવવા માટે સમર્થ બનાવે છે જે સતત પડકાર આપે છે, મૂલ્યનું સર્જન કરે છે અને પછી સીમાઓ ઓળંગીને આગળ વધે છે. અનંત સંભાવનાઓ સાથેની દુનિયાનું સર્જન કરવા માટે તેઓ ટેકનોલોજીનો લાભ ઉઠાવીને પ્લેટફોર્મ્સનું નિર્માણ કરશે અને સેવાઓ પહોંચાડશે. આમ, કૃષિ ઉપકરણો, પાવર જનરેશન, ન્યૂમેટિક પેકેજો, કૂલિંગ સોલ્યૂશન્સ અને ફાઉન્ડ્રી ક્ષેત્રમાં અસંખ્ય ઇનોવેશન સાથે એક અગ્રેસર રહેવું, તે ખરેખર અમાપ પરાક્રમ છે.

  બહોળા જ્ઞાન અને સમૃદ્ધ અનુભવના વારસાએ બતાવી દીધું છે કે, કેવી રીતે ફક્ત એક વ્યક્તિ અથવા એક કંપનીના લક્ષણોથી અમાપ વિકાસને માપ શકાતો નથી. વિકાસને આખા સમાજની પ્રગતિ અને સુખાકારીના આધારે માપી શકાય છે. આના માટે જ તો સમૂહ છે. તે સપ્લાયરો, વિતરકો અને ગ્રાહકો સાથે જોડાણ કરીને તેમની સાથે આજીવન ભાગીદારી કરે છે, અમાપ બનવાના તેમના કાર્યમાં તેમને જોડે છે. તેમના ચિલરોનો ઉપયોગ દુનિયાના સૌથી મોટા રસી ઉત્પાદકોની સુવિધાઓને ઠંડી રાખવા માટે ઉપયોગમાં લેવાય છે અને તેમના જનરેટરો ખૂબ જ ઊંચાઇવાળા દુર્ગમ પ્રદેશોમાં જનજીવનને વીજળી આપે છે, બહેતર જીવનનું સર્જન કરવાની આ તેમની કટિબદ્ધતા છે, જે તેમને ખરેખર “અમાપ” બનાવે છે.

  વીડિયોમાં જોયું તેમ, એક સદી પહેલાં એક વ્યક્તિના સિદ્ધાંતો, આજે દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યાં છે, કલ્પના અને અમલીકરણ બંનેમાં સમૂહને અમાપ બનવા માટે તેમનામાં ઉર્જા ભરે છે.  ઇનોવેશનના તેમના ઉદ્દેશ સાથે સમૂહે, લાંબા સમયમાં પ્રાપ્ત કરેલા જ્ઞાન અને ટકાઉક્ષમ આવતીકાલની દૂરંદેશી સાથે તૈયાર કરેલી સફર શરૂ કરી છે. તેમના પૂર્વજો પાસેથી મેળવેલા બોધપાઠોને સમાવીને, નવા જમાનાની વિચારધારાને સંમિલિત કરીને, Kirloskar સુનિશ્ચિત કરે છે કે, વિકાસની સંભાવના “અમાપ” છે.

  તેમની વિચારધારા વિશે વધુ જાણવા માટે, click here.


  તેમની વિવિધ પહેલ વિશે અપડેટ રહેવા તેમને અહીં ફોલો કરો  - FacebookLinkedInTwitterYouTube and Instagram.

  This is a partnered post
  Published by:Margi Pandya
  First published:

  Tags: Future Plan, Kirloskar, Money

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन