હેલ્મેટ બનાવતી કંપની Steelbirdએ લૉન્ચ કર્યું હેન્ડ્સ ફ્રી ફેસ શીલ્ડ, જાણો કિંમત અને ફીચર્સ

સ્ટીલબર્ડ IGN-1 HF Static Face Shieldને બેટરીની જરૂર નથી અને તમામ મોબાઇલ ફોનની સાથે કામ કરશે

સ્ટીલબર્ડ IGN-1 HF Static Face Shieldને બેટરીની જરૂર નથી અને તમામ મોબાઇલ ફોનની સાથે કામ કરશે

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતીય હેલ્મેટ નિર્માતા કંપની સ્ટીલબર્ડ (Steelbird)એ આઇજીએન-1 એચએફ સ્ટેટિક ફેસ શીલ્ડ (IGN-1 HF Static Face Shield) નામનું એક અનોખું હેન્સ્ે ફ્રી ફેસ શીલ્ડ લૉન્ચ કર્યું છે. આ ફેસ શીલ્ડની ખાસ વાત એ છે કે યૂઝર પોતાના સ્માર્ટફોનથી ફેસ શીલ્ડને કેબલની મદદથી કનેક્ટ કરી શકે છે. ફેસ શીલ્ડમાં એક ઇનબિલ્ટ સ્પીકર છે, જે ઇયર હેડફોનની તુલનામાં બે ગણુ હોઈ શકે છે. જેનાથી આપને ફોન કૉલ્સ અસેસ કરવા અને ગીતો સાંભળવામાં મદદ મળશે. સ્ટીલબર્ડે IGN-1 HF Static Face Shieldની કિંમત 1,879 રૂપિયા રાખી છે.

  કંપનીનું કહેવું છે કે તેમનું હેન્ડ્સ ફ્રી ફેસ શીલ્ડ યૂઝર્સને પોતાના સ્માર્ટફોનના સંપર્કથી બચવામાં મદદ કરશે, જે COVID-19ના વાહક પૈકીનું એક છે. સ્ટીલબર્ડ અમેઝોન અને ફ્લિપકાર્ટ પર IGN-1 HF પર રજૂ કરી રહ્યું છે, જે તેની ઓફિશિયલ વેબસાઇટ પર પણ લિસ્ટેડ છે.

  સ્ટીલબર્ડ IGN-1 HF Static Face Shieldને બેટરીની જરૂર નથી અને તમામ મોબાઇલ ફોનની સાથે કામ કરશે, શરત માત્ર એટલી કે તેમાં 3.5 mm સ્પીકર જેક હોવો જોઈએ. ડિવાઇસ એડજસ્ટેબલ ઇયર પેડની સાથે આવે છે જેનાથી કોઈ પણ વ્યક્તિના કાનમાં સરળતાથી ફિટ થઈ જશે. આ ઉપરાંત, શીલ્ડ માઇક્રોફોનના માધ્યમથી હાઇ ક્વોલિટી સાઉન્ડ અને ઘોંઘાટ કેન્સલેશન કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. IP5 વોટર રેસિસ્ટેન્ટ તેને વોટરપ્રૂફ બનાવે છે.


  આ પણ વાંચો, ખૂબ મુશ્કેલીમાં કામ કરે છે કોરોના વોરિયર્સ, PPE કિટ ઉતારતા થાય છે કંઈક આવું

  સ્ટીલબર્ડ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ કપૂરનું કહેવું છે કે કોરોના વાયરસ ના વધતા પ્રકોપની સાથે, અમે એક એવી પ્રોડક્ટ સાથે આવવાનું વિચારી રહ્યા હઅતા જે લોકોને 360 ડિગ્રી સુરક્ષા આપી શકે. તેથી અમે IGN-1 HF Static Face Shieldને ઇનોવેટ કર્યું, જે પોતાની રીતનું પહેલું ક્રાંતિકારી હેન્સ્થ ફ્રી ફેસ શીલ્ડ છે.

  આ પણ વાંચો, શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ, જન્માષ્ટમી કાર્યક્રમમાં થયા હતા સામેલ

  આ ફેશ શીલ્ડ કોરોના વાયરસના સંક્રમણથી બચાવવામાં મદદ કરશે ઉપરાંત તમે ઇનબિલ્ટ બેટરી-કમ-સ્પીકર અને માઇક્રોફોન સિસ્ટમના માધ્યમથી ફોન રિસીવ કરી શકો છો અને કૉલ કરનારા સાથે વાત કરી શકો છો. ફેસ શીલ્ડની મદદથી સંગીતનો આનંદ પણ લઈ શકો છો.
  Published by:Mrunal Bhojak
  First published: