Home /News /business /ટાટા કંપનીને સ્ટીલની દુનિયામાં બેતાજ બાદશાહ બનાવનાર 'સ્ટીલ મેન'નું નિધન

ટાટા કંપનીને સ્ટીલની દુનિયામાં બેતાજ બાદશાહ બનાવનાર 'સ્ટીલ મેન'નું નિધન

દુનિયાભરમાં ટાટા સ્ટીલને બેતાજ બાદશાહ બનાવનાર જમશેદ જે ઈરાનીનું નિધન

Steel man of India died: ભારતના સ્ટીલ મેન કહેવાતા અને ટાટા સ્ટીલના નામનો દુનિયામાં ડંકો વગાડનાર કંપનીના પૂર્વ એમડી જમશેદ જે ઈરાનીનું સોમવારે મોડી રાત્રે અવસાન થયું હતું. તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ સમ્માન પદ્મ ભુષણથી નવાજવામાં આવ્યા હતા.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ટાટા સ્ટીલના ભૂતપૂર્વ એમડી જમશેદ જે ઈરાનીનું સોમવારે રાત્રે 86 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે સખત મહેનતથી ટાટાને સ્ટીલની દુનિયામાં બેતાજ બાદશાહ બનાવી અને તેમના નોંધપાત્ર કાર્ય માટે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. ટાટા કંપનીએ પણ પોતાના પૂર્વ એમડીને ખાસ રીતે શ્રદ્ધાંજલિ આપી છે.

    આ પણ વાંચોઃ Top Trading Ideas For November- નવેમ્બરમાં મજબૂત કમાણી માટે આ 10 શેરો પર લગાવો દાવ

    જમશેદ જે ઈરાનીને આખી દુનિયા ભારતના સ્ટીલ મેન તરીકે ઓળખતી હતી. તેમણે સોમવારે મોડી રાત્રે જમશેદપુરની ટાટા મેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની ડૈઝી અને ત્રણ બાળકો છે. ટાટા સ્ટીલે તેના ભૂતપૂર્વ એમડીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું- 'ભારતના સ્ટીલ મેઇન તરીકે ઓળખાતા પદ્મ ભૂષણ ડૉ. જમશેદ જે. ઈરાનીના નિધનથી અમે ખૂબ જ દુઃખી છીએ. ટાટા સ્ટીલ પરિવાર તેમના પરિવાર અને સ્નેહીજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.' ઘરમાં પડી જવાને કારણે તેમને માથામાં ગંભીર ઈજા થતાં છેલ્લા ઘણા દિવસોથી ટાટા મેઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    ઈરાની 11 વર્ષ પહેલા નિવૃત્ત થયા હતા


    ઈરાનીએ ભારતીય સ્ટીલ ઉદ્યોગમાં ચાર દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું. તેમણે 1963માં બ્રિટિશ આયર્ન એન્ડ સ્ટીલ રિસર્ચ એસોસિએશન, શેફિલ્ડમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી તેઓ 1968 માં ભારત પરત ફર્યા પછી, તેઓ ટાટા સ્ટીલમાં ડિરેક્ટર (R&D)ના સહાયક તરીકે જોડાયા અને તેમના સારા કામને ધ્યાનમાં રાખીને તેમને વર્ષ 1985 માં જનરલ મેનેજર અને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પછી વર્ષ 1992 માં તેઓ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર બન્યા અને જુલાઈ 2001 સુધી આ પદ પર રહ્યા. ઈરાની જૂન 2011માં ટાટા સ્ટીલના બોર્ડમાંથી નિવૃત્ત થયા હતા.

    આ પણ વાંચોઃ એક્સપર્ટે કહ્યું, 'રિલાયન્સ, ઇન્ડિયા સીમેન્ટ, ITC પર લગાવો દાવ, થોડા દિવસોમાં જ થઈ શકે રુપિયાનો વરરસાદ'

    નાગપુરથી એમએસસી કર્યું


    ઈરાનીએ નાગપુર યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્રમાં એમએસસી કર્યું અને પછી યુકેની શેફિલ્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી. ભારતીય ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર કાર્ય માટે તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. ડૉ. ઈરાનીને એક સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગસાહસિક તરીકે ઓળખવામાં આવતા હતા અને તેમણે ટાટા સ્ટીલમાં 43 વર્ષ સુધી સેવા આપીને કંપનીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી હતી.


    ઈજા કેવી હતી


    સૂત્રોનું કહેવું છે કે 6 ઓક્ટોબરની સવારે ઈરાની લપસીને તેના ઘરમાં પડી હતી અને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારથી, તેઓ ટાટાની હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન તેઓ કોવિડ પોઝિટિવ થયા હતા અને તેમને ન્યુમોનિયા પણ થયો હતો, જેના પછી તેમની ઈમરજન્સી યુનિટમાં સારવાર ચાલી રહી હતી. ડૉ. ઈરાનીનો જન્મ 2 જૂન, 1936ના રોજ નાગપુરમાં જી.જી. ઈરાની અને ખોરસદ ઈરાનીને ત્યાં થયો હતો.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gujarati news, Tata steel

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन