Home /News /business /Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો વાળા આ સ્ટોકમાં ડિવિડન્ડની જાહેરાત બાદ જોવા મળી તેજી, શું તમારી પાસે છે?

Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો વાળા આ સ્ટોકમાં ડિવિડન્ડની જાહેરાત બાદ જોવા મળી તેજી, શું તમારી પાસે છે?

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)

Rakesh Jhunjhunwala Portfolio: અન્ય હરીફ કંપનીઓ સાથે સરખામણી કરવામાં આવે તો સેલના શેર સસ્તી વેલ્યૂએશન પર મળી રહ્યા છે, જેના પર PE રેશિયો 2.9 ટકા છે. કંપનીનો 5 વર્ષનો પ્રોફિટ ગ્રોથ 25 ટકા રહ્યો છે.

નવી દિલ્હી. Rakesh Jhunjhunwala portfolio: સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (Steel Authority of India Limited) એટલે કે SAIL એ BSEને ડિવિડન્ટ અંગે સૂચના આપી છે. BSE એ જણાવ્યું છે કે, કંપની દ્વારા વચગાળાના ડિવિડન્ડની ચૂકવણી માટે 29 માર્ચ, 2022 તારીખ નક્કી કરવામાં આવી છે. બીજી તરફ કંપનીએ જણાવ્યું છે કે, કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ.2.5ના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. 16 માર્ચના રોજ બજારમાં આ જાણકારી સામે આવ્યા બાદ શેરમાં (Stock Market) તેજી આવી છે. આ સ્ટોક 2 કારોબારી સત્રમાં રૂ.94.90થી વધીને રૂ.98.10 પર પહોંચી ગયો છે. 2 કારોબારી સત્રમાં આ સ્ટોકમાં 3.50 ટકાની તેજી જોવા મળી છે.

Proficient Equities ના મનોજ ડાલમિયા (Manoj dalmia)એ સ્ટોક અંગે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, રશિયા પર અમેરિકા અને અન્ય દેશો દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કારણોસર રશિયાએ જે વિસ્તારો સાથે મુકાબલો કરવાનો હતો તે પ્રકારના વિસ્તારોમાંથી સેલને બિઝનેસ ઓર્ડર મળવાની સંભાવના છે. જેના પરથી કહી શકાય કે, કંપનીને મધ્યપૂર્વ અને બીજા દેશોમાંથી મોટા મોટા ઓર્ડર મળી શકે છે.

સ્ટૉકમાં ખરીદીની સલાહ


અન્ય હરીફ કંપનીઓ સાથે સરખામણી કરવામાં આવે તો સેલના શેર સસ્તી વેલ્યૂએશન પર મળી રહ્યા છે, જેના પર PE રેશિયો 2.9 ટકા છે. કંપનીનો 5 વર્ષનો પ્રોફિટ ગ્રોથ 25 ટકા રહ્યો છે. ઉપરાંત, 5 વર્ષનો CAGR ગ્રોથ 12 ટકા રહ્યો છે. વર્તમાન સ્તર પર આ સ્ટોકને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરવો જોઈએ.

આ પણ વાંચો: આ ત્રણ શેર આપી શકે છે બે આંકડામાં વળતર

નિષ્ણાતોનો અભિપ્રાય


GCL સિક્યોરિટીઝ (GCL Securities) ના રવિ સિંઘલે (Ravi Singhal) એ પણ આ શેરમાં તેજીની આશા વ્યક્ત કરી છે. તેમણે જાણકારી આપતા જણાવ્યું છે કે, સેલના શેરમાં તેજી જોવા મળી શકે છે. આ સ્ટોક વર્તમાન કિંમત પર રૂ.88ના સ્ટોપલોસ સાથે ખરીદી શકાય છે અથવા વેચી શકાય છે. આગામી 6 મહિનામાં સરળતાથી રૂ.144નો ટાર્ગેટ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: છેલ્લા ત્રણ વર્ષમાં આ આઠ શેર દર વર્ષે 50% વધ્યા, 7 શેર્સ હજુ પણ બુલિશ

ઉલ્લેખનીય છે કે, 17 ફેબ્રુઆરીના કારોબારમાં સેલનો શેર NSE પર રૂ.0.90 (0.93 ટકા) ની વૃદ્ધિ સાથે રૂ.98.10 પર બંધ થયો હતો. આ સ્ટોકનો 52 વીક હાઈ રૂ.151.30 રહ્યો છે અને 52 વીક લો રૂ.67.10 પર રહ્યો છે. કંપનીની માર્કેટ કેપ રૂ.40,520 કરોડ રહી છે.

(ખાસ નોંધ: ન્યૂઝ18 ગુજરાતી પર ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સના વિચાર અને રોકાણ માટેની સલાહ તેમની વ્યક્તિગત હોય છે, વેબસાઇટ કે તેમના મેનેજમેન્ટની નહીં. ન્યૂઝ18 ગુજરાતી યૂઝર્સને રોકાણ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતનો સંપર્ક કરવાની સલાહ આપે છે.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Rakesh jhunjhunwala, Share market, Stock market, Stock tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन