Home /News /business /

Multibagger Stock: મલ્ટીબેગર સ્ટોકે આપ્યું છપ્પરફાડ રિટર્ન, એક જ વર્ષમાં 1 લાખના થયા 10 લાખ

Multibagger Stock: મલ્ટીબેગર સ્ટોકે આપ્યું છપ્પરફાડ રિટર્ન, એક જ વર્ષમાં 1 લાખના થયા 10 લાખ

પ્રતિકાત્મક તસવીર

Stock Market Maltibagger stork: છેલ્લા એક વર્ષથી ટીના રબ્બર (Tina Rubber & Infrastructure Share)નો સ્ટોક તમામ રોકાણકારોને શાનદાર રિટર્ન આપી રહ્યો છે.

    મુંબઈઃ ભારતીય શેરમાર્કેટમાં (Indian sharemarket) અનેક સ્ટોક કોરોના બાદના સમયગાળામાં બમ્પર રિટર્ન (return) આપતા જોવા મળ્યાં છે. અમુક શેર લાઈમલાઈટમાં રહીને બમ્પર રિટર્ન આપે છે તો અમુક પાછલા બારણે રોકાણકારોની ઝોલી ભરી દે છે. આ જ પ્રકારની એક કંપનીનું નામ છે, ટીના રબ્બર(Tina Rubber) જેણે ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે.

    તમને જાણીને નવાઈ લાગશે કે આ કંપની દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્ના (Dolly Khanna)ના પોર્ટફોલિયોમાં પણ સામેલ છે. છેલ્લા એક વર્ષથી ટીના રબ્બર (Tina Rubber & Infrastructure Share)નો સ્ટોક તમામ રોકાણકારોને શાનદાર રિટર્ન આપી રહ્યો છે. 2021માં બુલરન બતાવ્યા બાદ પણ 2022માં તેમાં એકતરફી તેજી ચાલુ જ છે.

    ટીના રબર અને ઇન્ફ્રા સ્ટ્રક્ચર કંપનીના જાન્યુઆરી-માર્ચ, 2022ના ત્રિમાસિકગાળાના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ ડોલી ખન્ના પાસે ચેન્નાઈ સ્થિત કંપનીમાં 1,37,057 શેર અથવા 1.60 ટકા હિસ્સેદારી છે. ડોલી ખન્નાને વેલ્યુ પિક અને બમ્પર રિટર્ન આપનાર શેરમાં રોકાણ કરવાના દેશના ટોચના રોકાણકારોમાં માનવામાં આવે છે. તેઓ ઓછી જાણીતી કંપનીઓના ભવિષ્યને પારખીને તેમના શેરમાં ઘણું મોટું રોકાણ કરે છે.

    મલ્ટીબેગર રિટર્ન
    વર્ષ 2022માં ટીના રબર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરે રોકાણકારોને 85 ટકા વળતર આપ્યું છે. 28 એપ્રિલ, 2021ના રોજ શેરની કિંમત 34 રૂપિયા આસપાસ હતી. જેની સામે આજે 25 એપ્રિલ 2022ના રોજ શેરનો ભાવ (Tina Rubber & Infrastructure Share price) ઇન્ટ્રાડેમાં રૂ. 350 પર પહોંચ્યો છે. આ રીતે આ શેરે છેલ્લા એક વર્ષમાં 1000 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.

    આ પણ વાંચોઃ-Indian Railways: UP, MP અને ગુજરાતના આ શહેરો માટે ચાલશે સમર સ્પેશ્યલ ટ્રેન, અહીં જુઓ શિડ્યુલ

    છેલ્લા છ માસમાં પણ શેરમાં સારું પ્રદર્શન જોવા મળ્યું છે. બજારની મંદ ચાલ છતા આ શેરે આ સમયગાળામાં 163 ટકા વળતર આપ્યું છે. જોકે છેલ્લા એક મહિનામાં પણ 15%નો ઉછાળો શેરભાવમાં નોંધાયો છે. કેલેન્ડર વર્ષ 2022ના અત્યાર સુધીના પરફોર્મન્સ પર નજર કરીએ તો 80%નું મસમોટું વળતર આપ્યું છે.

    આ પણ વાંચોઃ-Business Idea: કાપીને ફેંકી દેવામાં આવતા ઝાડના આ ભાગથી તમે કરી શકો છો કમાણી

    રૂ. 1 લાખના 10 લાખ થયા
    છેલ્લા એક વર્ષથી આ સ્ટોક રોકાણકારોને ઘણા પૈસા આપી રહ્યો છે. જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, તો આજે તે રોકાણ 1.15 લાખ રૂપિયામાં થયું છે. તેવી જ રીતે જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તે રોકાણ જાળવી રાખ્યું હતું, તો આજે તેના એક લાખ રૂપિયા 2.63 લાખ થઈ ગયા છે. એ જ રીતે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલાં ટીના રબર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, તો આજે તેનું રોકાણ 10 લાખ રૂપિયાનું સંપત્તિ સર્જન કરી ચૂક્યું હશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Investments, Multiaggar Stocks, Share market, Stock market

    આગામી સમાચાર