SBI આજથી સસ્તામાં વેચી રહી છે ઘર, ગાડી અને જમીન, જાણો કેવી રીતે ખરીદી શકાય

SBI આજથી સસ્તામાં વેચી રહી છે ઘર, ગાડી અને જમીન, જાણો કેવી રીતે ખરીદી શકાય
SBIની હરાજીમાં રેસિડેન્સિયલ, કોમર્શિયલ પ્રોપર્ટી અને જમીન ઉપરાંત મશીનરી અને વાહન માટે પણ બોલી લગાવી શકો છો

SBIની હરાજીમાં રેસિડેન્સિયલ, કોમર્શિયલ પ્રોપર્ટી અને જમીન ઉપરાંત મશીનરી અને વાહન માટે પણ બોલી લગાવી શકો છો

  • Share this:
    નવી દિલ્હી. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank Of India) હરાજી યોજવા જઈ રહી છે. SBIનું મેગા ઇ-ઓક્શન (SBI e-auction) આજથી એટલે કે 5 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. આ વખતની હરાજીમાં તમે રેસિડેન્સિયલ, કોમર્શિયલ પ્રોપર્ટી અને જમીન ઉપરાંત પ્લોટ, મશીનરી અને વાહન માટે પણ બોલી લગાવી શકો છો. નોંધનીય છે કે, હરાજીમાં આપને સસ્તામાં પ્રોપર્ટી મળી શકે છે. નોંધનીય છે કે આ એ પ્રોપર્ટી છે જે ડિફોલ્ટની યાદીમાં આવી ચૂકી છે.

    SBIએ કર્યું ટ્વીટ



    સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વીટમાં લખ્યું છે કે સૌથી સારી બોલી માટે! અહીં આપના માટે સસ્તા રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી, લેન્ડ, પ્લોટ અને મશીનરી, વાહન અને ઘણું બધું ખરીદવાની તક છે. SBI મેગા ઇ-ઓક્શનમાં ભાગ લો અને આપની સર્વશ્રેષ્ઠ બોલી લગાવો.

    નોંધનીય છે કે આ પ્રોપર્ટી દેશના અલગ-અલગ શહેરોમાં છે, તો તમે તેના માટે આપના લોકેશનના હિસાબથી બોલી લગાવી શકો છો. આ વેબસાઇટ પર આપને પ્રોપર્ટી માટે રિઝર્વ પ્રાઇઝ પણ મૂકવામાં આવી છે. હરાજીની પ્રક્રિયા 5 માર્ચથી શરૂ થઈ જશે.

    આ નંબરો ઉપર પણ કરી શકો છો સંપર્ક

    એસબીઆઇ તરફથી હેલ્પલાઇન નંબર- (033)-40602403/40067351/40628253/40645316/40645207/40609118 પણ જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ પણ પ્રકારની જાણકારી મેળવવી હોય તો અહીં સંપર્ક કરી શકાય છે.

    આ પણ વાંચો, EPFOનો મોટો નિર્ણય! સરકારે નક્કી કરી દીધા PF પર વ્યાજ દર, જાણો આ વર્ષે કેટલો મળશે ફાયદો

    બેંકના જણાવ્યા મુજબ, તેઓ સંપત્તિના ફ્રીહોલ્ડ કે લોજહોલ્ડ થવા, સ્થળ, માપ સહિત અન્ય જાણકારીઓ પણ હરાજી માટે જાહેર સાર્વજનિક નોટિસમાં આપે છે. જો ઇ-હરાજીના માધ્યમથી પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો બેંકમાં જઇને પ્રક્રિયા અને સંબંધિત પ્રોપર્ટી વિશે કોઈ પણ પ્રકારની જાણકારી લઈ શકો છો.

    ડિફોલ્ટ પ્રોપર્ટની હરાજી થાય છે

    નોંધનીય છે કે, જે પણ પ્રોપર્ટીના માલિકે તેની લોન નથી ચૂકવી, કે કોઈ કારણવશ નથી આપી શકયા, તે તમામ લોકોની પ્રોપર્ટી બેંકો દ્વારા કબજામાં લેવામાં આવે છે. એસબીઆઇ સમયાંતરે આ પ્રકારની પ્રોપર્ટીની હરાજી કરતી રહે છે. આ હરાજીમાં બેંક પ્રોપર્ટી વેચીને પોતાની બાકી રકમ વસૂલ કરે છે.

    આ પણ વાંચો, અમેઝોનના ફાઉન્ડર Jeff Bezosને ટ્રેડર્સ એસોસિએશનનો ખુલ્લો પત્ર, ‘રિલાયન્સ-ફ્યૂચર ડીલમાં રોડાં ન નાખો’

    ઓક્શન વિશે વધુ જાણકારી માટે આ લિંક પર કરો વિઝિટ

    >> સી1 ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ https://www.bankeauctions.com/Sbi
    >> ઇ-પ્રોક્યોરમેન્ટ ટેક્નોલોજી લિમિટેડ https://sbi.auctiontiger.net/EPROC/
    >> પ્રોપર્ટીને જોવા માટે: https://ibapi.in
    >> હરાજી માટેનું પ્લેટફોર્મ: https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp
    Published by:Mrunal Bhojak
    First published:March 05, 2021, 07:06 am

    ટૉપ ન્યૂઝ