રૂ. 234 કરોડ વસૂલવા આગામી મહિને ત્રણ NPA એકાઉન્ટ વેચવા કાઢશે SBI

રૂ. 234 કરોડ વસૂલવા આગામી મહિને ત્રણ NPA એકાઉન્ટ વેચવા કાઢશે SBI
પ્રતિકાત્મક તસવીર

NPAના સરળ નિકાલ માટે IBA દ્વારા ગત વર્ષે બેડ બેંકની સ્થાપનાની દરખાસ્ત કર્યો હતો. સરકાર આ પ્રસ્તાવને સ્વીકારીને એસેટ રી-કન્ટ્રક્શન કંપની અથવા એસેટ મેનેજમેન્ટ કંપનીની તર્જ પર બેડ બેંક ખોલવાનું કહ્યું હતું.

  • Share this:
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ત્રણ NPA ખાતામાંથી રૂ. 235 કરોડ વસૂલવા માટેનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. આગામી મહિને SBI આ ખાતા વેચી નાંખશે. આ ખાતા એસેટ રી-કન્ટ્રક્શન કંપની (ARC) અથવા અન્ય નાણાંકીય સંસ્થાઓને વેચી નાખવામાં આવશે.

SBIએ નિવેદનમાં કહ્યું છે કે, બેંકે નિયમનકારી માર્ગદર્શિકા મુજબ બેંકની નાણાકીય સંપત્તિ વેચવાની નીતિ હેઠળ હેવી મેટલ અને ટ્યુબ્સ લિમિટેડ, ખરે એન્ડ તારકુંડે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ અને એલિસ ઇન્ટરનેશનલ લિમિટેડને રૂ. 235.32 કરોડની રિકવરી માટે વેચવાની ઓફર કરી છે.ઉલ્લેખનીય છે કે, NPAના સરળ નિકાલ માટે IBA દ્વારા ગત વર્ષે બેડ બેંકની સ્થાપનાની દરખાસ્ત કર્યો હતો. સરકાર આ પ્રસ્તાવને સ્વીકારીને એસેટ રી-કન્ટ્રક્શન કંપની અથવા એસેટ મેનેજમેન્ટ કંપનીની તર્જ પર બેડ બેંક ખોલવાનું કહ્યું હતું.

આ છે કંપનીની પ્રોફાઈલ

SBIના મત મુજબ હેવી મેટલ પર બેંકનું રૂ. 116.91 કરોડનું લેણું છે. અમદાવાદ સ્થિત હેવી મેટલ એન્ડ ટ્યુબ્સ સ્ટેનલેસ સ્ટીલની ટ્યુબ અને પાઇપ બનાવે છે. બીજી તરફ ખરે એન્ડ તારકુંડે પાસેથી રૂ. 99.84 કરોડ લેવાના નીકળે છે. આ કંપની નાગપુરની છે અને મિલકતનો કારોબાર કરે છે.

જ્યારે ત્રીજી કંપની એલિજ ઇન્ટરનેશનલ પાસે SBIને રૂ. 18.57 કરોડ લેવાના નીકળે છે. કલકત્તાની આ કંપની કપડાં બનાવે છે. બેંકે પૈસાની વસૂલી માટે હેવી મેટલ માટે રૂ. 27.50 કરોડ, ખારે અને તારકુંડે માટે રૂ. 15 કરોડ અને એલાઇઝ ઈન્ટરનેશનલ માટે રૂ. 8 કરોડનું આરક્ષિત મૂલ્ય રાખ્યું છે.

આ દિવસે થશે હરાજી

બેંકની વેચાણ નોટિસ મુજબ હેવી મેટલ એન્ડ ટ્યુબ્સ અને ખરે એન્ડ તારકુંડેના એનપીએના વેચાણ માટે 7મી જૂને, જ્યારે એલીજ ઇન્ટરનેશનલ માટે 8 જૂને ઈ-હરાજી થશે. SBIનું કહેવું છે કે, કંપનીઓ, બેંક, NBFC, નાણાકીય સંસ્થાઓ બેંકને અરજી સોંપ્યા અને ખુલાસા વગરનો કરાર કર્યા બાદ સંપત્તિને લઈ તપાસ કરી શકે છે.

તાજેતરમાં નિયુક્ત થયા છે CEO

નોંધનીય છે કે, બેન્કો અને નાણાંકીય સંસ્થાઓને ફસાયેલા દેણામાંથી છુટકારો અપાવવા પ્રસ્તાવિક નેશનલ એસેટ રીકન્ટ્રક્શન કંપની લિમિટેડ (National Asset Reconstruction Company Limited- NARCL) એટલે કે બેડ બેંક (Bad Bank)ના પ્રથમ સીઈઓ પદ્મકુમાર મંગલમ નાયરને નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સ્ટ્રેસડ એસેટને બેડ બેંક ઓછી કિંમતે રોકાણકારોને આપશે

બેડ બેંક NPAને શોષી લેશે. ત્યાર બાદ તેનું રિઝૉલ્યુશન વધુ પ્રોફેશનલ રીતે કરવાનો પ્રયાસ કરશે. બેડ બેંક સ્ટ્રેસ એસેટ્સને ઓછી કિંમતે રોકાણકારોને આપશે અને રોકાણકારો કરજો લેનાર પાસેથી તેની વસુલાત કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય બેંકોનું NPA તેમના દ્વારા વિતરિત થયેલી કુલ લોનના 8 ટકા છે. અત્યારે કોરોના વાયરસના કારણે બેંકોનું NPA વધવાની દહેશત છે.
Published by:News18 Gujarati
First published:May 17, 2021, 18:13 IST

ટૉપ ન્યૂઝ