SBIના કરોડો ગ્રાહકોને લાગશે ઝટકો! 1 નવેમ્બરથી થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર

News18 Gujarati
Updated: October 19, 2019, 6:31 PM IST
SBIના કરોડો ગ્રાહકોને લાગશે ઝટકો! 1 નવેમ્બરથી થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર
પ્રતિકાત્મક તસવીર

બેન્કિંગ સિસ્ટમમાં પર્યાપ્ત રોકડને જોતા સીબીઆઈએ બચત વ્યાજદરોને ઘટાડવાનો નિર્ણય લીધો છે

  • Share this:
દેશની સૌથી મોટી બેન્ક એટલે કે સ્ટૅટ બૅન્ક ઑફ ઈન્ડિયાના ગ્રાહકોને અગામી સમયમાં 1 નવેમ્બરથી મોટો ઝટકો લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ તારીખથી SBI સેવિંગ્સ એકાઉન્ટ પર મળતા વ્યાજ દરને ઘટાડવા જઈ રહી છે. એવામાં જો તમે પણ SBIમાં તમારા પૈસા રાખ્ય હોય તો, તેના પર મળતું વ્યાજ ઘટી જશે. SBI અનુસાર, વ્યાજદરોમાં આ કટોતી 1 નવેમ્બર 2019થી લાગુ કરવામાં આવશે.

ઘટી જશે જમા રકમ પર વ્યાજ
SBI એક લાખ રૂપિયા સુધીની જમા રકમ પર વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરવા જઈ રહી છે. એક નવેમ્બરથી 1 લાખ રૂપિયાની રકમ પર મળતા વ્યાજ દર 3.50 ટકાને ઘટાડી 3.25 ટકા કરી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, બેન્કિંગ સિસ્ટમમાં પર્યાપ્ત રોકડને જોતા સીબીઆઈએ બચત વ્યાજદરોને ઘટાડવાનો નિર્ણય લીધો છે.

FD પર વ્યાજ દર ઘટાડી ચુકી છે SBI
આ મહિનામાં જ ભારતીય રિઝર્વ બેન્કે નીતિગત વ્યાજદરમાં સળંગ પાંચમી વખત ઘટાડો કર્યો છે, ત્યારબાદ SBIએ વ્યાજદરોમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. FDમાં વ્યાજદરોમાં આ ઘટાડો 10 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવ્યો હતો. આ કટોતી હેઠળ SBIએ એક વર્ષથી બે વર્ષની મેચ્યોરિટીવાળી રિટેલ એફડી પર વ્યાજદરોમાં 0.10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ આ દર 6.50થી ઘટી 6.40 ટકા કરવામાં આવ્યો છે.

SBIએ 10 ઓક્ટોબરથી 2 કરોડ રૂપિયાથી વધારે જમા રકમ પર પણ વ્યાજદરો ઘટાડી દીધા હતા. SBIએ 1 વર્ષથી બે વર્ષ સુધીની મેચ્યોરિટીવાળી એફડી પર જમા દરોમાં 0.30 ટકાનો ઘટાડો કર્યો હતો. તેના પર મળતા વ્યાજદરને બેન્કે 6.30 ટકાથી ઘટાડી 6 ટકા કરી દીધો હતો.
Loading...

આ સરકારી બેન્કે ગત 10 ઓક્ટોબરથી ગ્રાહકો માટે લોન લેવાનું પણ સસ્તુ કરી દીધુ હતું. આ બેન્કે માર્જિન કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ સેન્ડિંગ રેટને પણ 10 આધાર અંક એટલે કે, 0.10 ટકા કટોતી કરી છે, જેનો લાભ તમામ શ્રેણીના ગ્રાહકો ઉછાવી શકે છે. બેન્ક તરફથી એમસીએલઆરમાં આ છઠ્ઠી કટોતી છે. આનાથી ગ્રાહકોની હોમ અને ઓટો લોનની EMI રિસેટ પીરિયડ અમુસાર ઘટી ગઈ.
First published: October 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...