સામાન્ય રીતે બેંક એકાઉન્ટથી જમા રાશી પ્રમાણે તમે પૈસા ઉપાડી શકો છો, પરંતુ એવી પિરિસ્થિતિ સર્જાઇ કે તમને વધારે પૈસાની જરૂર પડે તો ? આ માટે SBIએ ઓવરડ્રાફ્ટ સુવિધા શરૂ કરી છે. SBIએ કહ્યું કે બેંકે 1 લાખ રૂપિયાથી વધુ કેશ ક્રેડિટ/ઓવર ડ્રાફ્ટ રેટ્સ રેપોરેટથી લિંક કરવામાં આવ્યા છે. જેથી કસ્ટમર્સને રેપોરેટમાં થયેલા ઘટાડાનો ફાયદો થશે.
RBIએ રેપોરેટમાં 4 એપ્રિલે 0.25 ટકાનો ઘટાડો કર્યો અને તેનો સંપૂર્ણ લાભ SBIના 1 લાખ રૂપિયાથી વધુ CC/OD કસ્ટમર્સને 1 મે 2019થી મળવાનું શરૂ થઇ ગયું છે.
શું છે આ ઓવરડ્રાફ્ટ સુવિધા ?
ઓવરડ્રાફ્ટ એક પ્રકારની લોન હોય છે, જેમાં કસ્ટમર્સ પોતાના બેંક એકાઉન્ટમાંથી બેલેન્સથી વધુ પૈસા ઉપાડી શકે છે. આ વધારાની રકમ નિયત કરેલા સમયમાં ચૂકાવવાની રહેશે. જેનું ડેઇલી વ્યાજ લાગે છે. ઓવરડ્રાફ્ટ ફેસિલીટી કોઇપણ બેંક અથવા નોન-બેંકિંગ ફાઇનેન્શિયલ કંપની આપી શકે છે. તમને મળનારા ઓવરડ્રાફ્ટની લિમિટ NBFCs નક્કી કરશે.
આવી રીતે કરો એપ્લાઇ
બેંક પોતાના કેટલાક ગ્રાહકોને પ્રીઅપ્રુવ્ડ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપે છે. તો કેટલાક કસ્ટમર્સને તેના માટે અલગથી મંજૂરી લેવાની હોય છે. આ માટે લેખિતમાં અથવા ઇન્ટરનેટ બેંકિંગની મદદથી એપ્લાઇ કરવાનું હોય છે. કેટલીક બેંક આ સુવિધા માટે પ્રોસેસિંગ ફીસ પણ વસૂલે છે.
ઓવરડ્રાફ્ટ બે પ્રકારના હોય છે, એક સિક્યોર્ડ, બીજું અનસિક્યોર્ડ, સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ માટે સિક્યોરિટી તરીકે કોઇ વસ્તુ ગીરવે મુકવી પડે છે. જેમાં તમે એફડી, શેયર્સ, ઘર, સેલેરી, ઇન્શ્યોરન્સ પોલીસ, બોન્ડ્સ વગેરે જેવી વસ્તુઓ પર ઓવરડ્રાફ્ટ મેળવી શકો છો.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર