SBIએ 10 સૌથી મોટા દેવાદાર વિલફુલ ડિફોલ્ટર્સનાં નામ જાહેર કર્યા

કોઇ દેવાદારને વિલફુલ ડિફોલ્ટર ત્યારે જ કહેવાય છે જ્યારે તે જાણી જોઇને કોઇ દેવું ચૂકવવામાં અસફળ રહે

કોઇ દેવાદારને વિલફુલ ડિફોલ્ટર ત્યારે જ કહેવાય છે જ્યારે તે જાણી જોઇને કોઇ દેવું ચૂકવવામાં અસફળ રહે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: ભારતની સૌથી મોટી સરકારી બેંક SBIએ ફાર્મા, જ્વેલરી અને પાવર સેક્ટરની 10 મોટી કંપનીઓ અને તેમનાં પ્રમુખ અધિકારીઓનાં નામનો ખુલાસો કર્યો છે. SBIએ આ તમામને વિલફુલ ડિફોલ્ટર (જાણી જોઇને દેવું ન ચુકવનારા જાહેર કર્યાં છે. તેમાં મોટાભાગની કંપની મુંબઇની છે. SBIનું કહેવું છે કે, આ ડિફોલ્ટર્સની પાસે દેવાની રકમ આશરે 1500 કરોડ રૂપિયા છે. અને તેમને દેવું ચેકવવા માટે ઘણી વખત નોટિસ જાહેર કરવામાં આવી ગઇ છે. કુફે પરેડ સ્થિત સ્ટ્રેસ્ડ એસેટ્સ મેનેજમેન્ટ બ્રાન્ચ-1 દ્વારા જાહેર સાર્વજનિક સૂચના અનુસાર, આ ચૂકકર્તાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સેક્ટરની કંપની પણ શામેલ છે. બેંકની ખબરમાં તેમની તસવીરની સાથે સંપૂર્ણ રિપોર્ટ છપાવ્યો છે.

    આ પણ વાંચો-મુંબઈમાં 3 એકર જમીન 2238 કરોડમાં વેચાઈ, દેશનો સૌથી મોંઘો સોદો

    શું હોય છે વિલફુલ ડિફોલ્ટર- વિલફુલ ડિફોલ્ટરનો અર્થ છે તે દેવાદાર જેમણે જે કામથી બેંકથી દેવું લીધુ છે, તેનો ઉપયોગ તે કામમાં નથી કર્યો. સાથે જ, દેવાની રકમ ચુકવવાની ક્ષમતા હોવા છતાં તે બેંકની રકમ પરત કરતાં નથી. જો આવાં કોઇ વ્યક્તિની કોઇ સંપત્તિ ગિરવે મુકીને બેંકથી દેવું લીધુ છે તો બેંકની જાણકારી બહાર તેણે તે સંપત્તિ વેચી દે છે તો તેને વિલફુલ ડિફોલ્ટર માનવામાં આવે છે.

    SBIએ જાહેર કરી વિલફુલ ડિફોલ્ટર્સનાં નામની યાદી

    -જે દેવાદારને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવો એક એ એવી પ્રક્રિયા છે જેમાં તેને તેની સ્થિતિને રજૂ કરવા માટે પર્યાપ્ત તક મળે છે.
    - કોઇ દેવાદારને વિલફુલ ડિફોલ્ટર ત્યારે જ કહેવાય છે જ્યારે તે જાણી જોઇને કોઇ દેવું ચૂકવવામાં અસફળ રહે.

    આ પણ વાંચો- મોદી સરકારનાં આ નિર્ણયથી 8 કરોડ PF ખાતેદારને પડી શકે ફટકો!

    -જો તે સંસાધન હોવા છતાં દેવું ચુકવતો નથી.
    -આ ઉપરાંત દેવાદારને વગર કોઇ મિલકતનાં વેચાણ અને પૈસાને અન્ય કામોમાં લગાવવાને કારણે પણ કોઇ વ્યક્તિને વિલફૂલ ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવે છે

    કોણ કોણ છે વિલફુલ ડિફોલ્ટર્સની લિસ્ટમાં- સૌથી મોટા ડિફોલ્ટર સ્પેનકો લિમિટેડ છે. જેનાં પર દેવાની રકમ 3,47,30, 46,322 રૂપિયા છે. કંપનીની ઓફિસ સિયોન સ્થિત ગોદરેજ કોલિસિયમમાં છે. અને તેનાં બે ડિરેક્ટર કપિલપુરી અને તેની પત્ની કવિતા પુરી નજીકમાં જ ચેમ્બુરમાં રહે છે.

    તેનાં નિર્દેશક સ્મિતેશ સી. શાહ, ભરત એસ. મેહતા અને રજત આઇ. દોશી છે. અને તમામ મુંબઇની છે. તો રાયગઢ સ્થિત લોહા ઇસ્પાત લિમિટેડની પાસે દેવાની રકમ 2,87,30,52,225 રૂપિયા છે.

    આ પણ વાંચો-સામાન્ય માણસને મોટો ઝટકો ! PPF અને સુકન્યા જેવી સ્કીમમાં વ્યાજદર ઘટ્યા

    આ કંપનીનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેકટ્ર રાજેશ જી પોદ્દાર છે. જ્યારે નિર્દેશકોનાં નામ અંજૂ પોદ્દાર છે બંને મુંબઇનાં છે. મનીષ ઓ. ગર્ગ અને સંજય બંસલ બંને નવી મુંબઇનાં રહેવાસી છે.

    બેંકે આ ઉપરાંત અન્ય ડિફોલ્ટર કંપનીઓ અને તેનાં શીર્ષ અધિકારીઓનાં નામ પણ જાહેર કર્યા છે.
    Published by:Margi Pandya
    First published: