દુનિયાની ત્રીજી સૌથી મોટી બેંક સાથે SBIની સમજૂતી, ગ્રાહકોને થશે લાભ

દેશની સૌથી મોટી બેંક SBIએ દુનિયાની ત્રીજી સૌથી મોટી બેંક Bank of China સાથે કરાર કર્યા છે

દેશની સૌથી મોટી બેંક SBIએ દુનિયાની ત્રીજી સૌથી મોટી બેંક Bank of China સાથે કરાર કર્યા છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: દેશની સૌથી મોટી બેંક SBIએ દુનિયાની ત્રીજી સૌથી મોટી બેંક Bank of China સાથે કરાર કર્યા છે. જે હેઠળ બન્ને બેંકના ગ્રાહકો એક-બીજાની સર્વિસનો લાભ લઇ શકશે. બેંક તરફથી કહેવામાં આવ્યું કે, આ સમજૂતીથી એસબીઆઇ તથા બીઓસી બન્નેને સંબંધિત બજારોમાં સીધો લાભ થશે. એસબીઆઇની એક શાખા શંઘાઇમાં છે, જ્યારે બેંક ઓફ ચાઇના મુંબઇમાં પોતાની શાખા ખોલવા જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, બેંક ઓફ ચાઇના ઉપરાંત ઇરાનની ત્રણ, સાઉથ કોરિયાની બે, મલેશિયા અને નેધરલેન્ડની એક-એક બેંકે ભારતમાં બિઝનેસ શરૂ કરવા માટે આરબીઆઇની મંજૂરી માગી હતી. જોકે, સાઉથ કોરિયા અને મલેશિયાની બેંકોની અરજીને રદ કરી ફરી અરજી માટે કહેવામાં આવ્યું હતું.

  ભારતમાં વિદેશી બેંકોની સંખ્યા 46 થઇ જશે- આ પહેલાં ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના આ વર્ષે જાન્યુઆરીથી ભારતમાં બિઝનેસ શરૂ કરી ચૂકી છે. બેંક ઓફ ચાઇના સહિત ભારતમાં વિદેશી બેંકોની સંખ્યા 46 થઇ જશે. યુકેની સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ભારતમાં સૌથી વધુ 100 શાખાઓ ધરાવતી વિદેશી બેંક છે.


  બન્ને દેશો વચ્ચે સમજૂતી- એસબીઆઇ તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ નિર્ણયથી વેપારની તકો વધારવા માટે બેંક ઓફ ચાઇના સાથે સમજૂતી પર સહી કરવામાં આવી છે. એસબીઆઇએ એક નોટિફિકેશનમાં કહ્યું કે, એસબીઆઇએ બેંક ઓફ ચાઇના સાથે સહમતિ પત્ર પર સહી કરી.

  ગ્રાહકોને થશે લાભ- એસબીઆઇ અનુસાર , આ સમજૂતીથી એસબીઆઇ અને બીઓસી બન્નેને સંબંધિત બજારોમાં સીધી પહોંચનો લાભ મળશે. એસબીઆઇની એક શાખા શંઘાઇમાં છે. જ્યારે બેંક ઓફ ચાઇના મુંબઇમાં પોતાની શાખા ખોલી રહી છે.

  આ પણ વાંચો: હવે ઓનલાઇન ફ્રોડની ચિંતા છોડો, વીમા કવરથી મળશે રાહત

  બેંક ઓફ ચાઇનાને લઇને ચિંતા- આરબીઆઇના પૂર્વ ડેપ્યુટી ગવર્નર પી.કે.ચક્રવર્તી અનુસાર, આ સમાચાર એટલે મહત્વના છે કે ચીન સાથે ભારતના રાજકીય સંબંધોમાં અસ્થિરતા છે. તે વિશ્વની ત્રીજી સૌથી મોટી બેંક છે. કહેવા માટે તો ચીનની બેંકને ભારતમાં બેંકિંગ સેક્ટર માટે નક્કી નિયમો અનુસાર કામ કરવું પડશે, પરંતુ ચીન તેની આક્રમક વેપારી નીતિ માટે જાણીતું છે. ચીન તેના રિસોર્સનો ખૂબ જ એગ્રેસિવ રીતે ઉપયોગ કરે છે. હવે જોવાનું રહ્યું કે ચીનની રણનીતિ ભારતીય બેંકિંગ સેક્ટરમાં કેવી રહે છે અને સરકારી બેંક માટે કેવી સાબિત થાય છે.
  Published by:Azhar Patangwala
  First published: