ટૂંક સમયમાં સસ્તી થશે આ બૅન્કની હોમ-ઑટો અને પર્સનલ લોન

News18 Gujarati
Updated: November 8, 2019, 11:54 AM IST
ટૂંક સમયમાં સસ્તી થશે આ બૅન્કની હોમ-ઑટો અને પર્સનલ લોન
બૅન્કે ચાલુ નાણાકીય વર્ષમાં સતત સાતમી વખત દરોમાં ઘટાડો કર્યો છે. નવા દરો 11 નવેમ્બરથી લાગુ થશે.

બૅન્કે ચાલુ નાણાકીય વર્ષમાં સતત સાતમી વખત દરોમાં ઘટાડો કર્યો છે. નવા દરો 11 નવેમ્બરથી લાગુ થશે.

  • Share this:
દેશની સૌથી મોટી સરકારી બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI) એ એક મોટી જાહેરાત કરતા ગ્રાહકોને રાહત આપી છે. એસબીઆઈએ 10 નવેમ્બરથી એમસીએલઆર દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. હવે જો તમે ઘર ઑટો અને પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. જો તમે આ બે બૅન્કોના હાલના ગ્રાહક છો, તો તમને ઘટાડેલા દરનો લાભ મળશે. આ પહેલા 10 ઑક્ટોબર 2019 ના રોજ બૅન્કે એમસીએલઆર દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો હતો. 4 ઑક્ટોબરે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રેપો રેટમાં 0.25% ઘટાડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રેપો રેટ 0.25 ટકા ઘટીને 5.15 ટકા થયો છે.

એસબીઆઈ પાસેથી લોન મેળવવી સસ્તી થશે - એસબીઆઈના જણાવ્યા અનુસાર, બૅન્કે તમામ સમયગાળા માટે એમસીએલઆર રેટમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે.

આ પણ વાંચો: HDFC બૅન્કના વ્યાજદરમાં ઘટાડો, ઓછા થઇ જશે લોનના EMIહવે એક વર્ષ માટે નવા એમસીએલઆર દર 8.05 ટકાથી ઘટીને 8 ટકા થઈ ગયા છે. નવા દરો 11 નવેમ્બરથી લાગુ થશે. બૅન્કે ચાલુ નાણાકીય વર્ષમાં સતત સાતમી વખત દરોમાં ઘટાડો કર્યો છે.

આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો થયા બાદ એસબીઆઇએ એમસીએલઆરના આધારે લોનના દર ઘટાડ્યા છે. હવે દર મહિને ઇએમઆઈ 0.05% સસ્તી થઈ છે. બૅન્ક દ્વારા એમસીએલઆરમાં વધારો અથવા ઘટાડો નવી લોન લેનારાઓ તેમજ એ ગ્રાહકો પર પણ અસર કરે છે જેમણે એપ્રિલ 2016 પછી લોન લીધી છે.
First published: November 8, 2019, 11:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading