SBIમાં FD કરાવનારા માટે મોટી ખબર! 10 નવેમ્બરથી મળશે આટલો ઓછો લાભ

1 થી 2 વર્ષ સુધીની મેચ્યોરિટી ધરાવતી એફડીમાં વ્યાજ દર 0.15 ટકા જેટલો ઘટી ગયો છે. આપને જણાવી દઈએ હાલમાં ઘણી બેન્કોમાં પણ એફડી પર વ્યાજ દર ઘટી રહ્યા છે.

News18 Gujarati
Updated: November 9, 2019, 3:50 PM IST
SBIમાં FD કરાવનારા માટે મોટી ખબર! 10 નવેમ્બરથી મળશે આટલો ઓછો લાભ
SBI માં FD કરાવનારા માટે મોટી ખબર!
News18 Gujarati
Updated: November 9, 2019, 3:50 PM IST
મુંબઈ- દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈ ( SBI-State Bank of India) એફ ડી એટલે કે ફિકસ્ડ ડીપોઝિટ (SBI FD Rates November 2019) પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લીધો છે. નવા દરો 10 નવેમ્બર 2019 થી લાગુ થશે. 1 થી 2 વર્ષ સુધીની મેચ્યોરિટી ધરાવતી એફડીમાં વ્યાજ દર 0.15 ટકા જેટલો ઘટી ગયો છે. આપને જણાવી દઈએ હાલમાં ઘણી બેન્કોમાં પણ એફડી પર વ્યાજ દર ઘટી રહ્યા છે. SBI એ MCLR દરો ને પણ 0.05 ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે. એસબીઆઈ (SBI)એ આ પહેલાં 8 મહિનામાં 7 મી વખત વ્યાજનો દર ઘટાડ્યો છે. આવો જાણીએ SBI એફડીના નવા વ્યાજ દર વિશે...

10 નવેમ્બરથી સામાન્ય લોકો માટે નવા વ્યાજ દર

>> 7 થી 45 દિવસની એફડી કરાવવા - એસબીઆઈ 7 થી 45 દિવસ માટે એફડી પર 4.50 ટકા વ્યાજ આપશે.

>> 46 દિવસથી 179 દિવસ- એસબીઆઈ 46 થી 179 દિવસ માટે એફડી કરાવવા પર 5.50 ટકા વ્યાજ આપશે.
>> 180 દિવસથી 210 દિવસ- 180 દિવસથી 210 દિવસ માટે એફડી કરાવવા પર 5.80 ટકા વ્યાજ આપશે.
>> 211 દિવસથી 1 વર્ષ સુધી- એસબીઆઈ આ સમય દરમિયાન એફડી કરાવવા પર 5.80 ટકા વ્યાજ આપશે.
Loading...

>> 1 વર્ષથી 2 વર્ષ સુધી - આ એફડી કરાવવા પર 6.25 ટકા વ્યાજ આપશે.
>> 2 વર્ષથી 3 વર્ષ સુધી - 2 થી 3 વર્ષ માટે એફડી કરાવવા પર 6.25 ટકા વ્યાજ આપશે.
>> 3 વર્ષથી 5 વર્ષ સુધી- 3 થી 5 વર્ષો સુધી એફડી કરાવવા પર એસબીઆઈ 6.25 ટકા વ્યાજ આપશે.
>> 5 વર્ષથી 10 વર્ષ સુધી- 5 થી 10 વર્ષ સુધી એફડી કરાવવા પર એસબીઆઈ 6.25 ટકા વ્યાજ આપશે.

સિનિયર સિટીઝન માટે નવા બેજ દર

>> 7 થી 45 દિવસની એફડી-એસબીઆઈ 7 થી 45 દિવસ માટે એફડી પર 5 ટકા વ્યાજ આપશે.
>> 46 દિવસથી 179 દિવસ- એસબીઆઈ 46 થી 179 દિવસ માટે એફડી પર 6 ટકા વ્યાજ આપશે.
>> 180 દિવસથી 210 દિવસ- 180 દિવસથી 210 દિવસો માટે એફડી પર 6.30 ટકા વ્યાજ આપશે.
>> 211 દિવસથી 1 વર્ષ સુધી- એસબીઆઈ આ સમયની એફડી કરાવવા પર 6.30 ટકા વ્યાજ આપશે.
>> 1 વર્ષથી 2 વર્ષ સુધી - આ એફડી પર 6.75 ટકા વ્યાજ આપશે.
>> 2 વર્ષથી 3 વર્ષ સુધી- 2 થી 3 વર્ષ માટે એફડી કરાવવા પર 6.75 ટકા વ્યાજ આપશે.
>> 3 વર્ષથી 5 વર્ષ સુધી- 3 થી 5 વર્ષો સુધી એફડી કરાવવા પર એસબીઆઈ 6.75 ટકા વ્યાજ આપશે.
>> 5 વર્ષથી 10 વર્ષ સુધી- 5 થી 10 વર્ષ સુધી એફડી કરાવવા પર એસબીઆઈ 6.75 ટકા વ્યાજ આપશે.

આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં

કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ

આ છે મોતનો આઈલેન્ડ, જે પણ અહીં જાય છે તે પાછો જ નથી ફરતો

 
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...