SBI એલર્ટ, દાન આપનારાઓનાં ખાલી થઇ શકે છે એકાઉન્ટ, છેતરપિંડીથી આ રીતે બચો

News18 Gujarati
Updated: August 19, 2019, 10:10 AM IST
SBI એલર્ટ, દાન આપનારાઓનાં ખાલી થઇ શકે છે એકાઉન્ટ, છેતરપિંડીથી આ રીતે બચો
છેતરપિંડીથી આ રીતે બચો.

SBIએ તેના ગ્રાહકો માટે એક એલર્ટ જાહેર કર્યુ છે. એસબીઆઈએ ટ્વીટ કરીને કહ્યું છે કે જો તમે પૂર પીડિતોને સહાય માટે દાન આપી રહ્યા હોય તો થોડી સાવચેતી રાખજો, નહીં તો તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો.

  • Share this:
ન્યૂઝ18 ગજરાતી: દેશના મોટાભાગના રાજ્યો પૂરની ઝપેટમાં છે. જ્યારે પૂરના કારણે હજારો લોકોનાં મોત નિપજ્યાં છે, ત્યારે કરોડોની સંપત્તિ નાશ થઇ ચુકી છે. સરકારે સામાન્ય લોકોને પૂર પીડિતોને મદદ કરવા આગળ આવવા કહ્યું છે. જો તમે પણ પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા માંગતા હોય, તો તમે સરળતાથી તેમની સહાય કરી શકો છો. પરંતુ તેની મદદ કરવી ભારે પડી શકે છે. એટલે દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક એસબીઆઇએ તેના ગ્રાહકો માટે એક એલર્ટ જાહેર કર્યુ છે. એસબીઆઇએ ટ્વિટ કર્યું છે કે જો તમે પૂર પીડિતોને સહાય માટે દાન આપી રહ્યા હોય તો થોડી સાવચેતી રાખજો, નહીં તો તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો અને તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે. એસબીઆઇએ ગ્રાહકોને છેતરપિંડીની દૂર રહેલા કેટલી ટીપ્સ આપી છે.

છેતરપિંડીથી આ રીતે બચો

>> એસબીઆઈએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે જો તમે પૂર પીડિતોને મદદ કરવા માંગતા હોય તો સૌ પ્રથમ ખાતરી કરો કે તમે દાન ફક્ત સત્તાવાર રાહત ભંડોળના વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (VPAs) દ્વારા આપો છો. દાન માટે વિનંતી ચકાસો. ચકાસણી પછી જ સત્તાવાર વર્ચ્યુઅલ ચુકવણી સરનામાં(VPAs) પર નાણાં ટ્રાન્સફર કરો.

>> એસબીઆઇના જણાવ્યા મુજબ, તમે જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છો તે એકાઉન્ટ તપાસો. ફક્ત ખાતામાં જ પૈસા ટ્રાન્સફર કરો.> આવકવેરા કાયદાની કલમ 80G હેઠળ જો તમે પૂર પીડિતો માટે દાન આપો તો તમને ટેક્સમાં 100% કર મુક્તિ મળે છે.આ પણ વાંચો: શું તમને ખબર છે? ATM કાર્ડથી મફતમાં મળે છે 10 લાખ રુપિયાનો વીમો

શું ન કરવું?

>> આવી કોઈ પણ લિંક પર ક્લિક કરશો નહીં કે જે કોઈ અજાણ્યા સ્ત્રોતથી ઇ-મેઇલ દ્વારા લિંક આવી છે. તેમાં દૂષિત કોડ હોઈ શકે છે આ એક 'ફિશિંગ એટેક' હોઈ શકે છે.
>> કોઈપણ પેઇઝ પર કોઈ માહિતી આપશો નહીં જે પોપ-અપ વિંડોના રુપમાં આવે છે.
>> ફોન અથવા ઇમેઇલથી કોઇપણ વિનંતી પર તેના જવાબમાં તમારો પાસવર્ડ ક્યારેય ન આપો.
>> હંમેશા ધ્યાનમાં રાખો કે પાસવર્ડ, પિન, ટીન, વગેરે વિશેની માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખો અને બેંકના કર્મચારીઓ તરફથી પૂછવામાં આવતી માહિતીને જાહેર કરવી જોઈએ નહીં.

શું કરવું?

>> હંમેશાં સરનામાં બારમાં સાચો URL ટાઇપ કરીને સાઇટ પર લોગિન કરો.
>> ફક્ત તમારા અધિકૃત લોગિન પેઇઝ પર તમારુ યૂઝર ID અને પાસવર્ડ દાખલ કરો.
>> તમારુ યૂઝર ID અને પાસવર્ડ આપતા પહેલા કૃપા કરીને ખાતરી કરો કે લોગિન પેઇઝ URL ને 'https: //' ટેક્સ્ટથી શરૂ થાય છે અને તે 'http: //' નથી. 'એસ' નો અર્થ 'સલામત' છે જે દર્શાવે છે કે વેબ પેઇઝમાં એન્ક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
>> હંમેશાં બ્રાઉઝર અને વેરીસાઇન પ્રમાણપત્રની નીચે જમણી બાજુ લોક આયકન શોધો.
First published: August 19, 2019, 10:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading