જો તમારા ઘરમાં બાળકો છે અને તેનું બેન્ક એકાઉન્ટ ખોલવા માંગો છો. તો એસબીઆઇની આ સ્કીમ તમારા માટે ફાયદાકારક રહેશે. જે ખાસ બાળકો માટે છે. આનું નામ ‘પહેલા કદમ’ અને ‘પહેલી ઉડાન’ આ યોજના અંતર્ગત બાળકો સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે.
આ એકાઉન્ટમાં જે પણ સુવિધાઓ આપવામાં આવી છે તે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખુબ જ લાભદાયી છે. સાથે સાથે એ પણ ધ્યાન રાખવું પડશે કે બાળકો આનો દુરઉપયોગ ન કરી શકે. આ યોજના અંતર્ગત માતા-પિતા પોતાના 18 વર્ષની નાની ઉંમરના બાળકોનું ખાતું ખોલાવી શકે છે.
આ બેન્ક એકાઉન્ટમાં બાળકોને ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, એટીએમ કાર્ડ, ચેકબુક જેવી સુવિધાઓ આપવામાં આવે છે. આ એકાઉન્ટના બે પ્રકાર છે. એક એકાઉન્ટ 10 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે છે. જ્યારે પહેલી ઉડાન 10 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે છે. જે Uniformly Signature કરી શકે છે. આ એકાઉન્ટ માતા-પિતા સાથે જોઇન્ટ હશે.
આ છે એકાઉન્ટની ખાસ સુવિધાઓ
- માસિક મિનિમમ બેલેન્સઃ આ એકાઉન્ટમાં કોઇપણ પ્રકારનું Monthly Minimum Balance Requirement રાખવાનું નથી. એટલે કે એકાઉન્ટમાં શુન્ય બેલેન્સ છે તો પણ કોઇ પ્રકારનો ચાર્જ નહીં લાગે.
- મેક્સિમમ બેલેન્સઃ તમે મેક્સિમમ બેલેન્સ 10 લાખ રૂપિયા સુધી રાખી શકો છો. આથી વધારે એકાઉન્ટ મંજૂરી નહીં આપે
-ઇન્ટરનેટ બેન્કિંગઃ આ એકાઉન્ટમાંથી દરરોજ માત્ર 5000 રૂપિયા ઉપાડી શકાશે. જેમાં બિલ પેમેન્ટ, ઓપનિંગ ઈ ટર્મ ડિપોઝિટ (e-TDR), ઈ સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ (e-STDR), ઈ રિકરિંગ ડિપોઝિટ (e-RD), ઇન્ટરનેટ બેન્ક ફન્ડ ટ્રાન્સ્ફર (NEFT only)નો ઉપયોગ કરી શકો છો.
-ચેક બુકઃ આ એકાઉન્ટમાં ચેક બુકની સુવિધા આપવામાં આવી છે. જે એકાઉન્ટ ઓપનિંગ સમયે 10 ચેક આપવામાં આવે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર