SBIએ કરોડો ગ્રાહકોને આપી ખુશખબરી! FD વ્યાજ દરમાં વધારો, ચેક કરો Latest Rates

SBIએ કરોડો ગ્રાહકોને આપી ખુશખબરી! FD વ્યાજ દરમાં વધારો, ચેક કરો Latest Rates
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં કર્યો આટલો વધારો, જાણો સીનિયર સીટિઝન્સને કેટલું મળશે વ્યાજ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં કર્યો આટલો વધારો, જાણો સીનિયર સીટિઝન્સને કેટલું મળશે વ્યાજ

  • Share this:
    નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India)એ પોતાના કરોડો ગ્રાહકોને અગત્યની ખુશખબરી આપી છે. SBIએ પસંદગીના મેચ્યોરિટી પીરિયડની ફિક્ડ્ો ડિપોઝિટ (Fixed Deposite) પર વ્યાજ દરોમાં વધારો કરી દીધો છે. બેંકે એકથી બે વર્ષથી ઓછી અવધિની એફડી (FDs interest rates) પર 10 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કર્યો છે. નવા દરો 8 જાન્યુઆરી 2021થી પ્રભાવી થઈ ગયા છે. આવો ચેક કરો લેટેસ્ટ રેટ્સ...

    SBIએ માહિતી આપીને જણાવ્યું ક 2 કરોડ રૂપિયાથી ઓછાની રિટેલ એફડી પર આ દરો 8 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે. નોંધનીય છે કે આ પહેલા વ્યાજ દરોમાં 10 સપ્ટેમ્બરે સંશોધન કરવામાં આવ્યું હતું.



    આ પણ વાંચો, Gas Booking: Pockets વૉલેટથી સિલિન્ડર બુક કરતાં મળશે 50 રૂપિયાનું કેશબેક, જાણો પૂરી પ્રોસેસ

    ચેક કરો લેટેસ્ટ FDs રેટ્સ
    >> 7 દિવસથી 45 દિવસની FD પર 2.9 ટકાના દરથી વ્યાજ મળશે.
    >> 46 દિવસથી 179 દિવસની FD પર 3.9 ટકાના દરથી વ્યાજ મળશે.
    >> 180થી 1 વર્ષથી ઓછી અવધિની FD પર 4.4 ટકાના દરથી વ્યાજ મળશે.
    >> 211 દિવસથી 1 વર્ષની FD પર 3.9 ટકાના દરથી વ્યાજ મળશે.
    >> 1 વર્ષથી 2 વર્ષથી ઓછી મુદતની FD પર 5 ટકા વ્યાજ મળશે.
    >> 2 વર્ષથી 3 વર્ષથી ઓછી મુદતની FD પર 5.1 ટકા વ્યાજ મળશે.
    >> 3 વર્ષથી 5 વર્ષની FD પર 5.3 ટકા વ્યાજ મળશે.
    >> 5 વર્ષ અને 10 વર્ષ સુધીની અવધિ માટે FD પર 5.4 ટકા વ્યાજ મળશે.

    આ પણ વાંચો, આ કંપનીની OMG પોલિસી! દિવસમાં એકથી વધુ વાર Toilet Break લેતાં કર્મચારીને ભરવો પડે છે દંડ!

    સીનિયર સિટીઝન્સને કેટલું મળશે વ્યાજ?

    સીનિયર સિટીઝન્સની વાત કરીએ તો તેમનો સામાન્ય ગ્રાહકોની તુલનામાં 50 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ મળે છે. બેંક તરફથી કરવામાં આવેલા સંશોધન મુજબ, સીનિયર સિટીઝન્સને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધી મચ્યોર થનારી FD પર લગભગ 3.4 ટકાથી લઈને 6.2 ટકા સુધી વ્યાજ મળશે. આવો ચેક કરો નવા રેટ્સ...

    >> 7 દિવસથી 45 દિવસની FD પર 3.4 ટકાના દરથી વ્યાજ મળશે.
    >> 46 દિવસથી 179 દિવસની FD પર 4.4 ટકાના દરથી વ્યાજ મળશે.
    >> 180થી 210 દિવસની અવધિની FD પર 4.9 ટકાના દરથી વ્યાજ મળશે.
    >> 211 દિવસથી 1 વર્ષની FD પર 4.9 ટકાના દરથી વ્યાજ મળશે.
    >> 1 વર્ષથી 2 વર્ષથી ઓછી મુદતની FD પર 5.5 ટકા વ્યાજ મળશે.
    >> 2 વર્ષથી 3 વર્ષથી ઓછી મુદતની FD પર 5.6 ટકા વ્યાજ મળશે.
    >> 3 વર્ષથી 5 વર્ષની FD પર 5.8 ટકા વ્યાજ મળશે.
    >> 5 વર્ષ અને 10 વર્ષ સુધીની અવધિ માટે FD પર 6.2 ટકા વ્યાજ મળશે.
    Published by:Mrunal Bhojak
    First published:January 10, 2021, 14:28 pm

    ટૉપ ન્યૂઝ