આ બેંકમાં હોમ, ઓટો અને પર્સનલ લોન થઇ સસ્તી

નવા દરો બુધવારથી અસરકારક રહેશે.

બેંકે તેના તમામ એમસીએલઆરમાં પાંચ બેસિસ પોઇન્ટ ઘટાડો કર્યો છે અને આ સાથે જ એક વર્ષ એમસીએલઆર 8.45 ટકાથી ઘટીને 8.40 ટકા થઈ ગયો છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મંગળવારે જાહેરાત કરી છે કે તેની તમામ ટર્મ લોનની સીમાચિહ્નમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. બેંકે કહ્યું છે કે નવા દરો બુધવારથી અસરકારક રહેશે.

  એવું કહેવામાં આવ્યું છે કે માર્જિનલ કોસ્ટ-આધારિત લેડિંગ રેડ (એમસીએલઆર) એટેલે કે લઘુતમ વ્યાજ દર 0.05% થી ઘટાડીને 8.40% કરવામાં આવ્યાં છે. બેંકે તેના તમામ ટેનર્સમાં એમસીએલઆરમાં પાંચ બેસિસ આંકડાનો ઘટાડો કર્યો છે અને આ સાથે એમસીએલઆર દર વર્ષે 8.45 ટકાથી ઘટીને 8.40 ટકા થઈ ગયો છે.  આ પણ વાંચો: બેંકમાં પૈસા સાચવીને રાખવા છે તો આ વસ્તુથી દૂર રહો

  એસબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, " તેના પરિણામસ્વરુપ એસસીએલઆર સાથે જોડાયેલ તમામ લોન પર વ્યાજ દર 10 જુલાઇ 2019થી પાંચ બેસિસ પોઇન્ટ ઘટી જશે. "નણાકીય વર્ષમાં આ ત્રીજીવખત દરમાં ઘટાડો થયો છે. આજે એમસીએલઆરમાં ઘટાડો સાથે હોમ લોનના દરોમાં 10 એપ્રિલ 2019 સુધી 20 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે.  આ પણ વાંચો : આ બેંક વ્યાજ વગર આપી રહી છે લોન, આ રીતે ઉઠાવો ફાયદો

  બેંકે કહ્યું છે કે એમસીએલઆરમાં આ ઘટાડા અંગે 10 એપ્રિલ 2019ના હોમ લોન પર વ્યાજ દર પર 0.20% ઘટાડો થશે.
  Published by:Bhoomi Koyani
  First published: