Home /News /business /SBI Q3 results: એસબીઆઈનો નફો 62% વધીને 8,431.9 કરોડ રૂપિયા થયો, અંદાજ કરતા વધારે
SBI Q3 results: એસબીઆઈનો નફો 62% વધીને 8,431.9 કરોડ રૂપિયા થયો, અંદાજ કરતા વધારે
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા
State bank of India Q3 results: દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક એસબીઆઈના કહેવા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક દરમિયાન બેંકની વ્યાજની આવક 6.5 ટકા વધીને 30,687 કરોડ રૂપિયા થઈ છે.
મુંબઇ. SBI Q3 results: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State bank of India)એ ડિસેમ્બરમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક દરમિયાન વાર્ષિક આધારે 62 ટકાના વધારા સાથે 8,431.9 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો (SBI net profit) કર્યો છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન બેંકનો નફો 5,196.22 કરોડ રૂપિયા હતો. એસબીઆઈનો ચાલુ વર્ષના ત્રિમાસિક નફો બજાર નિષ્ણાતોના 7,957.4 કરોડ રૂપિયાના અંદાજથી વધારે છે. એસબીઆઈએ આજે એટલે કે શનિવારે આ અંગેની જાહેરાત કરી છે.
દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક એસબીઆઈના કહેવા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક દરમિયાન બેંકની વ્યાજની આવક 6.5 ટકા વધીને 30,687 કરોડ રૂપિયા થઈ છે. આ આવક 31,115.3 કરોડ રૂપિયાના બજાર અંદાજથી ઓછી છે. બેંકનો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન વાર્ષિક આધારે 6 બેસિસ પોઇન્ટ વધીને 3.4 ટકા થયો છે, તે અંદાજ પ્રમાણે જ રહ્યો છે.
બેંકે કહ્યુ કે, ભલે વાર્ષિક આધારે પ્રોવિઝન ઘટ્યો હોય પરંતુ લોન લૉસ પ્રોવિઝન 2,290 કરોડ રૂપિયાથી વધીને 3,096 કરોડ રૂપિયા થયો છે. લેન્ડરે કહ્યુ કે, કોવિડ-19 સંબંધિત પ્રોવિઝન 6,183 કરોડ રૂપિયા રહ્યા છે. કોવિડ-19 રિઝોલ્યુશન પ્લાન 1.0 અને 2.0 અંતર્ગત એસબીઆઈની રિસ્ટ્રક્ચરિંગ બુક 32,895 કરોડ રૂપિયા અથવા લોન બુકના 1.2 ટકા રહી.
રિટેલ લોન બુકમાં 14.6 ટકાનો ગ્રોથ
સરકારના સ્વામિત્વવાળી એસબીઆઈએ કહ્યુ કે, ત્રિમાસિક દરમિયાન તેનો કુલ ક્રેડિટ ગ્રોથ વાર્ષિક આધારે 8.5 ટકા રહ્યો, જ્યારે ઘરેલૂ લોન ગ્રોથ 6.5 ટકા રહ્યો છે. જે બજારના અંદાજ પ્રમાણે જ રહ્યો છે. એસબીઆએ વધુમાં કહ્યુ કે, લોન બુકમાં રિટેલ બુકનો ગ્રોથ 14.6 ટકા રહ્યો, જ્યારે હોમ લોન વાર્ષિક આધારે 11.2 ટકા રહી. કોર્પોરેટ અને સ્મૉલ બિઝનેસ સેગમેન્ટમાં પણ વધારો નોંધાયો છે.
એસબીઆઈ ઉપરાંત આજે બેંક ઑફ બરોડાના પરિણામની પણ જાહેરાત કરવામાં આવી છે. બેંક ઑફ બરોડા તરફથી રવિવારે જાહેરાત કરવામાં આવી છે કે વાર્ષિક આધારે ત્રીજા ક્વાર્ટર દરમિયાન બેંકનો ચોખ્ખો નફો 107 ટકા વધ્યો છે. ડિસેમ્બરના રોજ પૂર્ણ થયેલા ક્વાર્ટરમાં બેંકનો નફો વધીને 2,197 કરોડ રૂપિયા રહ્યો છે.
આ નફો બજારની 1,737 કરોડ રૂપિયાના અંદાજ કરતા વધારે છે. બીજી તરફ બેંક ઑફ બરોડાના ત્રીજા ત્રિમાસિક દરમિયાન વ્યાજની આવકમાં 14.4 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન બેંકની વ્યાજની આવક 7,821.5 કરોડ રૂપિયા હતી, જે વધીને 8,552 કરોડ રૂપિયા થઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર