SBIના કરોડો ગ્રાહકો માટે ખુશીના સમાચાર! આપના હોમ લોનની EMI આટલી ઓછી થઈ

News18 Gujarati
Updated: December 9, 2019, 1:08 PM IST
SBIના કરોડો ગ્રાહકો માટે ખુશીના સમાચાર! આપના હોમ લોનની EMI આટલી ઓછી થઈ
MCLRમાં ઘટાડો કરી SBIએ આપી મોટી ગિફ્ટ, લૉન સસ્તી થઈ. (પ્રતીકાત્મક તસવીર)

SBIનો મહત્વનો નિર્ણય : લૉન લેવી સસ્તી થશે, નવા દર 10 ડિસેમ્બર 2019થી લાગુ થશે

  • Share this:
નવ‍ી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ ગ્રાહકોને મોટી ભેટ આપી છે. SBIએ ચાલુ નાણાકીય વર્ષમાં સતત આઠમી વાર માર્જિનલ કૉસ્ટ ઑફ લૅન્ડિંગ રૅટ (MCLR)માં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંક તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ અવધિ માટે એમસીએલઆરમાં 10 બેસિસ પોઇન્ટ એટલે કે 0.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દર 10 ડિસેમ્બર 2019થી લાગુ થશે.

તમારી EMI કેટલી ઓછી થશે?

SBIએ MCLR પર આધારિત લૉનના દરો ઘટાડી દીધા છે. હવે દર મહિને EMI પર 0.10% સુધી સસ્તી થઈ ગઈ છે. આ દર 8 ટકાથી ઓછા થઈને 7.90 ટકા થઈ ગયા છે. સૌથી મોટી બેંકે નિવેદન જાહેર કરીને કહ્યું કે, વ્યાજ દરોમાં ઘટાડાની સાથે તે દેશમાં સૌથી સસ્તા દરે લૉન આપનારી બેંક બની ગઈ છે.

આ પહેલા નવેમ્બરમાં પણ SBIએ એમસીએલઆરમાં ફેરફાર કર્યા હતા. ત્યારે એસબીઆઈએ એક વર્ષના એમસીએલઆરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ આ દર 8.05 ટકાથી ઘટાડીને 8 ટકા થઈ ગયો હતો. નોંધનીય છે કે રિઝર્વ બેંકે આ વર્ષે રૅપો રૅટમાં અત્યાર સુધી 1.35 ટકાનો ઘટાડો કર્યો છે. SBIએ તેનો ફાયદો ગ્રાહકોને આપવા માટે વ્યાજ દરો ઘટાડ્યા છે.

MCLR ઘટાવાથી આપને મળશે સીધો ફાયદો

નોંધનીય છે કે, બેંકો દ્વારા MCLR વધારવા કે ઘટાડવાની સીધી અસર નવી લૉન લેનારા ઉપરાંત તે ગ્રાહકોને પણ થાય છે જેઓએ એપ્રિલ 2016 બાદ લૉન લીધી હોય. મૂળે એપ્રિલ 2016 પહેલા રિઝર્વ બેંકે દ્વારા લૉન લેવા માટે નિયત મિનિમમ રૅટ બૅઝ રૅટ કહેવાતો હતો. એટલે કે બેંક તેનાથી ઓછા દર પર કસ્ટમર્સને લોન નહોતી આપી શકતી. 1 એપ્રિલ 2016થી બેન્કિંગ સિસ્ટમમાં MCLR લાગુ થયો અને આ લૉન માટે મિનિમમ દર બની ગયો. એટલે કે ત્યારબાદ MCLRના આધારે જ લૉન આપવામાં આવે છે. નાણાકીય વર્ષ 2019-20મ આ આઠમી વાર છે જ્યારે એસબીઆઈએ પોતાના MCLR દરોમાં ઘટાડો કર્યો છે.આ પણ વાંચો, નોકરિયાતો માટે ખુશખબરી! વધી શકે છે પગાર, EPFOનાં નિયમોમાં થશે મોટા ફેરફાર
First published: December 9, 2019, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading