SBI ગ્રાહક કરી શકે છે ATMથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્જેક્શન, પરંતુ પૂરી કરવી પડશે આ શરત

આ શરતોનું પાલન કરવાથી એસબીઆઈ આપે છે ATM અનલિમિટેડ ટ્રાન્જેક્શન એકદમ ફ્રી

આ શરતોનું પાલન કરવાથી એસબીઆઈ આપે છે ATM અનલિમિટેડ ટ્રાન્જેક્શન એકદમ ફ્રી

  • Share this:
    દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પોતાના ગ્રાહકોને મહિનામાં 8થી 10 ફ્રી એટીએમ ટ્રાન્જેક્શનની સુવિધા આપે છે. ફ્રી ટ્રાન્જેક્શનની સીમા પાર કરતાં બેંક પોતાના ગ્રાહકો પાસેથી દર ટ્રાન્જેક્શન પર એક નિશ્ચિત ચાર્જ વસૂલે છે. SBI પોતાના ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્જેક્શનની સુવિધા પણ આપે છે. પરંતુ તેના માટે ગ્રાહકોને બેંકની કેટલીક શરતોને પૂરી કરવી પડશે.

    આવો જાણીએ કઈ શરતો કરવી પડશે પૂરી...

    (1) ખાતામાં રાખવું પડશે મિનિમમ બેલેન્સ - જો તમે અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્જેક્શન ઈચ્છો છો તો તમારે તમારા ખાતામાં મંથલી એવરેજ બેલેન્સ 1 લાખ રૂપિયા રાખવા પડશે. ત્યારે જ તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ગ્રુપ (SBG)ના એટીએમથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્જેક્શન કરી શકશો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એવા નિર્દેશ આપ્યા છે કે તેઓ પોતાના ગ્રાહકોને પ્રતિ મહિને એક નિશ્ચિત સંખ્યામાં ફ્રી એટીએમ ટ્રાન્જેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવે.

    આ પણ વાંચો, સરકારી બેંકે ગ્રાહકોને આપી ભેટ, હવે દર મહિને બચશે તમારા રુપિયા

    (2) મંથલી એટીએમ ટ્રાન્જેક્શનની આ છે સીમા- હાલ એસબીઆઈના ખાતાધારકોને મેટ્રો સિટીમાં 8 ફ્રી એટીએમ ટ્રાન્જેક્શનની સુવિધા દર મહિને મળે છે. તેમાંથી 5 ટ્રાન્જેક્શન એસબીઆઈ એટીએમ અને 3 ટ્રાન્જેક્શન બીજા બેંકોના એટીએમથી કરી શકાય છે. બીજી તરફ, નોન-મેટ્રો સિટીના ખાતાધારકો માટે આ મર્યાદા 10 ફ્રી ટ્રાન્જેક્શન પ્રતિ મહિના છે. આ મર્યાદા પર થતાં 5 રૂપિયા (GST પ્લસ)થી લઈને 20 રૂપિયા (GST પ્લસ) ચાર્જ આપવો પડે છે.

    (3) 10 ફ્રી ટ્રાન્જેક્શન- 25,000 રૂપિયાના મંથલી એવરેજ બેલેન્સ રાખતાં એસબીઆઈ ખાતાધારકોને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ગ્રુપના કોઈ પણ એટીએમથી પ્રતિ મહિને ફ્રી ટ્રાન્જેક્શનની સુવિધા મળે છે.

    આ પણ વાંચો, રેલવેની નવી નીતિ લાગુ, વેપારી બિલ નહીં આપે તો ખાવાનું મફતમાં મળશે
    Published by:Mrunal Bhojak
    First published: