Home /News /business /SBI આપી રહી છે સસ્તી Gold Loan, માત્ર એક મિસ્ડ કોલ કરો અને મળી જશે સમગ્ર માહિતી

SBI આપી રહી છે સસ્તી Gold Loan, માત્ર એક મિસ્ડ કોલ કરો અને મળી જશે સમગ્ર માહિતી

SBIની ગોલ્ડ લોન પર ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધાઓ અને ઓફર્સ મળી રહી છે, જાણો એક ક્લિકમાં

SBIની ગોલ્ડ લોન પર ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધાઓ અને ઓફર્સ મળી રહી છે, જાણો એક ક્લિકમાં

નવી દિલ્હી. જો તમે ગોલ્ડ લોન (Gold Loan) લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપના માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank of India)એ પોતાના ગ્રાહકો માટે એક ખાસ સુવિધા શરૂ કરી છે. આ સુવિધામાં ગ્રાહકોને માત્ર એક મિસ્ડ કોલના માધ્યમથી લોન મળી જશે. બેંક તરફથી આ નંબરની જાણકારી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ગોલ્ડ લોન પર ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધાઓ અને ઓફર્સ મળી રહી છે.

કેટલી લઈ શકો છો લોન?

આપને જણાવી દઇએ કે SBI ગોલ્ડ લોન સ્કીમમાં સોનાના આભૂષણો ઉપરાંત સોનાના સિક્કા પણ મોર્ટગેજ કરી શકાય છે. SBIએ સ્કીમ હેઠળ મહત્તમ લોન રકમને પણ થોડાક સમય પહેલા વધારી હતી. હવે સોના પર 20 હજાર રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે જે પહેલા 20 લાખ રૂપિયા સુધીની હતી.

SBIએ કર્યું ટ્વીટ

SBIએ ટ્વીટમાં કહ્યું છે કે જો તમે સસ્તામાં ગોલ્ડ લોન ખરીદવા ઈચ્છો છો તો તેના માટે આપને પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી કસ્ટમર કેર નંબર 7208933143 પર મિસ્ડ કોલ કરવાનો છે. ત્યારબાદ આપને બેંક તરફથી બેક કોલ આવશે. આ કોલમાં આપને લોન વિશે પૂરી જાણકારી મળી જશે. આ ઉપરાંત 7208933145 ઉપર ‘GOLD’ મેસેજ કરશો તો પણ જાણકારી મળી શકે છે.

આ પણ વાંચો, RailTel IPO: કેવી રીતે ચેક કરશો આપનું એલોટમેન્ટ સ્ટેટસ? આ છે સૌથી સરળ રીત

7.5 ટકા છે વ્યાજ દર

તેની વધુ જાણકારી માટે SBIની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ વિઝિટ કરી શકાય છે. હાલમાં ગોલ્ડ લોન પ્રા વ્યાજના દર 7.5 ટકા છે. આ ઉપરાંત આપને કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ ફી પણ નહીં આપવી પડે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ
SBI પર્સનલ ગોલ્ડ લોન માટે અરજી કરતી વખતે આ દસ્તાવેજોની ચોક્કસ જરૂર પડે છે...
>> બે ફોટાની સાથે ગોલ્ડ લોન માટે અરજી ફોર્મ
>> સરનામાના પ્રમાણની સાથે ઓળખનું પ્રમાણ
>> અશિક્ષિત અરજદારોના મામલામાં સાક્ષી પત્ર

આ પણ વાંચો, હજુ સુધી આપના ખાતામાં પણ PFનું વ્યાજ જમા નથી થયું? ફટાફટ કરો આ કામ નહીં તો અટકી જશે રૂપિયા!

કોણ લઈ શકે છે SBI ગોલ્ડ લોન?

18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિ SBI પર્સનલ ગોલ્ડ લોન માટે અરજી કરી શકે છે. અરજી વ્યક્તિગત કે સંયુક્ત આધાર પર કરવામાં આવી શકે છે. તેના માટે અરજદારની પાસે આવકનો એક સ્થિર સ્રો મત હોવો જોઈએ. જોકે લોન લેવા માટે આવકનું પ્રમાણ આપવું જરુરી નથી.
First published:

Tags: Business news, Gold loan, Interest rates, Loan, State bank of india, એસબીઆઇ, ગોલ્ડ