SBI Car Loan: કાર લોન પર SBI આપી રહી છે વિવિધ બેનિફિટ્સ, આ રીતે કરો એપ્લાય

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહકોને વિવિધ પ્રકારની કાર લોન આપી ઓફર કરી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)

Car Loan News: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી કાર લોન પર સૌથી ઓછો વ્યાજ દર અને ઇએમઆઇ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

  • Share this:
Auto News: જો તમે લોન પર કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો દેશની ટોપ લેન્ડર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India- SBI) ગ્રાહકોને વિવિધ પ્રકારની લોન આપી (SBI Car Loans) રહી છે. બેંક ગ્રાહકો માટે કસ્ટમાઇઝ્ડ કાર લોન જેવી રેગ્યુલર કાર લોન (Regular Car Loan), સર્ટિફાઇડ પ્રી-ઓન્ડ કાર લોન (Certified Pre-owned Car Loan), હાલ હોમ લોન લેનારા માટે SBI લોયલ્ટિ કાર લોન (SBI Loyalty Car Loan), હાલના ટર્મ ડિપોઝીટ ગ્રાહકો માટે એશ્યોર્ડ કાર લોન સ્કીમ (Assured Car Loan Scheme) અને ઇલેક્ટ્રિક કારો માટે ગ્રીન કાર લોન (SBI Green Car Loan) આપી રહી છે.

SBI કાર લોન – ફીચર્સ અને બેનિફિટ્સ

- સૌથી ઓછો વ્યાજ દર અને ઇએમઆઇ
- સૌથી લાંબું રિપેમેન્ટ ટેન્યોર (7 વર્ષ)
- ઝીરો પ્રોસેસિંગ ચાર્જ
- ઓન રોડ પ્રાઇસ પર ફાઇનાન્સિંગ
- ઓન રોડ પ્રાઇસમાં રજીસ્ટ્રેશન અને વીમો સામેલ છે
- ઓન રોડ પ્રાઇસના 90 ટકા સુધી ફાઇનાન્સિંગ
- રોજ ઘટતા બેલેન્સ પર વ્યાજની ગણતરી
- નવી પેસેન્જર કાર, મલ્ટિ યૂટિલિટી વ્હીકલ(MUV) અને SUVની ખરીદી કરી શકાશે
- કોઇ એડવાન્સ ઇએમઆઇ નહીં

SBI કાર લોન - વ્યાજ દર

- SBI 7.75 ટકા પ્રતિ વર્ષના દરે કાર લોન આપે છે.

- YONO દ્વારા લોન માટે અરજી કરવા પર 25bpsની વ્યાજ પર વિશેષ છૂટ મળશે એટલે કે 7.50 ટકા વાર્ષિક.

- કાર લોન ટેન્યોર - 3થી 7 વર્ષ

આ પણ વાંચો, LPG Cylinder New Prices: 43.50 રૂપિયા મોંઘો થયો LPG ગેસ સિલિન્ડર, અહીં ચેક કરો નવા રેટ્સ

લાયકાત

ઉંમરઃ 21થી 67 વર્ષ

- સેન્ટ્ર પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝના નિયમિત કર્મચારીઓ, ડિફેંલ સેલેરી પેકેજ, પેરા મિલિટરી સેલેરી પેકેજ/ ઇન્ડિયન કોસ્ટગાર્ડ પેકેજ / ક્લાયન્ટ્સ અને વિવિધ સંરક્ષણ સંસ્થાઓના શોર્ટ કમિશન અધિકારી

આ લોન માટે અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી છે. તમે ઘરેબેઠા માત્ર 2 મિનિટમાં જ તમારા ફોન દ્વારા પણ અરજી કરી શકો છો.

આ પણ વાંચો, Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં સ્કિલ્ડ ટ્રેડ્સમેનની વેકન્સી, ધોરણ-10 પાસ કરો અરજી

SBI કાર લોન - YONO SBI દ્વારા કરો અરજી

1. તમારા યોનો એકાઉન્ટ પર લોગીન કરો
2. હોમ પેજ પર સૌથી ઉપર મેનૂ(ત્રણ લાઇન) પર ક્લિક કરો
3. ત્યાર બાદ લોન પર ક્લિક કરીને કાર લોન સિલેક્ટ કરો
4. Quick Eligibility ચેક કરો અને થોડી માહતી ભરીને લોન માટે રિક્વેસ્ટ કરો.
5. એલિજીબલ એમાઉન્ટ અંગે જરૂર જાણી લો.
6. એક એપ્લિકેશ ફોર્મ ભરો અને જરૂરી કાગળો અપલોડ કરીને સબમિટ પર ક્લિક કરો.
Published by:Mrunal Bhojak
First published: