નવી દિલ્હી: જો તમે ભારતીય સ્ટેટ બેંક (State Bank of India)ના ગ્રાહક છો તો આ સમાચાર તમારા કામના હોઈ શકે છે. SBI પોતાના ગ્રાહકોને બે લાખ રૂપિયાનો ફ્રી વીમો (Free insurance) આપી રહી છે. હકીકતમાં બેંક આ સુવિધા જન ધન (Jan Dhan Accounts) ખાતાધારકોને આપે છે. SBIના જે ગ્રાહકોને રૂપે ડેબિટ કાર્ડ (RuPay)છે, તેમને બે લાખ રૂપિયા સુધીનો મફત અકસ્માત વીમો મળે છે. રૂપે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકો મોતનો વીમો, ખરીદ સુરક્ષા કવર અને અન્ય લાભ મળે છે. જન ધન ખાતું ધરાવતા લોકો મફત વીમાનો લાભ ઉઠાવી શકે છે.
કેવી રીતે ક્લેમ કરશો?
આ યોજના અંતર્ગત વ્યક્તિગત દુર્ઘટના પૉલિસી ભારત બહાર થયેલા અકસ્માતને પણ કવર કરે છે. જરૂરી દસ્તાવે જ જમા કર્યા બાદ વીમા રકમ પ્રમાણે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરવામાં આવશે. કોર્ટના આદેશ પ્રમાણે લાભાર્થી કાર્ડધારકના કાયદેસરના ઉત્તરાધિકારી હોય તે વ્યક્તિ આ માટે દાવો કરી શકે છે.
બેઝિક સેવિંગ એકાઉન્ટ (Savings Account)ને જન ધન યોજના ખાતામાં ટ્રાન્સફર કરવાનો પણ વિકલ્પ રહેલો છે. જેની પાસે જન ધન ખાતું છે તેમને RuPay PMJDY કાર્ડ મળે છે. 28 ઓગસ્ટ, 2018 સુધી ખોલવામાં આવેલા જન ધન ખાતા પર જાહેર કરવામાં આવેલા RuPay PMJDY પર વીમાની રકમ એક લાખ રૂપિયા હશે. 28 ઓગસ્ટ, 2018 બાદ RuPay PMJDY કાર્ડ પર બે લાખ રૂપિયા સુધી અકસ્માત મોત વીમા કવર મળે છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જન ધન યોજના (PM Jan Dhan Scheme) વર્ષ 2014માં શરૂ થઈ હતી. આ યોજના આર્થિક રીતે નબળા લોકોને નાણાકીય સેવા, બેન્કિંગ બચત, જમા ખાતું, ક્રેડિટ, વીમો, પેન્શન વગેરે સાથે જોડવા માટે શરૂ કરવામાં આવી હતી. કોઈ પણ વ્યક્તિ જરૂરી દસ્તાવેજ સાથે જન ધન ખાતું ખોલાવી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર