Home /News /business /

SBI બેંકે ATMમાંથી રોકડ ઉપાડવાના નિયમમાં કર્યો ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત

SBI બેંકે ATMમાંથી રોકડ ઉપાડવાના નિયમમાં કર્યો ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત

આ વેબસાઇટના સરનામાં આ મુજબ છે. Tata Indicash - www.indicash.co.in Muthoot ATM - www.muthootatm.com/suggest-atm.html India One ATM - india1atm.in/rent-your-space ટાટા ઇન્ડિકેશ કંપનીઓમાં સૌથી જૂની છે અને આ કંપની સિક્યોરિટી ડિપોઝિટ તરીકે રૂપિયા 2 લાખ લઈને ફ્રેન્ચાઇઝી આપે છે જે રિફન્ડેબલ હોય છે. આ ઉપરાંત 3 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલ તરીકે આપવામાં આવે છે. આમ કુલ રોકાણ રૂપિયા 5 લાખનું થાય છે. ફાઇલ તસવીર

SBI cash withdrawal rules: એસબીઆઈની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે નક્કી કરવામાં આવેલી મર્યાદા બહાર કરવામાં આવનારા કોઈ પણ વધારાના ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકોએ 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા+જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.

    મુંબઈ: દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank of India)એ શુક્રવારે એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડવા (ATM cash withdrawal)ના નિયમો બદલ્યા છે. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાનું બેંક તરફથી જણાવવામાં આવ્યું છે. SBIની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે જો બેંક ખાતામાં પુરતી બેલેન્સ નહીં હોવાને કારણે ટ્રાન્ઝેક્શન રદ થશે તો બેંક આ માટે કાર્ડ ધારકને ચાર્જ લગાડશે. આવા પ્રત્યેક ફેલ ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા+જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.

    SBI તરફથી તેના ગ્રાહકો પર નૉન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે પણ ફરજિયાત ચાર્જ નાખવામાં આવશે. એસબીઆઈની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે નક્કી કરવામાં આવેલી મર્યાદા બહાર કરવામાં આવનારા કોઈ પણ વધારાના ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકોએ 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા+જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.

    આ પણ વાંચો: નિયમિત આવક માટે POMIS, SCSS, PMVVY કે પછી FD પર મળશે વધારે વ્યાજ?

    હાલમાં એસબીઆઈ મેટ્રો શહેરમાં મહિનામાં એટીએમમાં આઠ ટ્રાન્ઝેક્શન માટે કોઈ ચાર્જ નથી લગાડતી. જેમાં પોતાની બેંક એટલે કે SBI એટીએમ મશીનમાં પાંચ ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંકના એટીએમમાં ત્રણ ટ્રાન્ઝેક્શન શામેલ છે.

    આ પણ વાંચો: ફક્ત 50 હજાર રૂપિયા રોકીને કરો 2.5 લાખ રૂપિયાની કમાણી, શરૂ કરો ડબલ કમાણી આપતો બિઝનેસ

    આ ઉપરાંત જો એસબીઆઈ કાર્ડ ધારક પોતાના એટીએમમાંથી 10 હજાર રૂપિયાથી વધારે રોકડ ઉપાડશે તો આ માટે OTP (One time password)ની જરૂરી પડશે. જ્યારે પણ કાર્ડ ધારક 10 હજારથી વધારે રકમ ઉપાડવાનો પ્રયાસ કરશે ત્યારે તેને પોતાના રજિસ્ટર થયેલા મોબાઇલ નંબર પર એક ઓટીપી મળશે. આ ઓટીપી મશીનમાં દાખલ કર્યા બાદ જ ટ્રાન્ઝેક્શન થઈ શકશે.

    આ પણ વાંચો: અફોર્ડેબલ હાઉસિંગ: 45 લાખ રૂપિયા સુધીના ઘરની શોધ કરતા લોકો માટે પહેલીવાર સારા સમાચાર

    SBIના ગ્રાહકો હાલ પોતાના મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન વગર પર બેલેન્સ ચેક કરી શકે છે. ગ્રાહકો બે રીતે પોતાના ખાતામાં રહેલી બેલેન્સ ચેક કરી શકે છે. 1) ગ્રાહક બેલેન્સ લખીને 9223766666 નંબર પર SMS કરી શકે છે. 2) ગ્રાહક આ નંબર પર એટલે કે 9223766666 પર મિસ્ડ કૉલ કરીને પણ બેલેન્સની જાણકારી મેળવી શકે છે. યાદ રાખો કે એસએમએસ કે મિસ્ડ કૉલ એ જ મોબાઇલ નંબર પરથી કરવાનો રહેશે જે બેંક સાથે નોંધાયેલો હોય.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Cash, Money, State bank of india, એટીએમ, એસબીઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन