નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક SBI ઓનલાઈન ખરીદી પર આકર્ષક ઑફર આપી રહી છે. આ દરમિયાન એસબીઆઈ દ્વારા યોનો શોપિંગ કાર્નિવલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રાહકોને આકર્ષક સ્કીમ્સનો લાભ મળશે સાથે જ ગ્રાહકોને સસ્તામાં શોપિંગ (Shopping) કરવાની તક મળશે. 4 એપ્રિલથી 7મી એપ્રિલ સુધી આ સ્કીમ (Scheme)નો લાભ લઇ શકાશે. બેંકના ગ્રાહકો યોનો સર્વિસ (Yono service)ના માધ્યમથી ખરીદીનો લાભ લઈ શકશે.
બેંકની આ સ્કીમનું નામ સુપર સેવિંગ ડે છે. ભારતીય સ્ટેટ બેંકે કહ્યું કે, માર્ચ 2021માં આ શોપિંગ કાર્નિવલનો બીજો ભાગ તૈયાર કરવામાં આવ્યો હતો. જેને ખૂબ સફળતા મળ્યા બાદ તેની ત્રીજી આવૃત્તિ લઈને આવ્યા છીએ.
એસબીઆઈ બેંકે માર્ચ કાર્નિવલનું ધમાકેદાર આયોજન કર્યું હતું. 4થી 7 માર્ચ 2021 દરમિયાન આ કાર્નિવલ ચાલ્યો હતો. કાર્નિવલ દરમિયાન ટ્રાન્ઝેક્શનમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. જો તમે યોનો એસબીઆઈ એપ પર યુપીઆઈથી પેમેન્ટ કરો છો તો રિવર્ડ ઝીતો (UPI karo, reward jeeto!) હેઠળ ગ્રહકોને લાભ મળશે.
એસબીઆઇના આ કાર્નિવલ અંતર્ગત તમે હેલ્થ પ્રોડક્ટ્સની ખરીદી કરી શકો છો. આ ઉપરાંત હોટલ બુકીંગ અને ટિકિટ બુકિંગમાં પણ 50 ટકા સુધીનો ફાયદો થઈ શકશે. કેટલીક ખાસ કેટેગરીમાં 10 ટકા સુધીનું વધારાનું કેશબેક પણ મળશે. કોણ કોણ લઈ શકશે લાભ
આ કાર્નિવલનો લાભ 3.6 કરોડ લોકો લઇ શકશે. યોનોના ગ્રાહકોને આ ઓફરનો ફાયદો મળશે. તમે એપ્લિકેશનને https://sbiyono.sbi/index.html પરથી ડાઉનલોડ કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર