નવી દિલ્હી: જો આપ ભારતીય સ્ટેટ બેંક (SBI)નાં ગ્રાહક છો અને એક વર્ષમાં આપનાં અકાઉન્ટમાંથી 20 લાખ રૂપિયાની રોકડ જાય છે તો આ ખબર વાંચવી તમારા માટે અત્યંત જરૂરી છે. આવી સ્થિતિમાં SBIનાં ટેક્સથી બચવા માટે ખાસ ઉપાય છે. દેશનાં સૌથી મોટા બેંક તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે આ સ્થિતિમાં કેવી રીતે TDS (TDS-Tax Deducted at Source)થી કેવી રીતે બચી શકાય છે. તે માટે આપે બસ ત્રણ સ્ટેપ્સ ફોલો કરવાનાં રહેશે
જો ગત ત્રણ વર્ષમાં કોઇ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં ન આવ્યું હોય અને જો વાર્ષિક 20 લાખ કે તેથી વધુની રોકડ નિકાસ કરવામાં આવે છે તો સેક્સન 194N હેઠળ TDS કાપવામાં આવી શકે છે. SBIએ તેનાં અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ વિશે માહિતી આપી છે. આવો જાણીએ આ વિશે.
શું કરવું?
1. સૌથી પહેલાં આપે બેંકમાં આપનાં પેન કાર્ડની ડિટેલ્સ જમા કરાવવાની રહેશે જો પહેલેથી જ આપનાં પેન કાર્ડની ડિટેલ્સ (PAN Card Details) આપી છે તો બીજી વખત આપવાની જરૂર નથી.
2. પેન કાર્ડ ન હોવાને કાણે ટેક્સ ચૂકવણી વધી જાય છે.
3. બેંકને આપનાં ઇનકમ ટેક્સ રિટર્નની ડિટેઇલ્સ આપવાની રહેશે.
જો આપે ગત 3 વર્ષમાં એક વખત પણ ઇનકમ ટેક્સ રિટર્ન નતી ભર્યુ તો 1 જુલાઇ 2020થી આપને આ દર પર વ્યાજ ચુકવવાનું રહેશે.
1. વાર્ષિક 20 લાખ રૂપિયાનાં કેશ વિડ્રોઅલ કરો છો તો પેન જમા કરવાની કે ન કરવાની સ્થિતિમાં કોઇ વ્યાજ નહીં આપવું પડે.
2. જો 20 લાખ 1 રૂપિયાથી લઇને 1 કરોડ રૂપિયા સુધીનાં કેશ વિડ્રોલ કરો છો તો પેન કાર્ડ ડિટેઇલ્સ જમા કરવાની રહેશે અને 2 ટકા ટેક્સ કટ થશે. પેન ડિટેઇલ્સ નહીં જમા કરવાની સ્થિતિમાં 20 ટકા TDS આપવું પડશે.
3. જો કોઇ વ્યક્તિએ 1 કરોડ રૂપિયાથી વધુ કેશ વિડ્રોલ કર્યુ તો પેન કાર્ડ ડિટેઇલ્સ જમા છે તો 5 ટકા TDS આપવું પડશે. જો પેન કાર્ડ ડિટેઇલ્સ નહીં જમા થાય તો 20 ટકા TDS આપવાનું રહેશે.
આ પણ વાંચો-ગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ! 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો
SBIએ એમ પણ જણાવ્યું કે, જે ગ્રાહકોએ ગત 3 વર્ષમાંથી કોઇપણ વર્ષ ઇનકમ ટેક્સ રિટર્ન નથી ભર્યુ તો તેમની 1 કરોડ રૂપિયાથી વધુની નિકાસ પર 2 ટકાથી વધુનાં દર પર ટેક્સ કાપવામાં આવશે.