Home /News /business /સાવધાન! ગૂગલ પર SBIનો કસ્ટમર કેર નંબર શોધવો પડી શકે છે ભારે, જાણો કેમ

સાવધાન! ગૂગલ પર SBIનો કસ્ટમર કેર નંબર શોધવો પડી શકે છે ભારે, જાણો કેમ

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા

SBI Alert: દેશની સૌથી મોટી સરકાર બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના તમામ ગ્રાહકોને સલાહ આપી છે કે કસ્ટમર કેર નંબર મેળવવા માટે ગૂગલ સર્ચને બદલે ઑફિશિયલ વેબસાઇટનો ઉપયોગ કરે.

  મુંબઈ: ધ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) સૌથી મોટી સરકારી બેંક છે. બેંકના દેશભરમાં કરોડો ગ્રાહકો છે. તાજેતરમાં જ દેશની સૌથી મોટી સરકારી બેંકે તેમના ગ્રાહકોને કસ્ટમર કેર નંબર (SBI Customer care number)ને લઈને ચેતવણી ઊચ્ચારી છે. બેંકનું કહેવું છે કે અમુક ઠગો બેંકના નામે ખોટા કસ્ટમર કેર નંબરને આધારે લોકોને છેતરી રહ્યા છે. એસબીઆઈ (State bank of India) તરફથી જાહેર કરવામાં આવેલા અધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ (Google) પર કસ્ટમર કેર નંબર શોધવાનું કામ કેવી રીતે બેંકના ગ્રાહકો માટે મોટી સમસ્યા બની શકે છે. સાથે જ બેંક તરફથી એવી સલાહ પણ આપવામાં આવી છે કે ગૂગલ પર બેંકનો કસ્ટમર કેર નંબર શોધવાને બદલે (Find SBI customer care number on Google) ગ્રાહકોએ બેંકની અધિકૃત વેબસાઈટ પર જવું જોઈએ અને ત્યાં આપેલા નંબર પર સંપર્ક કરવો જોઈએ.

  SBIનું ટ્વીટ

  ટ્વિટર પર કરવામાં આવેલા એક પોસ્ટમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા તરફથી લખવામાં આવ્યું છે કે, "બોગસ કસ્ટમર કેર નંબરથી સાવધાન. કસ્ટમર કેર નંબરની જરૂરિયાત ઊભી થાય તેવા કિસ્સામાં બેંકની અધિકૃત વેબસાઇટનો ઉપયોગ કરો. બેંક સંબંધિત ગુપ્ત માહિતી કોઈ પણ સાથે શેર ન કરો."

  બેંક સમયાંતરે ગ્રાહકોને કરે છે જાગૃત

  ટ્વીટ ઉપરાંત ભારતીય સ્ટેટ બેંક ગ્રાહકોને સમયાંતરે SMS અને ઇમેઇલ મોકલીને સતત એવું જણાવતી રહે છે કે બેંકના કર્મચારીઓ ક્યારેય પણ બેંક ખાતા સંબંધિત સંવેદનશીલ માહિતી જેવી કે ખાતા નંબર, ડેબિટ કાર્ડની વિગત, ઇન્ટરનેટ બેન્કિગનું યૂઝર નેમ પાસવર્ડ અને એટીપી માંગતી નથી.

  એટલું જ નહીં, બેંક તરફથી પોતાના ગ્રાહકોને એવી સલાહ પણ આપવામાં આવી છે કે ક્યારેય પણ થર્ડ પાર્ટી વેબસાઇટની લિંક પર ક્લિક ન કરવું. આવું કરવાથી તમારી બેંકની કે પછી વ્યક્તિગત વિગતો લીક થઈ શકે છે. બેંકે ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ ચાર બાબતો અંગે ધ્યાન રાખવાની સલાહ આપી છે.

  1) અજાણી વ્યક્તિ પાસેથી SMS/Email સ્વરૂપે મળેલી લિંક કે કોઈ ફાઇલ પર ક્લિક ન કરો.

  2) ટેલિફોન કોલ કે ઇમેઇલ સંબંધિત કોઈ પણ એપ્લિકેશન કે જે અજાણ્યા સોર્સમાંથી હોય તેને તમારા ફોનમાં ડાઉનલોડ ન કરો.

  3) સંવેદનશીલ માહિતી જેમ કે આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ડેબિટ કાર્ડ નંબર, પીન, CVV, ઇન્ટરનેટ બેન્કિંગ યૂઝરનેમ કે પાસવર્ડ કે ઓટીપી કોઈની સાથે શેર ન કરો.

  4) બેંક KYC (Know your client) માટે ક્યારેય ઓનલાઇન લિંક નથી મોકલતી.

  બેંક તરફથી એવી માહિતી પણ આપવામાં આવી છે કે જો ગ્રાહક પોતાની કોઈ વ્યક્તિગત માહિતીમાં ફેરફાર કરવા માંગે છે તો તેણે ફક્ત બેંકની અધિકૃત વેસબાઈટ પર જ વિશ્વાસ કરવો. થર્ડ પાર્ટી વેબસાઇટનો ઉપયોગ કરવાથી છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે.

  શા માટે અધિકૃત વેબસાઇટ પરથી જ કસ્ટમર કેર નંબર મેળવવો જોઈએ?

  ભૂતકાળમાં એવા અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં ગૂગલ પર જે તે કંપની, સંસ્થા કે બેંકનો કસ્ટમર કેર નંબર શોધવા માટે ગૂગલનો ઉપયોગ કરાયા બાદ છેતરપિંડી થઈ હતી. હકીકતમાં સાઇબર ગુનેગારો બોગસ વેબસાઇટ ઊભી કરીને તેના પર પોતાના નંબર મૂકી દેતા હોય છે. ગૂગલ પર જ્યારે કોઈ વ્યક્તિ કસ્ટમર કેસ નંબર શોધે છે ત્યારે તેમની પાસે ગઠિયાઓનો નંબર પહોંચી જતો હોય છે. આ નંબર પર સંપર્ક કર્યાં બાદ ગઠિયાઓ ખાનગી માહિતી મેળવીને નાણાકીય છેતરપિંડી કરતા હોય છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: CYBER CRIME, Personal finance, State bank of india, Twitter, આરબીઆઇ, એસબીઆઇ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन