SBIએ કરોડો ગ્રાહકોને કર્યા સાવધાન, નાણા સુરક્ષિત રાખવા છે તો ફૉલો કરો આ 4 ટિપ્સ

SBIએ કરોડો ગ્રાહકોને કર્યા સાવધાન, નાણા સુરક્ષિત રાખવા છે તો ફૉલો કરો આ 4 ટિપ્સ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કરોડો ગ્રાહકોને અલર્ટ કર્યા છે કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરે, તમારા નાણા થઈ શકે છે ગાયબ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કરોડો ગ્રાહકોને અલર્ટ કર્યા છે કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરે, તમારા નાણા થઈ શકે છે ગાયબ

  • Share this:
    નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India- SBI)એ કરોડો ગ્રાહકોને અલર્ટ કર્યા છે કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરે. આવું કરવાથી તમે તમારી મહેનતનથી કમાણીથી હાથ ધોઈ શકો છો. આ ઉપરાંત બેંકે કહ્યું કે ઇન્સ્ટન્ટ લોન આપનારી એપથી પણ સાવધાન રહો. બેંક તરફથી ગ્રાહકો માટે સેફ્ટી ટિપ્સ પણ આપવામાં આવી છે. બેંકે ગ્રાહકોને કહ્યું છે કે કોઈ પણ એપના ચક્કરમાં ન પડે. તેનાથી આપને ભારે આર્થિક નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે આવી એપ લોકોને મિનિટોમાં લોન આપવાના બહાને પોતાના ચક્કરમાં ફસાવી લે છે અને તેમને ઊંચા દરો પર લોન આપે છે. આ એપ લગભગ 35 ટકાના દર પર લોન આપે છે.

    SBIએ કર્યું ટ્વીટ



    SBIએ ટ્વીટમાં લખ્યું કે કૃપયા અપ્રમાણિક લિંક પર ક્લિક ન કરો. SBI કે કોઈ અન્ય બેંકના જેવું ભળતું નામ રાખનારા એકમને પોતાની ખાતાની વિગતો ન આપો. આપની તમામ નાણાકીય જરૂરિયાતો માટે https://bank.sbi પર જાઓ.


    આ પણ વાંચો, 877 રૂપિયામાં કરો ફ્લાઇટમાં પ્રવાસ, IndiGo અને SpiceJet આપી રહી છે જોરદાર ઓફર

    બેંકે ઇન્સ્ટન્ટ લોનના જાળમાં ફસાવાથી બચવાનની ટિપ્સ પણ જણાવી છે.

    - લોન લેતા પહેલા નિયમ અને શરતોનું સારી રીતે અધ્યયન કરો.
    - આ ઉપરાંત કોઈ પણ સંદેહજનક લિંક પર ક્લિક કરવાથી બચો.
    - ડાઉનલોડ કરતાં પહેલા એપની ઓથેન્ટિસિટી ચેક કરી લો.
    - બેંકે કહ્યું કે, પોતાની તમામ નાણાકીય જરૂરિયાતો માટે https://bank.sbi પર જાઓ.

    વસૂલે છે વધારે ચાર્જ

    નોંધનીય છે કે, ઇન્ટ્ાન્ટ લોન આપનારી આ એપ પ્રોસેસિંગના નામ પર વધારે ફી વસૂલે છે. નોંધનીય છે કે કેટલાક લોકોએ આર્થિક તંગીને કારણે લૉકડાઉન દરમિયાન લોન લીધી હતી. પરંતુ જ્યારે આ લોકો તેને 7 દિવસની અંદર ચૂકવી ન શક્યા તો તેમની પર ધમકી ભરેલા ફોન આવવા લાગ્યા. તેથી આ પ્રકારની એપથી સાવધાન રહો.

    આ પણ વાંચો, Union Budget 2021: જનરલ બજેટનું કાઉન્ટડાઉન શરૂ, બજેટથી આ છે 10 અપેક્ષા

    આપની વિગતો શૅર ન કરો

    આ ઉપરાંત બેંકે કહ્યું કે આપની વ્યક્તિગત માહિતી કોઈની પણ સાથે શૅર ન કરો. આવું કરવાથી ગ્રાહકોના ખાતામાં જમા રકમ ખાલી થઈ શકે છે. બેંકે કહ્યું કે તમે પોતાનું એટીએમ પિન, કાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને ઓટીપીને ક્યારેય કોઈની સાથે શૅર ન કરે.
    Published by:Mrunal Bhojak
    First published:January 22, 2021, 07:37 am

    ટૉપ ન્યૂઝ