મુંબઇ. SBI Alert: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State bank of India)ના ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર છે. 1 જાન્યુઆરીથી પહેલા જ એટીએમમાંથી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારો થઈ ગયો છે. હવે જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પહેલી ફેબ્રુઆરી 2022થી વધુ એક ચાર્જ વધારવા જઈ રહી છે. એસબીઆઈના ગ્રાહકોને એક મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. એસબીઆઈ પહેલી ફેબ્રુઆરીથી IMPS અંગેના નિયમોમાં ફેરફાર (SBI IMPS charges) કરવા જઈ રહી છે. જેમાં એક બાજુ તમને ફાયદો થશે તો બીજી બાજું નુકસાન થવાની સંભાવના છે.
હવે કેટલો ચાર્જ લાગશે?
એસબીઆઈના જણાવ્યા પ્રમાણે બે લાખથી પાંચ લાખ રૂપિયા IMPS મારફતે ટ્રાન્સફર કરવા માટે 20 રૂપિયા + GST ચાર્જ લાગશે. ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) ઓક્ટોબર 2021ના રોજ IMPS મારફતે રકમ ટ્રાન્સફર કરવાની મર્યાદા બે લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. એટલે કે રિઝર્વ બેંકે મર્યાદા વધારતા હવે દિવસમાં 2 લાખ રૂપિયાને બદલે પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે.
શું છે IMPS?
IMPS એટલે કે Immediate Payment Service નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (National Payments Corporation of India -NPCI)નો મહત્ત્વનો હિસ્સો છે. આ સુવિધા મારફતે 24X7 ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. જેમાં ઇન્ટરનેટ બેન્કિંગ ઉપરાંત મોબાઇલ બેન્કિંગ, બેંક બ્રાંચ, ATM, SMS અને IVRS મારફતે ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. જોકે, SMS અને IVRSથી પૈસા ટ્રાન્સફર કરવા માટે RBIની વધારાની છૂટ નથી મળથી. SMS અને IVRS મારફતે ફક્ત 5000 રૂપિયા જ ટ્રાન્સફર કરી શકાય છે.
પૈસા ટ્રાન્સફર માટે કેટલો ચાર્જ લાગે?
એસબીઆઈ હાલ IMPS, RTGS, NEFT મારફતે પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. આ ત્રણેય રીતમાં ઑનલાઇન મોડ અને ઑફલાઇન મોડ દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે તમારે કેટલો ચાર્જ ચૂકવવો પડશે તેની વિગત જાણીએ.
એસબીઆઈ IMPS ચાર્જ- ઑનલાઇન મોડ (SBI IMPS charges)
ઇન્ટરનેટ બેન્કિંગ કે પછી મોબાઇલથી કરવામાં આવતા રૂપિયા 5 લાખ સુધીના IMPS ટ્રાન્ઝેક્શન માટે યૂઝર્સે કોઈ જ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
- રૂ. 1,000 સુધીની રકમ: કોઈ ચાર્જ નહીં
- 1000થી વધારે અને 10,000 સુધીની રકમ: Rs 2+ GST
- 10,000થી વધારે અને 1,00,000 સુધીની રકમ: Rs 4+ GST
- 1,00,000થી વધારે અને 2,00,000 સુધીની રકમમ: Rs 12+ GST
- 2,00,000થી વધારે અને 5,00,000 સુધી (નવો સ્લેબ) : Rs 20+ GST